બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / karni sena reacted on jitu vaghani statement about yuvrajsinh

વિરોધ / કરણી સેનાએ કહ્યું, વાઘાણી શબ્દો પાછા લે નહીંતર અમારા અંદાજમાં કામ કરીશું: જાણો શું છે મામલો

Khyati

Last Updated: 03:30 PM, 31 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વનરક્ષકની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે ગરમાયુ રાજકારણ, કરણી સેના આવી મેદાને, કહ્યું, 'શબ્દો પરત નહિ લે તો..'

  • વનરક્ષક પરીક્ષામાં ગેરરીતિનો મામલો
  • જીતુ વાઘાણીના કટાક્ષ પર કરણીસેના રોષે
  • 'જીતુ વાઘાણી પોતાના શબ્દો પરત લે'

રાજ્યમાં વનરક્ષકની લેખિત પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે રાજકારણ ગરમાયુ છે. જીતુ વાઘાણીએ યુવરાજસિંહ પર કટાક્ષ કરતા કરણીસેના લાલચોળ થઇ છે. ગુજરાત કરણીસેના યુવરાજસિંહના સમર્થનમાં ઉતરી આવી છે.  મહત્વનુ છે કે યુવરાજસિંહે જીતુ વાઘાણીના મત વિસ્તારમાંથી પેપર વાયરલ થયુ હોવાનો આરોપ લગાવ્યો હતો જે બાદ જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી હતી કે  પહેલા દિવસે શું સાપ સુંઘી ગયો હતો ?

'..તો કરણીસેના તેમના અંદાજમાં કામ કરશે'

કરણીસેના પ્રમુખ જે.પી. જાડેજાએ જીતુ વાઘાણીના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે  ક્ષત્રિય યુવાન ભ્રષ્ટાચાર ખુલ્લુ પાડવા મેદાને પડ્યો છે, આવા સમયે સરકારે સમર્થન કરવું જોઈએ. જીતુવાઘાણીએ પોતાના શબ્દો પરત લેવા જોઇએ.શબ્દ પરત નહીં લે તો કરણી સેના તેમના અંદાજમાં કામ કરશે.અને આગામી વિધાનસભા ચૂંટણીમાં કરણી સેના ભાજપનો વિરોધ કરશે.


ગેરરિતી થવી અને પેપર ફૂટવું બંને અલગ બાબત છે-જીતુ વાઘાણી

વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિ મામલે યુવરાજસિંહના આક્ષેપો બાદ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી હતી કે  ત્રણ દિવસ બાદ પેપર ફૂટ્યાનો દાવો કરવાનો મતલબ શું છે ? પેપર ફૂટે અને ગેરરિતી થાય એ બંનેમાં તફાવત છે. વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિ થઇ છે પેપર ફૂટ્યું નથી. કેટલાક લોકો વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પરીક્ષાના તમામ CCTV ફૂટે જિલ્લા પોલીસ વડા અને તકેદારી આયોગ પાસે છે. 

ત્રણ દિવસ બાદ દાવો કરવાનો શું મતલબ -જીતુ વાઘાણી 

પરીક્ષાના ત્રીજા દિવસે લોકો સામે આવતાં જીતુ વાઘાણીએ પ્રશ્ન કર્યો હતો કે, પરીક્ષાના  પ્રથમ દિવસે શું તેમને સાપ ગળી ગયો હતો કે તેઓ સામે ન આવ્યા, સરકાર પારદર્શી વ્યવસ્થા માટે કટિબદ્ધ છે. ગેરરિતી કરતા લોકોની ધરપકડ કરાઇ હોવાનું પણ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે  કેટલાક લોકો વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાના એકશન સ્વરૂપે કામ કરી રહ્યા છે. તેવા લોકોએ  રાજકીય ફાયદો લેવા ઉમેદાવરોને કોઇ ભ્રમિત ન કરવા જોઈએ .

'વૉટ્સએપ ગ્રુપમાં પરીક્ષાનું પેપર વાયરલ થયું'

યુવરાજસિંહે જાડેજાએ સરકાર સમક્ષ દાવો કર્યો કર્યો હતો કે વનરક્ષકનું પેપર ચાલુ પરીક્ષાના 1.04 મિનિટમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું.સૌરાષ્ટ્રની અલગ અલગ 25 શાળાઓમાં ચિટિંગના બનાવો બન્યા છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે, વૉટ્સએપ ગ્રુપમાં વનરક્ષક પરીક્ષાનું પેપર વાયરલ થયું હતું પણ તેને પેપરલીક ગણવું કે પછી ચીટિંગ ગણવું એ અમે જાહેર જનતા પર મૂકીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તારમાંથી પેપર વાયરલ થયું હતું. અમે આધાર પુરાવા સાથે વાત કરીએ છીએ. આ સાથે પાલીતાણાની કોચિંગ સેન્ટરમાંથી પેપરના ફોટા વાયરલ થયા. આ સાથે રાજ્યની 25 શાળાઓમાં ચિટિંગના બનાવો બન્યા છે. અમે સરકારને ચાલુ પરીક્ષાએ પેપર વાયરલ થયું તેના પૂરાવા અમે આપીએ છીએ.આ સાથે રાજકોટ, ઉનાવા, તળાજાના સેન્ટરો પર ગેરરીતિ થઈ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ