બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Jo Biden posted a video of his reelection of precedent of US 2024

BIG NEWS / US પ્રેસિડન્ટ જો બાયડનનું મોટું એલાન, ફરી લડશે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી, જાણો કોની સામે ટકરાશે

Vaidehi

Last Updated: 04:29 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US Presidential Election 2024: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને 2024માં બીજી વખત રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારનાં રૂપમાં પોતાના નામાંકનની ઘોષણા કરી છે. જુઓ VIDEO.

  • અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી 5 નવેમ્બર 2024નાં રોજ થશે
  • જો બાઈડન બીજી વખત ઉતરશે ચૂંટણીનાં મેદાનમાં 
  • VIDEO દ્વારા કરી પોતાની ઉમેદવારીની ઘોષણા

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને સોમવારે કહ્યું કે તે જનતાને ચૂંટણી અંગે ટૂંક સમયમાં માહિતી આપશે. સૂત્રો અનુસાર વ્હાઈટ હાઉસમાં એક કાર્યક્રમ દરમિયાન બાઈડને સંવાદદાતાઓને કહ્યું હતું કે હું ટૂંક સમયમાં પોતાની ચૂંટણી લડવાની યોજના અંગે સૌને જણાવીશ.અમેરિકી મીડિયા અને રાજનૈતિક વિશેષજ્ઞ અનુમાન લગાવી રહ્યાં છે કે ડેમોક્રેટ ઓફિશિયલી આ અઠવાડિયે પોતાનાં ચૂંટણી માટેનાં કાર્યક્રમો શરૂ કરશે. જો બાઈડને પોતાના રાષ્ટ્રપતિ પદની દ્વિતીય વખત ઉમેદવારી અંગે વીડિયો દ્વારા ઘોષણા કરી છે. જુઓ વીડિયો. 

'I know America' - જો બાઈડન
વીડિયોમાં તેમણે કહ્યું કે'I know America, મને ખબર છે કે આપણે સારા અને સભ્ય લોકો છીએ, મને ખબર છે કે આપણે હજુ પણ એ જ દેશ છીએ કે જે પ્રામાણિકતા અને આદરતામાં માને છે અને એકબીજાની સાથે સન્માનથી વર્તે છે. અમે માનીએ છીએ કે બધાં સમાન છે અને બધાને આ દેશમાં સફળ થવા માટે એકસમાન તકો મળવી જોઈએ.'

ટ્રંપ પણ ઊતરશે મેદાનમાં 
પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ કે જે 2020ની ચૂંટણીમાં જો બાઈડનથી હારી ગયાં હતાં, તેમણે ગતવર્ષે નવેમ્બરમાં 2024માં રાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન ઉમેદવારનાં રૂપમાં પોતાના નામની ઘોષણા કરી હતી. અમેરિતાની આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી 5 નવેમ્બર 2024નાં થશે.

ચૂંટણી પ્રચારની તૈયારીઓ થશે શરૂ
મીડિયા રિપોર્ટ અનુસાર વ્હાઈટ હાઉસનાં એક વરિષ્ઠ અધિકારી અને લાંબા સમયથી ડેમોક્રેટિક પાર્ટીની કાર્યકર્તા જૂલી શાવેજ રોડ્રિગ્ઝ, બાઈડનનાં ચૂંટણી અભિયાન અંગેની તમામ વ્યવસ્થાઓ કરશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ