બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Jasprit Bumrah became the father of the son, told the name of the little guest to the fans on social media

વધામણી / જસપ્રીત બુમરાહના ઘરે થયો નાના મહેમાનનો જન્મ, સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને ચાહકોને જણાવ્યું નામ

Megha

Last Updated: 10:55 AM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપની વચ્ચે શ્રીલંકા છોડીને મુંબઈ પરત ફરેલા જસપ્રીત બુમરાહ પિતા બની ગયો છે. પુત્રનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાંની સાથે નામ પણ જણાવ્યું.

  • ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પિતા બની ગયો
  • બુમરાહે પોતાના પુત્રનો ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો 
  • બુમરાહ એશિયા કપની વચ્ચે શ્રીલંકા છોડીને મુંબઈ પાછો ફર્યો હતો

Jasprit Bumrah: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે. આ સ્ટાર ખેલાડી પિતા બની ગયો છે. જસપ્રીતની પત્ની અને ટીવી પ્રેઝન્ટર સંજના ગણેશે 4 સપ્ટેમ્બરે સવારે પુત્રને જન્મ આપ્યો હતો. આ પ્રસંગે બુમરાહ તેની પત્ની સાથે હતો. આ કારણોસર, તે એશિયા કપની વચ્ચે શ્રીલંકા છોડીને મુંબઈ પાછો ફર્યો હતો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by jasprit bumrah (@jaspritb1)

જસપ્રીત બુમરાહ પિતા બની ગયો
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પિતા બની ગયો છે. એશિયા કપની વચ્ચે શ્રીલંકા છોડીને મુંબઈ પરત ફરેલા બુમરાહે પોતાના પુત્રનો ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ ફોટો સાથેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, “અમારો નાનો પરિવાર હવે મોટો થઈ ગયો છે. આજે સવારે અમે અંગદ જસપ્રિત બુમરાહનું દુનિયામાં સ્વાગત કર્યું. અમે ખૂબ જ ખુશ છીએ અને અમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો છે." 

હજુ હમણાં જ ટીમમાં પરત ફર્યો છે બુમરાહ
બુમરાહ હાલમાં જ ઈજા બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. બુમરાહની પીઠની વારંવારની ઈજાને કારણે ચાલુ વર્ષે માર્ચમાં ન્યુઝીલેન્ડમાં સર્જરી કરવામાં આવી હતી અને ત્યાર બાદ તે ફિટનેસ મેળવવા માટે એનસીએમાં રિહેબ પર હતો. આ પછી તેને સીધો જ આયર્લેન્ડ પ્રવાસ માટેની ટી-20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો. ત્યારબાદ બુમરાહને એશિયા કપ માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. 

આજે બુમરાહને બદલે શમી કે સિરાજની મળી શકે તક 
બુમરાહ નેપાળ સામેની મેચ બાદ ભારતીય ટીમની સાથે જોડાઈ જશે. પરંતુ આજે નેપાળ સામેની મેચમાં બુમરાહના બદલે દિગ્ગજ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવી શકે છે. શમીને પાકિસ્તાન સામે તક મળી નહતી. આવી સ્થિતિમાં નેપાળ સામેની મેચમાં શમી ઉપરાંત મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુર ભારતીય ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળી શકે છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ચોથા ફાસ્ટ બોલરની ભૂમિકામાં જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ