બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Karthik Aryan will not do any remake in the future, see what he said after the failure of the film 'Shahzada'

બોલિવુડ / ફ્યૂચરમાં હવે કોઇ રીમેક નહીં કરે કાર્તિક આર્યન, ફિલ્મ 'શહજાદા'ની અસફળતા બાદ જુઓ શું કહ્યું

Megha

Last Updated: 10:08 AM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kartik Aaryan News: કાર્તિક આર્યનની ફિલ્મ 'શહજાદા' તેના બજેટથી અડધી પણ કમાણી નહતી કરી શકી એવામાં હવે કાર્તિકે કહ્યું કે તે ભવિષ્યમાં ક્યારેય કોઈ 'રિમેક' ફિલ્મ નહીં કરે.

  • ફિલ્મ 'શહજાદા' ફ્લોપ ગઈ એ વાત પરથી કાર્તિક આર્યને મેળવી શીખ 
  • ભવિષ્યમાં ક્યારેય કોઈ 'રિમેક' ફિલ્મ નહીં કરે કાર્તિક આર્યન
  • ફિલ્મ 'શહજાદા' એ આશરે 32 કરોડની કમાણી કરી હતી 

Kartik Aaryan on Film Shehzada: કાર્તિક આર્યન તેની ફિલ્મો અને એક્ટિંગને કારણે ચર્ચામાં બની રહે છે. હાલ તે કબીર ખાન સાથે એક ફિલ્મમાં કામ કરી રહ્યો છે જેનું નામ છે ચંદુ ચેમ્પિયન. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં ચાલી રહ્યું છે. કાર્તિકે તેના શૂટિંગ બ્રેક દરમિયાન એક વાતચિતમાં  'સત્યપ્રેમ કી કથા'ની સફળતાની સાથે ફિલ્મ 'શહજાદા' ફ્લોપ ગઈ એ વિશે પણ વાત કરી હતી. 

ભવિષ્યમાં ક્યારેય કોઈ 'રિમેક' ફિલ્મ નહીં કરે કાર્તિક આર્યન
કાર્તિક આર્યનની ફિલ્મ 'શહજાદા' તેના બજેટથી અડધી પણ કમાણી કરી શકી નથી. જણાવી દઈએ કે આ અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ 'આલા વૈકુંઠપુરમલો'ની હિન્દી રીમેક હતી.  કાર્તિક આર્યનની ફિલ્મ 'શહેજાદા'નું બજેટ 65 કરોડ રૂપિયા હતું પરંતુ બોક્સ ઓફિસ પર માત્ર 32 કરોડ 20 લાખ રૂપિયાની જ કમાણી કરી હતી. આ ફિલ્મ મેકર્સ અને કાર્તિક આર્યન માટે ખોટનો સોદો સાબિત થઈ હતી. એવામાં હવે કાર્તિક આર્યને તેની ફ્લોપ ફિલ્મ વિશે એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે તે ભવિષ્યમાં ક્યારેય કોઈ 'રિમેક' ફિલ્મ નહીં કરે.

ફિલ્મ વિશે વાત કરતાં કાર્તિકે કહ્યું કે,
મને લાગે છે કે મને સૌથી મોટી શીખ એ મળી કે હું ભવિષ્યમાં રિમેક ફિલ્મ નહીં કરું. હું હવેથી કોઈ રિમેક ફિલ્મ કરવાનો નથી. આ પહેલીવાર હતું જ્યારે મેં રિમેકમાં કામ કર્યું હતું. હું પહેલી વાર બધું જ અનુભવી રહ્યો હતો. શૂટિંગ વખતે મને આ વાતનો ખ્યાલ નહોતો પણ પાછળથી સમજાયું કે લોકો આ બધું જોઈ ચૂક્યા છે. તેમના પૈસા ખર્ચ્યા પછી, થિયેટરમાં જઈને ફરીથી તે જ વસ્તુ નથી જોવા માંગતા.;'શહજાદા' ફિલ્મના ફ્લોપ જવા પર મને મોટી શીખ મળી છે. 

ફિલ્મ 'શહજાદા' એ આશરે 32 કરોડની કમાણી કરી 
કાર્તિકે વધુમાં કહ્યું કે હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રીમેકનો ટ્રેન્ડ સામાન્ય થઈ ગયો છે.  રિમેકના કિસ્સામાં તમે પહેલાથી જ સ્ક્રિપ્ટ તૈયાર કરી લો. કાર્તિકે આગળ કહ્યું કે તે એવું કંઈ નહીં કરે જે કોઈ બીજા કરી ચૂક્યું હોય. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'શહજાદા' બનાવવામાં લગભગ 85 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમાંથી 65 કરોડ શૂટિંગમાં અને બાકીના પ્રમોશન વગેરેમાં ખર્ચવામાં આવ્યા હતા. 

કાર્તિક આર્યનની 'ભૂલ ભુલૈયા 2' 'શહજાદા' પહેલા આવી હતી. ભૂલ ભુલૈયા 2 એવા સમયમાં હિટ સાબિત થઈ હતી જ્યાં કોરોના સમયગાળા બાદ હિન્દી ફિલ્મો ચાલતી ન હતી. મીડિયાએ કાર્તિક આર્યનને હિટ મેકર તરીકે ઓળખાવ્યો હતો. તે પછી જ્યારે જાહેરાત કરવામાં આવી કે આગામી ફિલ્મ 'શહેજાદા' હશે ત્યારે તેના ચાહકો ઘણા ઉત્સાહિત હતા પણ 'શહજાદા'ની મુશ્કેલી એ હતી કે 'આલા વૈકુંઠપુરમલો' ફિલ્મ લોકોએ જોઈ લીધી હતી. ફક્ત કાર્તિક આર્યનના સ્ટાર પાવરના પર ફિલ્મની કમાણી મુશ્કેલ હતી. એવામાં સાઉથની આ લોકપ્રિય ફિલ્મનું રિમેક કરવું નફાકારક સાબિત થયું ન હતું.          

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ