બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / ગુજરાત / અમદાવાદ / Jeeru prices at lifetime high: Record break Rs 10,252, but know why Pal Ambalia said artificial boom

જામનગર / જીરૂના ભાવ લાઈફટાઈમ હાઇ: રેકોર્ડ બ્રેક 10, 252 રૂપિયા બોલાયા ભાવ, પણ જાણો પાલ આંબલીયાએ કેમ કહ્યું કૃત્રિમ તેજી

Vishal Khamar

Last Updated: 06:52 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે જીરૂનાં રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા છે. ત્યારે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે 10252 રૂપિયા સુધી ભાવ બોલાયા હતા. જીરાની ઓછી આવકને લઈને જીરૂમાં ઉંચા ભાવ બોલાયા છે. જીરાનાં ભાવ સારા મળતા ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે.

  • જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે જીરૂના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા
  • હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે 10252 રૂપિયા સુધી ભાવ બોલાયા
  • જીરીની ઓછી આવકને લઈને જીરુમાં ઉચા ભાવ બોલાય

કહેવત છે કે ધીરજનાં ફળ મીઠા હોય તે ઉક્તિ જીરાનાં વેપારીઓ તેમજ ખેડૂતો માટે સાચી પડી રહી છે. ત્યારે તાજેતરમાં જ પડેલ કમોસમી વરસાદનાં કારણે અમુક ખેડૂતોને જીરાનો પાક નિષ્ફળ જતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. પણ જે ખેડૂતોને  જીરાનો પાક સારા એવા પ્રમાણમાં થયો છે. તેના માટે જીરૂ હાલ સોના બરાબર છે. ત્યારે જીરાનાં પાકમાં માનવામાં ન આવે એટલી હદે તેજી આવતા ખેડૂત તેમજ વેપારી બંને ખુશખુશાલ છે. આ તેજી કોને તારશે તે તો આવનાર સમય જ બતાવશે. ત્યારે એશિયાનાં સૌથી મોટા ઊંઝા ગંજબજારને જીરા માટે સૌથી મોટું માર્કેટ ગણવામાં આવે છે. મંગળવારે ઊંઝા ગંજબજારમાં 20 કિગ્રા (મણ) નાં કોમોડીટીનાં ભાવ રૂા. 10,400 ની ઉંચાઈએ હતા. હાલ ખેડૂતો બજારમાં જીરાની રોજ 10 થી 12 હજાર જેટલી બોરીઓ ઠલવી રહ્યા છે.

જીરાનાં ભાગમાં આગઝરતી તેજી બાબતે પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, આ વખતે જીરાની મોટી પ્રમાણમાં માંગને લઈ ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. હાલ જીરાના રેકોર્ડ બ્રેક ભાવ બોલાઈ રહ્યા છે. જીરાના ભાવમાં વધારો થતા ખેડૂતો અને વેપારીઓ ખુશ થઈ ગયા છે. જો કે હાલ જીરાની ખૂબ સૉલ્ટેજ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. પરંતુ આ પાછળનું કારણ કંઈક અલગ જ ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોએ મોટાભાગનો એટલે કે 99% જીરાનો માલ 6 થી 6:30 હજારમાં વેચી નાખ્યો છે. પરંતુ હવે જીરા નો ભાવ ₹10,000 ઉપર બોલાવવા લાગ્યો છે.

મારા સહિત અનેક ખેડૂતોએ જીરું છ થી સાત હજાર માં વેચી નાખ્યુંઃ પાલભાઈ આંબલીયા
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ 10,252 બોલાયો છે. પરંતુ આ પાછળ મોટા વેપારી અને ખેડૂતો કંઈક અલગ જ કારણ જણાવી રહ્યા છે. સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયાએ વી ટીવી સાથેની વાતમાં જણાવ્યું હતું કે મારા સહિત અનેક ખેડૂતોએ જીરું છ થી સાત હજાર માં વેચી નાખ્યું છે.  હાલનો ભાવ ખોટો છે કૃત્રિમ તેજી છે જીરૂનો માલ જ નથી એવી હવા ઉભી કરી છે. એની પાછળનું કારણ વેપારીઓએ કરેલો સ્ટોક છે અને કંઈક જીરામાં સટ્ટો પણ જવાબદાર ગણી શકાય અનેક વેપારીઓએ 6,000 માં જીરું મળતું હતું. ત્યારે ખેડૂતો પાસે ખરીદી અને સ્ટોક કરી લીધો છે અને હાલ માર્કેટમાં જીરાની અછત સર્જી છે. માટે ઊંચા ભાવ બોલાય છે.

20 દિવસમાં એવું તે શું થયું કે વાયદામાં આટલો ઉછાળો આવ્યો
રાજકોટ યાર્ડમાં વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલ કામાણીએ જણાવ્યું હતું કે હાલ ખૂબ જ માલની સૉર્ટેજ છે. જેથી જીરુંના ભાવ ઉંચા બોલાય છે.  રાજકોટના જીરાના એક મોટા વેપારીએ નામ ન આપવાની શરતે vtv સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આવો રેકોર્ડ બ્રેક ભાવ સાંભળી અમારું મગજ પણ કામ નથી કરતું. 20 દિવસ પહેલા 430 રૂપિયાનો વાયદો હતો આજે 535 નો વાયદો છે. 20 દિવસમાં એવું તો શું થઈ ગયું કે વાયદામાં આટલો ઉછાળો આવ્યો આ પ્યોર સટ્ટો છે. સત્તાના કારણે માલ નથી માલ નથી શોર્ટ જ છે એમ કરી અને ભાવ વધારો ઠોકી બેસાડવામાં આવે છે અમારી દ્રષ્ટિએ આ સટ્ટો રમાઈ રહ્યો છે..

આ આગઝરતી તેજી કોને ડૂબાડશે અને કોનો તારશે?
ત્યારે મોટા ભાગનાં ખેડૂતોએ પોતાનો માલ 6000 થી 7000 વેચી દીધો છે. ત્યારે હાલ તો વેપારીઓ જીરાનો સ્ટોક કરીને બેઠા છે. ત્યારે જીરામાં હાલ આવેલ આગઝરતી તેજી કોને ડૂબાડશે અને કોને તારશે? તે આગામી સમયમાં ખબર પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ