બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / વિશ્વ / justin trudeau repeat his wild allegations on india over hardeep singh nijjar killing

નિવેદન / શક્તિશાળી દેશો જ આવું કરશે તો દુનિયા ખતરનાક થઈ જશે: ટ્રુડોએ ફરી ભારત પર સાધ્યું નિશાન, જુઓ શું બોલ્યા

Dinesh

Last Updated: 05:43 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Canada Controversy : જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, શરૂઆતથી જ અમે આ વિશ્વનીય આરોપોથી વાકેફ થયા કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં ભારત સરકારના એજન્ટો સામેલ છે

  • કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના ફરી ભારત પર આરોપ
  • 'કેનેડિયન નાગરિકની હત્યામાં ભારત સરકારના એજન્ટો સામેલ'
  • 'કેનેડા એવો દેશ છે જે હંમેશા કાયદાનું પાલન કરે છે'


India Canada Controversy: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત પર ફરી એકવાર આક્ષેપ કર્યો છે. એક પત્રકારે ટ્રુડોને પૂછ્યું કે કેનેડાની ધરતી પર તેમના જ નાગરિક નિજ્જરની હત્યાની તપાસ ક્યાંથી સુધી પહોંચી. તપાસમાં કોઈ પ્રગતિ ન હોય તો શું અમેરિકાએ ભારત પ્રત્યે કેનેડા વતી કડક વલણ અપનાવવું જોઈએ? તેના જવાબમાં જસ્ટિન ટ્રુડોએ ફરી એ જ જૂના આરોપોનું પુનરાવર્તન કર્યું જે તેમણે કેનેડાની સંસદમાં ભારત પર લગાવ્યા હતા

ટ્રુડો ભારત આવ્યા ત્યારે પ્લેનમાં કોકેન હતું! પૂર્વ ડિપ્લોમેટના દાવાથી  કેનેડામાં મચી ગયો હડકંપ, PMOએ જુઓ શું આપ્યો જવાબ | justin trudeau came to  delhi in ...

'અમે ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છીએ'
જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, શરૂઆતથી જ અમે આ વિશ્વનીય આરોપોથી વાકેફ થયા કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં ભારત સરકારના એજન્ટો સામેલ છે. ત્યારે અમે ભારતનો સંપર્ક કર્યો અને તેમને આ મામલાના તપાસ કરવા કહ્યું હતું. તેમજ સહકાર આપવા વિનંતી કરી તેમજ તપાસમાં અમને સાથ આપવાનું કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, અમે આંતરરાષ્ટ્રીય કાયદા અને કેનેડિયન સાર્વભૌમત્વના આ ગંભીર ઉલ્લંઘન પર કાર્યવાહી કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ અને અમારા અન્ય મિત્ર દેશોનો પણ સંપર્ક કર્યો હતો. અમે ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છીએ.

'કેનેડા કાયદાનું પાલન કરે છે'
કેનેડાના પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમે અમારા તમામ સહયોગીઓ અને ભાગીદારો સાથે કામ કરવાનું ચાલુ રાખીશું, તપાસ એજન્સીઓ તેમનું કામ કરતી રહેશે. તેમણે કહ્યું કે, કેનેડા એવો દેશ છે જે હંમેશા કાયદાનું પાલન કરે છે અને તેના માટે અડીખમ રહે છે. સત્તા સાચા-ખોટાનો નિર્ણય લઈ શકે નહી. જો મોટા દેશો કોઈપણ પરિણામની ચિંતા કર્યા વિના આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરશે તો સમગ્ર વિશ્વ માટે જોખમી બની જશે. કેનેડાના ચંદન આર્ય દ્વારા પાર્લામેન્ટ હિલ પર આયોજિત કાર્યક્રમમાં કેનેડામાં ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્માને આમંત્રિત કરવાના સવાલ પર જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, અમે એકદમ સ્પષ્ટ છીએ કે અમે કામ કરવા ઈચ્છીએ છીએ. આ ગંભીર મામલે ભારત સાથે રચનાત્મક રીતે અમે આના તળિયે જવા માટે ભારત સરકાર અને વિશ્વભરના અમારા સાથીદારો સાથે સંપર્ક કર્યો છે. જેથી જ જ્યારે ભારતે વિયેના સંમેલનનું ઉલ્લંઘન કર્યું અને 40થી વધુ કેનેડિયન રાજદ્વારીઓની પ્રતિરક્ષાને રદ કરી ત્યારે અમે ખૂબ જ નિરાશ થયા હતા.

'વિશ્વભરના દેશો માટે આ ચિંતાનો વિષય'
જસ્ટિન ટ્રુડોએ કહ્યું, અમારા દ્રષ્ટિકોણથી આ બાબત પર વિચારો. કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં ભારત સરકારના એજન્ટો સામેલ હોઈ શકે છે એવું માનવા માટે અમારી પાસે ગંભીર કારણો છે. જેના પર ભારતનો જવાબ વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન કરીને કેનેડિયન રાજદ્વારીઓના કાઢવાનો હતો. વિશ્વભરના દેશો માટે આ ચિંતાનો વિષય છે. જ્યારે કોઈ દેશને લાગે છે કે તેના રાજદ્વારીઓ બીજા દેશમાં સુરક્ષિત નથી, ત્યારે આ સ્થિતિ આંતરરાષ્ટ્રીય સંબંધોને વધુ ખતરનાક અને ગંભીર બનાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ