બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / Javed Akhtar say "It is dangerous for Animal film to become a hit not the producers but The viewers are held responsible

મનોરંજન / જાવેદ અખ્તરે કેમ કહ્યું "એનિમલ ફિલ્મનું હિટ થવું છે ખતરનાક"? નિર્માતા નહીં દર્શકોને ઠેરવ્યા જવાબદાર

Megha

Last Updated: 11:59 AM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' વિશે વાત કરતાં જાવેદ અખ્તરે કહ્યું કે, 'આ ફિલ્મનું હિટ થવું એ ખૂબ જ ખતરનાક બાબત છે. કેવા પ્રકારની ફિલ્મો બનશે તે નક્કી કરવાની જવાબદારી દર્શકોની છે. '

  • જાવેદ અખ્તરે કહ્યું ફિલ્મ 'એનિમલ' હિટ થવું એ ખતરનાક બાબત છે.'
  • કોઈ પુરુષ કહે કે સ્ત્રીને થપ્પડ મારવામાં ખોટું શું? અને એ ફિલ્મ હિટ થઈ ગઈ. 
  • કેવા પ્રકારની ફિલ્મો બનશે તે નક્કી કરવાની જવાબદારી દર્શકોની છે.

રણબીર કપૂરની ફિલ્મ એનિમલ વર્ષ 2023 ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક હતી. સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મે ખૂબ પૈસા છાપ્યા અને નિર્માતાઓ અનુસાર આ ફિલ્મે વિશ્વભરમાં 900 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. જો કે આ ફિલ્મને લઈને ચાલી રહેલ અઢળક ચર્ચાઓની બીજી એક બાજુ પણ છે. 

આ ફિલ્મ દેશભરમાં હિટ રહી હોવા છતાં ઘણા લોકોએ તેની ઘણી ટીકા પણ કરી હતી અને અત્યાર સુધી થઈ રહી છે. સામાન્ય દર્શકો જ નહીં પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ પણ ફિલ્મની ઘણી ટીકા કરી હતી. હાલમાં જ જાવેદ અખ્તરે પણ 'એનિમલ' વિશે વાત કરતાં કહ્યું હતું કે, 'આ ફિલ્મનું હિટ થવું એ ખૂબ જ ખતરનાક બાબત છે.'

જાવેદ અખ્તરને અજંતા-ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તે દરમિયાન તેણે આજના સિનેમાના હીરો વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે, 'મને લાગે છે કે આજના લેખકો સામે આ સમસ્યા છે કે કેવી રીતે હિરોને આજના જમાનાનો હીરો કહી શકાય? તે કેવી રીતે કહેવું. શું કહેવું? આ મૂંઝવણ ત્યાં છે કારણ કે સમાજમાં મૂંઝવણ છે. શું સાચું અને ખોટું શું એ વિશે જ્યારે સમાજ સ્પષ્ટ હોય છે, ત્યારે તમને તમારી ફિલ્મો માટે સારા કેરેક્ટર્સ મળે.' 

કિસ્સો એવો છે કે એક સમયે જીવન ખૂબ જ સાદું હતું. શ્રીમંત લોકો આ કહનીઓમાં ખરાબ દેખાડવામાં આવતા અને ગરીબ લોકો સારા હતા. હવે આપણા બધાના મનમાં એક જ પ્રશ્ન છે કે કોન બનેગા કરોડપતિ? તેથી હવે આપણે અમીરોને ખરાબ દેખાડી શકીએ નહીં. આપણે પોતે અમીર બનવા માંગીએ છીએ. તો અમે કોને ખરાબ કહી શકીએ? 

આગળ વાત કરતાં એમને કહ્યું કે, 'મને લાગે છે કે યુવા ફિલ્મ નિર્માતાઓ માટે આ એક મોટી કસોટી છે. આજે તમે કેવા પાત્રને રજૂ કરશો અને સમાજ કયા પાત્રના વખાણ કરશે? જો કોઈ ફિલ્મ જ્યાં કોઈ પુરુષ સ્ત્રીને કહે કે ચલ મારા ચંપલ ચાટ, જો કોઈ પુરુષ કહે કે સ્ત્રીને થપ્પડ મારવામાં ખોટું શું છે અને એ ફિલ્મ સુપર-ડુપર હિટ થઈ જાય, તો તે ખૂબ જ ખતરનાક બાબત છે.' લોકો મને પૂછે છે, 'સર, આજકાલ ગીતો કેવા બને છે?' છ-સાત લોકો મળીને ગીતો બનાવે છે. ‘ચોલી કે પીછે ક્યા હૈ’ એક માણસ દ્વારા લખવામાં આવ્યું હતું, જે બે પુરુષો દ્વારા રચવામાં આવ્યું હતું અને બે છોકરીઓ એ તેના પર ડાન્સ કર્યો હતો. આ આઠ-દસ લોકો થોડા પ્રોબ્લેમ છે. સમસ્યા એ છે કે આ ગીત સુપરહિટ થઈ ગયું હતું. કરોડો લોકોએ આને પસંદ કર્યું. આ એક ડરામણી બાબત છે. 

જાવેદ અખ્તરે વધુમાં કહ્યું કે સિનેમા નિર્માતાઓ કરતાં સિનેમા જોનારાઓની મોટી જવાબદારી છે. કેવા પ્રકારની ફિલ્મો બનશે તે નક્કી કરવાની જવાબદારી દર્શકોની છે. આપણી ફિલ્મોમાં ક્યા મૂલ્યો હશે, કઈ નૈતિકતા હશે અને લોકો શું નકારશે તે નક્કી કરવાનું દર્શકો પર છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ