બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Karolibagh police sent the husband and wife to a mental health hospital who went to file a theft complaint

કડવો અનુભવ / ચોરીની ફરિયાદ માટે આવેલ દંપત્તિએ PIએ મેન્ટલ હોસ્પિ. મોકલ્યા, કમિશનરના માનીતા હોવાથી કાર્યવાહી ન થવાનો આરોપ

Malay

Last Updated: 03:08 PM, 14 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના કારેલબાગ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવવા ગયેલા દંપતીને પોલીસે ફરિયાદ નોંધવાને બદલે માનસિક અસ્વસ્થ હોવાનું જણાવી માનસિક આરોગ્યની હોસ્પિટલમાં મોકલી દીધા.

 

  • વડોદરા દંપતીને થયો પોલીસનો કડવો અનુભવ 
  • ચોરીની ફરિયાદ નોંધવાના બદલે દંપતીને મોકલ્યું મેન્ટલ હોસ્પિટલમાં
  • તબીબે દંપતીને માનસિક સ્વસ્થ જાહેર કર્યા 

વડોદરાના એક દંપતીને પોલીસનો કડવો અનુભવ થયો છે. ચોરીની ફરિયાદ નોંધાવવા ગયેલા પતિ-પત્નીને કારોલીબાગ પોલીસે માનસિક અસ્વસ્થ જણાવી કાઉન્સેલીંગ માટે માનસિક આરોગ્યની હોસ્પિટલમાં મોકલી દીધા હતા. જોકે, હોસ્પિટલના ડોક્ટરે દંપતીની માનસિક સ્થિતિ સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. 

ઘરમાંથી 20.91 લાખના દાગીનાની ચોરી

વડોદરાના સલાટવાડાના માળી મહોલ્લામાં રહેતા દિનેશ માળીના પુત્રવધૂનું જૂન મહિનામાં અવસાન થયું હતું. જે બાદ પુત્રવધૂને ઘરેણા પહેરાવીને અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. અંતિમયાત્રા બાદ તે દાગીનાને કબાટમાં મૂક્યા હતા. જુલાઈ મહિનામાં દિનેશ માળીના પત્ની રમીલાબેને કબાટ ખોલતા 20.91 લાખના દાગીના ગાયબ હતા. જે બાદ દિનેશભાઈ અને તેમના પત્ની રમીલાબેન કારોલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા. તે સમયે તેમની ફરિયાદને બદલે પોલીસ દ્વારા અરજી લેવામાં આવી હતી.

ફરિયાદ નોંધવાને બદલે મોકલ્યા મેન્ટલ હોસ્પિટલમાં

વડોદરા શહેરના માળી સમાજના સામાજિક કાર્યકરે જણાવ્યું કે, પોલીસ ગુનો નોંધતી ન હોવાથી દિનેશભાઈ તેમના પત્ની અને મોટાભાઈ વારંવાર પોલીસ સ્ટેશનમાં જતા હતા. એ સમયે તપાસ મહિલા પીએસઆઈ ચૌધરી કરતા હોવાનું પીઆઈ વિજય દેસાઈ જણાવતા હતા. વારંવાર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા જતા ફરિયાદ નોંધવાને બદલે પોલીસે ફરિયાદીઓને માનસિક અસ્વસ્થ હોવાનું જણાવી માનસિક આરોગ્યની હોસ્પિટલમાં કાઉન્સેલિંગ માટે મોકલી આપ્યા હતા. કારેલીબાગ માનસિક આરોગ્યની હોસ્પિટલના ડોક્ટરે પોતાના રિપોર્ટમાં રમીલાબેન માળી અને દિનેશ માળીની માનસિક સ્થિતિ સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. 

માળી સમાજના સામાજિક કાર્યકર

પોલીસ કમિશનરને પણ કરી રજૂઆત 

તેઓ વધુમાં જણાવ્યું કે, PI વિજય દેસાઈ પોલીસ કમિશનરના માનીતા અધિકારી હોવાથી કાર્યવાહી નથી થતી, ઘરના કબાટમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી થયા હોવાનો ગુનો પોલીસ દ્વારા આજદિન સુધી નોંધવામાં ન આવતા અમે આ મામલે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી છે. હવે અમને કારોલીબાગ પોલીસ પર કોઈ ભરોસો નથી, અમારી ફરિયાદને હવે તાત્કાલિક ધોરણ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ