આ દિવસે માસિક કૃષ્ણ જન્માષ્ટમી વ્રત પણ રાખવામાં આવશે
Kalashtami 2023: હિંદુ ધર્મમાં કાલાષ્ટમી વ્રતનું વિશેષ મહત્વ છે. આ વ્રત દર મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે રાખવામાં આવે છે. આ ખાસ દિવસે ભગવાન શિવના રુદ્રાવતાર કાલ ભૈરવની વિધિવત પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, ભગવાન કાલ ભૈરવની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. તેની સાથે વ્યક્તિને માનસિક તણાવ, અનિદ્રા અને અનેક પ્રકારના ગ્રહ દોષોથી મુક્તિ મળી જાય છે. આવો જાણીએ કે, ભગવાન કાલ ભૈરવની પૂજાનો સમય અને શનિ-રાહુની કુદ્રષ્ટિથી મુક્તિના ઉપાય...
કાલાષ્ટમી 2023 વ્રત તિથિ
હિંન્દુ પંચાગ અનુસાર, અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 10 જૂને બપોરે 02:01 વાગ્યે શરૂ થશે અને 11 જૂને બપોરે 12:05 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં કાલાષ્ટમી વ્રત 10 જૂન 2023 શનિવારના રોજ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ ખાસ દિવસે માસિક કૃષ્ણ જન્માષ્ટમી વ્રત પણ રાખવામાં આવશે.
કાલાષ્ટમી 2023 વ્રતનો શુભ યોગ
પંચાંગમાં જણાવેલ અનુસાર, કાલાષ્ટમી વ્રતના દિવસે બે ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે. આ ખાસ દિવસે રવિ યોગ રચાઈ રહ્યો છે. જે પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જણાવી દઇએ કે, આ શુભ યોગ સવારે 05:23 થી બપોરે 03:39 સુધી રહેશે.
ગ્રહશાંતિ માટે કરો ભગવાન કાલ ભૈરવની પૂજા
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, શનિ અને રાહુના કારણે ઉત્પન્ન થતા અવરોધોથી મુક્તિ મેળવવા માટે ભગવાન કાલ ભૈરવની પૂજા વિશેષ ફળદાયી છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, કાલ ભૈરવનો જન્મ ભગવાન શિવના ક્રોધથી થયો હતો અને તેમનું સ્વરૂપ ખૂબ જ ભયાનક માનવામાં આવે છે. પરંતુ જે વ્યક્તિ પૂર્ણ ભક્તિથી તેની પૂજા કરે છે, તેની મનોકામના પૂર્ણ થવાના આશીર્વાદ મળે છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.