બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Jaspreet Bumrah will have practice match next month in NCA

આતુરતા / વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયામાં ઘાતક બોલરની થશે એન્ટ્રી, ડાંડિયા ખેરવી બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરવામાં માહેર, રોજની 7 ઓવરની પ્રેક્ટિસ

Vaidehi

Last Updated: 07:01 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાનાં સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ટૂંક સમયમાં ક્રિકેટ મેચમાં વાપસી કરી શકે છે. NCAમાં પ્રેક્ટિસ મેચ દરમિયાન તેમની ફીટનેસ ચેક કરવામાં આવશે.

  • બોલર જસપ્રીત બુમરાહ ફીટનેસ પર કરી રહ્યાં છે કામ
  • NCA નેટ અભ્યાસમાં 7 ઓવરની કરી બોલિંગ
  • આવતા મહિને પ્રેક્ટિસ મેચમાં થશે ફીટનેસ ચેક

ક્રિકેટનાં ફેન્સ માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાનાં સ્ટાર ખેલાડી બુમરાહ ઈન્ટરનેશનલ મેચમાં પોતાની વાપસી કરી શકે છે. હાલમાં ભારતીય ક્રિકેટ ટીમનાં તેજ બોલર જસપ્રીત બુમરાહે રાષ્ટ્રીય ક્રિકેટ અકાદમી NCAમાં નેટ અભ્યાસ દરમિયાન 7 ઓવરની બોલિંગ કરી છે. તેમના આ પ્રેક્ટિસ સેશન્સને જોયા બાદ શક્ય છે કે તેઓ ટૂંક સમયમાં મેચમાં પોતાની વાપસી કરે. અનેક રિપોર્ટસ્ દાવો કરી રહ્યાં છે કે બુમરાહ આયરલેન્ડની સામેની સીરીઝથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરશે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by jasprit bumrah (@jaspritb1)

બુમરાહ મેચમાં વાપસી ક્યારે કરશે ?
રિપોર્ટ કહે છે કે આ પ્રકારની ઈજા કેટલા સમયમાં રિકવર થઈ જાય તેનો ચોક્કસ સમય જણાવવો મુશ્કેલ છે પરંતુ હાલમાં NCAની નેટ પર બુમરાહે સાત ઓવરની બોલિંગ કરી છે. તેમનું આ પર્ફોર્મન્સ જોઈને કહી શકાય કે તેઓ પોતાની ફીટનેસ પર કામ કરી રહ્યાં છે. માહિતી અનુસાર તેઓ આવતા મહિને NCAમાં કેટલીક પ્રેક્ટિસ મેચ રમશે જે દરમિયાન તેમની ફિટનેસનું પરીક્ષણ કરવામાં આવશે.

'મોટી મેચો પહેલા ઘરેલૂ મેચમાં રમવું જોઈએ'
ટીમ ઈન્ડિયાનાં પૂર્વ 'સ્ટ્રેંથ એન્ડ કંડીશનિંગ' કોચ રામજી શ્રીનિવાસને કહ્યું કે બુમરાહની વાપસીમાં ઘણી સાવચેતી રાખવી જોઈએ. NCAમાં પ્રેક્ટિસ મેચ રમવું સારો સ્ટેપ છે કારણ કે તેનાથી તેમના શરીરને મેચની માંગ અનુરૂપ તૈયાર કરવામાં મદદ મળશે. મોટી મેચોનાં સ્તર પર પાછા લાવવા પહેલાં તેમણે કેટલીક ઘરેલૂ મેચોમાં રમવું જોઈએ.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by jasprit bumrah (@jaspritb1)

બુમરાહ હતાં ઈજાગ્રસ્ત
બુમરાહને પીઠમાં વારંવાર દુ:ખાવો થઈ રહ્યો હતો જેની સર્જરી માર્ચ મહિનામાં ન્યૂઝીલેન્ડમાં કરવામાં આવી હતી. બુમરાહે પોતાની છેલ્લી મેચ સપ્ટેમ્બર 2022માં ઑસ્ટ્રેલિયાની સામે ઘરેલૂ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન રમી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ