બ્રેકિંગ ન્યુઝ
VTV / kedarnath news horse was forced smoke raveena tandon got angry
Last Updated: 12:06 PM, 24 June 2023
ADVERTISEMENT
ઉત્તરાખંડમાં કેદારનાથ ધામની યાત્રા ચાલી રહી છે. શ્રદ્ધાળુઓ પહાડ પર ચડીને કેદારનાથના દર્શન કરી રહ્યા છે. તમે જાણતા હશો કે, કેદારનાથમાં શ્રદ્ધાળુઓ માટે ઘોડા અને ખચ્ચરની વ્યવસ્થા છે. શ્રદ્ધાળુઓ જાનવરોની પીઠ પર સવાર થઈને દર્શન કરવા પહોંચે છે. કેદારનાથનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે વ્યક્તિ ઘોડાને સિગારેટ પીવડાઈ રહ્યા છે.
ટ્વિટર પર એક યૂઝરે ઉત્તરાખંડ પોલીસને ટેગ કરીને ઘોડાને સિગારેટ પીવડાવતો વિડીયો શેર કર્યો છે. ઉત્તરાખંડ પોલીસે પણ આ વિડીયો રિટ્વિટ કર્યો છે અને જણાવ્યું છે કે, ‘પોલીસ વિડીયોમાં જે વ્યક્તિઓ છે, તેમની તપાસ કરી રહી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે, આ પ્રકારની ઘટના સામે આવે તો તાત્કાલિક ડ્યુટી પોલીસને અથવા 112 પર કોલ કરવો.’
ADVERTISEMENT
સિગારેટ પીવાનો વિડીયો વાયરલ, પોલીસ હરકતમાં
આ વાયરલ વિડીયો 27 સેકન્ડનો છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, બે વ્યક્તિએ ઘોડાને પકડી રાખ્યો છે અને એક વ્યક્તિ ઘોડાનું મોઢું અને એક તરફની નાસિકા હાથથી બંધ કરી રહ્યો છે. બીજો વ્યક્તિ જબરદસ્તી બીજી નાસિકામાં સિગારેટ ઠુસી રહ્યો છે. થોડા સમય પછી ઘોડો નાકમાંથી સિગારેટનો ધુમાડો બહાર કાઢે છે.
सोशल मीडिया पर पशु क्रूरता से सम्बन्धित प्रसारित हो रहे वीडियो का संज्ञान लेकर सेक्टर अधिकारी की शिकायत पर संबंधित घोड़ा संचालक के विरुद्ध अभियोग पंजीकृत कर वैधानिक कार्यवाही की जा रही है। अश्ववंशीय पशुओं के साथ हो रही क्रूरता के सम्बन्ध में अब तक कुल 14 अभियोग पंजीकृत किये हैं। pic.twitter.com/43GpTM6B5V
— उत्तराखण्ड पुलिस - Uttarakhand Police (@uttarakhandcops) June 23, 2023
બોલીવુડ અભિનેત્રી રવિના ટંડને વિડીયો ટ્વિટ કર્યો
બોલીવુડ અભિનેત્રી રવિના ટંડને આ વિડીયો ટ્વિટ કર્યો છે અને જણાવ્યું છે કે, શું પવિત્ર સ્થાનો પર ઘોડા પર થતા અત્યાચાર રોકી શકાય છે. આ વિડીયો શેર કરીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને PMO ઈન્ડિયાને ટેગ કરીને લખ્યું છે કે, શું આ પ્રકારના લોકોની ધરપકડ થઈ શકે? અનેક ટ્વિટર યૂઝર્સે આ વિડીયો પર નારાજગી વ્યક્ત કરી છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
Can we put a stop to the constant abuse that horses are going through in our holy places . What karma or prayers are these people gaining,when the innocent are being tortured. This is a reel going viral from #kedarnath . Can these men be arrested? @pushkardhami ji🙏🏻… pic.twitter.com/gfYB1eYwtF
— Raveena Tandon (@TandonRaveena) June 23, 2023
નોંધ- VTV ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટી કરતુ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.