બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ સોશ્યલ મિડીયાથી લઇને બોલિવૂડ સુધી નેપોટીઝમનો રેલો પહોંચ્યો છે. અભિનેત્રી કંગના સહિત મોટા સિતારા સામે આવી રહ્યાં છે અને ખુલીને નેપોટીઝમ પર વાત કરી રહ્યાં છે ત્યારે એક્ટર કરન પટેલે કંગના રનૌતને વળતો જવાબ આપ્યો છે. તેણે કહ્યું કે સુશાંતના નિધન બાદ તેની સાથે સંબંધ ન ધરાવનાર લોકો પણ ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
નેપોટીઝમ માત્ર સ્ટંટ છે
નવા લોકોને તક કેમ ન આપી
કરન પટેલે કંગના પર મૂક્યા પ્રશ્નાર્થ
એક ઇન્ટરવ્યૂમાં કરને કંગનાનું નામ લીધા વગર કહ્યું કે, ઉદાહરણ તરીકે હાલમાં જ એક અભિનેત્રી નેપોટીઝમ પર ખૂબ બોલી રહી છે અને તેણે થોડા સમય પહેલા જ પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે. તો જો તે એટલી મોટી સ્ટાર છે તો તેણે સુશાંતને તેની ફિલ્મમાં કેમ ન લીધો. તેણે પહેલા સોનૂ સૂદને ફિલ્મમાં લીધો બાદમાં બીજા કોઇ એક્ટરને. મે ક્યારેય તે અભિનેત્રીને નવા ડિરેક્ટર કે એક્ટર સાથે કામ કરતા નથી જોયા.
સાથે જ તેણે કહ્યું કે કંગનાની મેનેજર તેની બહેન રંગોલી છે, તે જ આખો બિઝનેસ જોવે છે તો કેમ તેણે નવા લોકોને નોકરી પર ન રાખ્યા. જે લોકો પાસે MBAની ડિગ્રી હોય તેવા લોકોને કેમ તેણે ચાન્સ ન આપ્યો?