બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / JOB NEWS FOR PANCARD HOLDERS, FASTLY LINK YOUR PAN CARD WITH AADHAAR OTHERWISE..., THIS IS LAST DATE

તમારા કામનું / PANCARD ધારકો માટે કામના સમાચાર, ફટાફટ તમારા પાનકાર્ડને આધાર સાથે લિંક કરી દો નહીંતર..., આ છે Last date

Vishal Khamar

Last Updated: 09:00 PM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે હજુ પણ તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લીંક નથી કર્યું તો જલ્દી થી તે કામ પૂર્ણ કરી લેજો. IT વિભાગ હવે કડક પગલા ભરી શકે છે.

  • પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લીંક નથી કર્યું તો જલ્દી થી તે કામ પૂર્ણ કરી લેજો
  • ઈન્કમટેક્ષ દ્વારા પાનકાર્ડને આધાર સાથે લીંક કરવા મુદ્દતમાં કર્યો વધારો
  • આધારકાર્ડ સાથે લીંક નહી કરવા પર પાનકાર્ડ નિષ્કિય થઈ જશે

 ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે ઈન્કમટેક્ષ વિભાગ આ મુદ્દતમાં વધારો કરવાનાં મૂડમાં નથી. એટલા માટે જ ઈન્કમટેક્ષ વિભાગ પાનકાર્ડ ધારકને જલ્દીથી પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરવાનું લોકોને કહી રહી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ ટેક્ષ બોર્ડ(CBDT) 30 જૂન બાદ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લીંક નહિ કરવાવાળાને 1000 નો દંડ પણ ફટકારવાનું નક્કી કર્યું છે. ત્યારે દંડ ભર્યા વગર તમે આધાર કાર્ડને લીંક કરી શકશો નહિ. જો તમારે દંડ ન ભરવો હોય તો તાત્કાલીક 31 માર્ચ 2023 પહેલા તમે આધાર કાર્ડની લિંક કરાવી શકીએ છીએ.

કોઈ કામનુ નહિ રહે પાનકાર્ડ

ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા પાનકાર્ડ સાથે લીંક નહિ કરવાવાળા લોકોને ચેતવણી આપવામાં આવી છે. ઈન્કમટેક્ષ વિભાગે ટ્વીટ કરીને લખ્યું છે કે 'આયકર અધિનિયમ1961 અનુસાર પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરવાની છેલ્લી તારીખ,  એ તમામ પાનકાર્ડ ધારકો જેઓ છુટની શ્રેણીમાં આવતા નથી. તા.31.3.2023 સુધી પાન કાર્ડના આધારકાર્ડ સાથે લીંક નહી કરવા પર પાનકાર્ડ નિષ્કિય થઈ જશે.'

દંડ ભરવો પડી શકે છે
ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે લોકોનું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક નથી તે તમામ લોકોનું પાનકાર્ડ બંધ થઈ જશે. જે બાદ પાનકાર્ડ ધારક મ્યુચ્યુઅલ ફંડદ સ્ટોક અને બેંક એકાઉન્ટ પણ ખોલાવી નહિ શકે. જો તમે બંધ થયેલ પાનકાર્ડનો ઉપયોગ કરશો તો તમારે દંડ પણ ભરવાનો વારો આવી શકે છે. ત્યારે ઈન્કમટેક્ષ એક્ટ 1961 ની કલમ 272B મુજબ તમને 10 હજાર સુધીનું દંડ ભરવો પડી શકે છે.

પાનકાર્ડને આધારકાર્ડ સાથે કેવી રીતે લીંક કરશો?

  • ઈન્કમ ટેક્સની ઓફિશિયલ વેબસાઈટ www.incometax.gov.in પર લોગઈન કરો
  • ક્વિક લિંક્સ વિભાગમાં જઈને આધાર લિંક પર ક્લિક કરો
  • તમારી સ્ક્રીન પર એક નવી વિન્ડો ખુલશે
  • તમારો PAN નંબર, આધાર નંબર અને મોબાઈલ નંબર અહીં દાખલ કરો
  • 'I validate my Aadhaar details'નો વિકલ્પ પસંદ કરો
  • તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. તેને ભરો અને પછી 'વેલીડેટ' પર ક્લિક કરો
  • દંડ ભર્યા પછી, તમારો PAN આધાર સાથે લિંક થઈ જશે.

દંડ કેવી રીતે ભરવો?
દંડ ભર્યા વિના તમારો PAN આધાર સાથે લિંક કરવામાં આવશે નહીં. તમારે દંડ ભરીને PAN ને આધાર સાથે લિંક કરવા માટે આ પોર્ટલની મુલાકાત લેવી પડશે. https://onlineservices.tin.egov-nsdl.com/etaxnew/tdsnontds.jsp પ્રોટીન. PAN-Aadhaar લિંક કરવાની વિનંતી માટે CHALLAN NO/ITNS 280 પર ક્લિક કરો અને ટેક્સ લાગુ પસંદ કરો. ફીની ચુકવણી માઇનોર હેડ અને મેજર હેડ હેઠળ સિંગલ ચલનમાં કરવાની રહેશે. આ પછી, નેટબેંકિંગ અથવા ડેબિટ કાર્ડમાંથી ચુકવણીની પદ્ધતિ પસંદ કરો. પછી તમારો PAN નંબર દાખલ કરો અને મૂલ્યાંકન વર્ષ પસંદ કરો અને સરનામું ભરો. છેલ્લું ખાનું ભર્યા બાદ પ્રોસેસ પર ક્લિક કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ