બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / jija had heart attack while dancing with wife in sali wedding died on the spot people shocked watch video

હાર્ટએટેકથી મોત / VIDEO : કોને ખબર હતી સાળીના લગ્નમાં ઉડી જશે જીવ? પત્ની સાથે ડાન્સ કરી રહેલા યુવાનનું હાર્ટએટેકથી મોત

Hiralal

Last Updated: 07:53 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના સિરોહી જિલ્લાના એક ગામમાં 30 વર્ષીય યુવાનનું તેની સાળીના લગ્નમાં નાચતાં નાચતાં હાર્ટએટેકને કારણે મોત થતા ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.

  • રાજસ્થાનના સિરોહીના ગામની ઘટના
  • સાળીના લગ્નમાં 30 વર્ષીય યુવાનનું હાર્ટએટેકથી મોત
  • લગ્ન બંધ રખાયા, ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો 

હાર્ટએટેકે તો હવે લોકોનું જીવવું હરામ કરી મૂક્યું છે. ગમે ત્યારે સારા-માઠા પ્રસંગોએ આવીને જીવ લઈ જતો હોય છે. આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે અને હજુ પણ બની રહી છે.  ખુશીના પ્રસંગ એવા લગ્નમાં પણ હાર્ટએટેકથી મોતની ઘટના નવી નથી, ફરી આવી જ એક ઘટના બની છે. 

સાળીના લગ્નમાં નાચતાં આવ્યો હાર્ટએટેક 
રાજસ્થાનના સિરોહીમાં સાળીના લગ્નમાં ડાન્સ કરતી વખતે એક યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. યુવાનનું મોત થતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેવો યુવાન હાર્ટએટેકથી ઢળી પડ્યો કે તરત મરણચીસો ઉઠી હતી. સાસરીમાં જમાઈનું અચાનક મોત થતા પરિવારના તમામ સભ્યો શોકમગ્ન થઈ ગયા હતા. ડાન્સ કરતી વખતે યુવકના હાર્ટ એટેકનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ડાન્સ કરતી વખતે હાર્ટ એટેકથી મૃત્યુ પામનાર યુવકનું નામ પૂરણ સિંઘાનિયા હતું. તે પાલી જિલ્લાના સોજત શહેરના ઝટિયાનો રહેવાસી હતો. સાળીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે તે પત્ની ઉમા સાથે ઉદયપુરથી સિરોહી આવ્યો હતો. વરરાજા તેની સાળીના લગ્ન માટે પાલીથી પાલખી  લાવ્યો હતો. પૂરણ માત્ર 30 વર્ષનો હતો. પુરણ નર્સિંગનો કોર્સ કરી રહ્યો હતો અને શારીરિક રીતે તંદુરસ્ત હતો. 

પત્ની સાથે ડાન્સ કરી રહ્યો હતો
સિરોહીના સિંધુ ભવનમાં સાળીનો લગ્નપ્રસંગ હતો ત્યાં પૂરણ પત્ની ઉમા સાથે ડાન્સ ફ્લોર પર ડાન્સ કરી રહ્યો હતો. પતિ-પત્ની બંનેના ડાન્સથી પરિવારના સભ્યો ખુશ હતા અને તેમને પ્રોત્સાહિત કરી રહ્યા હતા. તે જ સમયે, પૂરણ અચાનક નૃત્ય કરતી વખતે નીચે પડી ગયો. સંબંધીઓ દ્વારા તરત જ તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે પૂરણને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. પૂરણને મૃત જાહેર કરતાં જ અરાજકતા ફેલાઈ ગઈ હતી. લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ. આ ઘટનાથી સૌ કોઈ ચોંકી ગયા હતા. બાદમાં પરિવારના સભ્યો પૂરણના મૃતદેહને ઘરે લઇ આવ્યા હતા. આ સાથે જ યુવાન પુત્રનું મોત નિપજતા તેના ઘરમાં જ પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ