બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / Jitendra Singh, who has been serving the destitute patients in Siwal for 15 years, from admission till discharge, his eyes will be wet knowing the reason.
Vishal Khamar
Last Updated: 10:28 PM, 31 July 2023
ADVERTISEMENT
આપણે સૌએ કોરોના કાળને ખુબ જ નજીકથી જોયો છે. ત્યારે કોરોનાં કાળ સમયે આપણા સગા પણ પારકા બની ગયા હતાં. કારણ કે એ સમયમાં કોઈ કોઈનું હતું નહીં. જો કે કોરોનાકાળ પુરો થઈ ગયો છે. તેમ છતા આવા બનાવો અનેક જગ્યાએ જોવા મળે છે કે જ્યાં પોતાના જ પારકા બની જાય છે અને પણ એવા સમયે કે જ્યારે તેમને પોતાના લોકોની વધારે જરૂર હોય.ત્યારે રાજકોટ સિવિલમાં જીતેન્દ્રસિંહ ચૌહાણ નામના વ્યક્તિ નિરાધાર, અશક્ત અને જેનો પરિવાર ન હોય તેવા લોકોને સિવિલમાં બને તેટલી મદદ કરીને દર્દીઓની ખોટ પૂરી રહ્યાં છે. સિવિલમાં આવતા આદિવાસી લોકો હોય અથવા તો જેનો કોઈ પરિવાર ન હોય તેવા લોકોને જીતેન્દ્રસિંહ પોતાના માવતર અને પરિવાર ગણીને તેની સેવા કરે છે.
ADVERTISEMENT
જીતેન્દ્રસિંહ ચૌહાણ છેલ્લા 15 વર્ષથી સેવા આપે છે
જીતેન્દ્રસિંહ ચૌહાણ આ વ્યક્તિ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 વર્ષથી પોતાની સેવા આપે છે. એ પણ કોઈ પણ જાતની ફી વગર.અહિંયા આવતા આદિવાસી, મજુર, નિરાધાર અને જે લોકોનું આ દુનિયામાં કોઈ નથી હોતુ તેવા લોકોનો આધાર આ જીતેન્દ્રભાઈ બને છે. એ દર્દીને વોર્ડમાં મુકવાથી લઈને ઘરે જાય ત્યાં સુધી તેની મદદ કરે છે.
જીતેન્દ્રસિંહ ચૌહાણ એવા લોકોની મદદ કરે છે જેમનાં પરિવારમાં કોઈ નથી
છેલ્લા 15 વર્ષથી આ સેવા કરવા પાછળનું કારણ એ જ છે કે તેને એક સમય એવો જોયો હતો કે જ્યારે તેનો દિકરો બિમાર હતો ત્યારે તેમની મદદ કરવા માટે કોઈ ન હતું. સિવિલમાં જઈને ક્યા ડોક્ટરને બતાવવું ક્યાંથી ક્યાં કેવી રીતે લઈ જવો. દવા કેવી રીતે લેવી સહિત અનેક સમસ્યાનો સામનો કર્યો હતો.ત્યારે તેમણે નક્કી કર્યું કે જ્યારે મારો દિકરો સાજો થઈ જશે. ત્યારે હું સિવિલમાં એવા લોકોની મદદ કરીશ કે જેમના પરિવારમાં કોઈ નથી. અથવા તો જે લોકોને સિવિલમાં ક્યાં કેવી રીતે જવું કેવી રીતે બધી પ્રોસેસ કરવી. આમ હવે જીતેન્દ્રસિંહ છેલ્લા 15 વર્ષથી ફ્રી સમયમાં સિવિલમાં લોકોની સેવા કરી રહ્યાં છે.
કોરોનાં સમયે જીતેન્દ્રસિંહે જીવની પરવા કર્યા વગર લોકોની સેવા કરી
કોરોના સમયમાં જીતેન્દ્રસિંહે લોકોની ખુબ જ સેવા કરી છે.તેમ છતા તેમને કોરોના પણ થયો નથી અને તેમણે એક પણ વેક્સિનના ડોઝ લીધા નથી. તેમનું કહેવુ છે કે છેલ્લા 15 વર્ષથી કરેલી સેવાનું આ પુણ્ય છે. જીતેન્દ્રસિંહ 108માં આવતા દર્દીને તેના વોર્ડ મુકી જાય છે. જેને સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે, સોનોગ્રાફીથી લઈને જે ડિપાર્ટમેન્ટની લોકોને ખબર નથી પડતી તે લોકોને તેઓ મદદ કરે છે અને તેને જે તે વોર્ડ સુધી લઈ જાય છે.
દર્દીઓ પણ જીતેન્દ્રભાઈની સેવા જોઈને દિલથી દુવા આપે છે
જે દર્દીનો કોઈ પરિવાર ન હોય તેને સ્ટ્રેચર પરથી વોર્ડમાં મુકી જાય. તેની દવા લઈ આવી આપે અને જ્યારે તે સાજા થઈ જાય. ત્યારે તેમને ઘર સુધી પહોંચાડવા માટેની પણ વ્યવસ્થા કરી આપે છે. જેથી દર્દીને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે. દર્દીઓ પણ જીતેન્દ્રભાઈની આ સેવા જોઈને તેમને દિલથી દુવા આપે છે.
બીજી હોસ્પિટલોમાં જઈને પૈસા ખર્ચ કરવા તેનાં કરતા રાજકોટની સિવિલ હોસ્પિટલ સારી
જીતેન્દ્રસિંહ કહે છે કે મોટી મોટી હોસ્પિટલમાં પૈસા બગાડવા તેના કરતા તમે સિવિલમાં આવીને પણ સારવાર લઈ શકો છો. કારણ કે અહિંયા તમને તમામ પ્રકારની સુવિધા મળે છે.આપણને એવુ લાગે કે ડોક્ટર્સ ધ્યાન નથી આવતા પણ અહિંયાના ડોક્ટર્સ પર વધારે બોજો હોય છે. તેમ છતાં તેઓ બરાબર રીતે સારવાર કરે છે. એટલા માટે બીજી હોસ્પિટલોમાં જઈને પૈસા ખર્ચ કરવા તેના કરતા રાજકોટની સિવિલ હોસ્પિટલ ખુબ જ સારી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.