બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / kangana calls ranbir kapoor skinny rat who will play lord ram in nitesh tiwari ramayana

મનોરંજન / રણબીર કપૂરને રામાયણમાં રામ બનવાનો રોલ મળતા કંગના બરાબરની ભડકી, કહ્યું આ સફેદ ઉંદરને તો...

Manisha Jogi

Last Updated: 08:16 AM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેત્રીએ રણબીર કપૂર પર નિશાન સાધ્યું છે. કંગના રનૌતે નામ નથી લીધું, પરંતુ જે પ્રકારે લખ્યું તેના પરથી સ્પષ્ટ રીતે સમજાઈ રહ્યું છે કે, રણબીર કપૂર પર નિશાન સાધવામાં આવ્યું છે.

  • કંગના રનૌત ફરી એકવાર ચર્ચાઓમાં આવી ગઈ
  • રામાયણમાં રામ બનવાનો રોલ મળતા કંગના ભડકી
  • રણબીર કપૂર પર સાધ્યું નિશાન

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર ચર્ચાઓમાં આવી ગઈ છે. અભિનેત્રીએ રણબીર કપૂર પર નિશાન સાધ્યું છે. કંગના રનૌતે નામ નથી લીધું, પરંતુ જે પ્રકારે લખ્યું તેના પરથી સ્પષ્ટ રીતે સમજાઈ રહ્યું છે કે, રણબીર કપૂર પર નિશાન સાધવામાં આવ્યું છે. 

ડાયરેક્ટર નિતેશ તિવારીએ થોડા દિવસ પહેલા ફિલ્મ ‘રામાયણ’ની જાહેરાત કરી હતી. જેમાં રણબીર કપૂર રામનું પાત્ર ભજવશે અને આલિયા ભટ્ટ સીતાનું પાત્ર ભજવશે. 

કંગના રનૌતે છેલ્લે ફિલ્મ ‘ધાકડ’માં કામ કર્યું હતું, આ એક સ્પાઈ થ્રિલર ફિલ્મ હતી. કંગના રનૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ ટૂંક સમયમાં રિલીઝ થશે. 

આ ફિલ્મમાં કંગના રનૌત ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવતી જોવા મળશે. આ ફિલ્મ પોસ્ટ પ્રોડક્શન ફેઝમાં છે. શનિવારે કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, ‘મેં સાંભળ્યું છે કે, ફિલ્મ ‘રામાયણ’ બનશે. જેમાં સ્કિની રેટ જોવા મળશે. જેને સન ટૈન અને દિમાગની પણ જરૂર છે. અન્ડર હેન્ડ પીઆર સ્ટંટ કરવા માટે જાણીતા છે. એક ડ્રગ એડિક્ટ છે તથા અનેકવાર યુવતીઓ સાથે ફ્લર્ટ કરતા પણ જોવા મળ્યો છે. પહેલા તે ખુદને ભગવાન શિવ સમજતો હતો અને અને ફિલ્મમાં બતાવ્યો હતો. આ ફિલ્મ કોઈએ જોઈ નથી અને હવે આ ફિલ્મના પાર્ટ્સ બનાવવા બાબતે વિચારણા કરવામાં આવી રહી છે. અને હવે આ વ્યક્તિ ભગવાન રામનું પાત્ર ભજવતો જોવા મળશે.’

કંગના રનૌત વધુમાં જણાવે છે કે, ‘એક યંગ સાઉથ સુપરસ્ટાર છે, જે ખુદને સેલ્ફમેડ કહે છે. એક ફેમિલીમેન પણ છે અને પારંપરિક બાબતો પર વિશ્વાસ રાખે છે. જેઓ થોડા ભગવાન રામ જેવા દેખાય પણ છે. તેમના ફેશિયલ ફીચર્સ સારા છે, પરંતુ તે રાવણની ભૂમિકા ભજવશે, આ કેવો કલ્યુગ છે? જય શ્રી રામ.’

તમને જણાવી દઈએ કે, કંગના રનૌત આ પોસ્ટમાં રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ વિશે વાત કરી રહી હતી. અભિનેત્રીએ એક્ટર કે ફિલ્મનું નામ લીધુ નથી, સીધુ નિશાન સાધ્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ