બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Jasdan's BJP leader's audio went viral and there was a commotion

રાજકોટ / જેણે બાવળિયા સાહેબને જીતાડયા છે.. તેનું રાજકારણ પતાવી દેવા માંગો છો.' જસદણના ભાજપ નેતાનો ઓડિયો વાયરલ થતાં ખળભળાટ

Kishor

Last Updated: 10:31 PM, 2 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જસદણમાં ભાજપના વોર્ડ નંબર-6ના નગરસેવિકાની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. જેમાં ભાજપ આગેવાન સામે ચોંકાવનારા દવા કરતા રાજકારણ ગરમાયું છે.

  • રાજકોટના જસદણમાં ભાજપમાં જૂથવાદ સામે આવ્યો
  • ભાજપના વોર્ડ નંબર-6ના નગરસેવિકાની ઓડિયો ક્લીપ વાયરલ
  • મહિલા અગ્રણીના પતિને ફસાવવા રાજકીય કાવાદાવાના નિષ્ફળ પ્રયાસનો ઉલ્લેખ 

રાજકોટના જસદણનો જૂથવાદ વર્ષોથી  જગજાહેર છે. તેવામાં જેમાં ભાજપના વોર્ડ નંબર-6ના નગરસેવિકાની ઓડિયો ક્લીપ વાયરલ થતા રાજકરણ ગરમાયુ છે અને ભાજપમાં ચાલતી આંતરિક ટાંટિયા ખેંચ બહાર આવી છે. જેમાં મહિલા આગ્રણીના પતિને ફસાવવા રાજકીય કાવાદાવાના નિષ્ફળ પ્રયાસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાજપ નેતા સોનલબેન વસાણીએ ખુલાસા કર્યા છે.

સ્થાનિક તંત્રના અધિકારીઓની કામગીરી અંગે પણ ઓડિયોમાં ઉલ્લેખ
ચૂંટણીમાં કુંવરજી બાવળીયા માટે કામ કર્યું તે કોઈને ગમ્યું ન હોવાનું સૂચક નિવેદન આપ્યું હતું. વધુમાં જસદણના સ્થાનિક તંત્રના અધિકારીઓની કામગીરી અંગે પણ ઓડિયોમાં ઉલ્લેખ કરાયો છે. તે જ રીતે નામ લીધા વગર પ્રદેશ નેતાને ઓડિયો દ્વારા ચેતવણી આપી કહ્યું કે મારા પતિના બિઝનેસમાં ઘણી વખત રેડ પડાવી છે. પોતાની પાસે પણ પુરાવા હોય,સમયાંતરે જાહેર કરવાની ચેતવણી આપી છે વધુમાં ખોટી રીતે હેરાન કરાતા હોવાનો નગરસેવિકાએ આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ઓડિયોમાં જણાવ્યું કે

જે ઓડિયોમાં જણાવાયા અનુસાર ''પ્રદેશ ક્ષાના નેતાના વેચાયેલા પત્રકાર સાહેબને થોડી કસરત કરવી પડી છે આમા એ પત્રકાર સાહેબ જ મામલતદાર સાહેબની બાઇટ લે છે અને બ્રેકિંગ ન્યુઝમાં આપે અને કહે છે જસદણમાં સસ્તા અનાજનો જથ્થો પકડાયો.. તો કેમ એવી ચોખવટ નથી કરતા કે એ ત્રણ દિવસ પહેલાનું બધું છે અને હવે બધું ગોઠવણ કરી આગાળ વધે ત્યારે કઇ થાયને આ લોકોનું.. આ તો રાજકીય કાવાદાવા કરવાના હતા એટલે.. પરંતુ પ્રદેશકક્ષાના નેતાને ઉચ્છ કક્ષાના નેતાને આટલી હલકી રાજનીતિ શોભા નથી દેતી સાહેબ કારણ કે અત્યારે જે લોકો બાવળિયા સાહેબની ચૂંટણીમાં કામ કર્યું છે એનું લિસ્ટ હાથમાં લઇને ફરો છો, સિરિઝથી તમે પાડી દેવા માંગો છે તે આખું જસદણ બધું જાણે છે..  ઉચ્ચકક્ષાના નેતા જે પ્રદેશમાં બિરાજમાન છે એમને તો શું છે કે ભાજપ એટલે હું અને હું એટલે ભાજપ.. મારી પ્રાઇવેટ પેઢી મને જસદણની ટિકિટ મળે તો બધા કામ કરો... અને સક્રિય રહો નહી તો આ તાલુકો નિષ્ક્રય રહેવો જોઇએ અને આ સીટ જવી જોઇએ..  બે કાન ખોલીને સાંભળી લેજો તમે અમને ભલે માનસિક પાડી દેવા માંગતા હો પણ અમે છેલ્લી ઘડી સુધી ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા તા, કરવાના છીએ અને કરતા રહીશું.. તમે પ્રદેશકક્ષાના નેતા થઇ અમારા જેવા નાના કાર્યકરો માટે આટલી કસરત કરવી પડતી હોય તો તમે ક્યાં સુધી પહોંચશો તે તમે વિચારી લેજો... બાકી અમે તો ધંધો કરતા તા, કરીએ છીએ અને કરતા રહીશું.. બે કાન ખોલીને સાભળી લેજો રેડ મારે ત્યાં પહેલીવાર નથી પાડાવી કેટલી વખત આવી ગયા છો.. હજી મોકલતા રહેજો. હજુ એકવાર સાંભળી લેજો મહેલોને ખંડેર કરનારી કિડી જ હોય છે એટલે તમે નાના કાર્યકરોને હેરાન કરશો તો આગામી દિવસોમાં પાર્ટીમાં તમારું કોઇ સ્થાન નહીં રહે.. કારણ કે અમારી પાછળ પણ કોઇ નથી એવું નથી હોતું બધા આજે ઉપલા લેવલ સુધી ખબર છે તમે જે સ્ટંટ કરાવ્યો છે.. અને તમે આ ગેંગ તમારી એલર્ટ કરી છે જસદણમાં એનેય જરા સમજાવજો..મારી પાસે તમારા ઘણા એવા પૂરાવા છે.. અને કયા પુરાવા છે એ તમે ખૂબ સારી રીતે જાણો છો.. અને હું પણ સમયઅનુસાર એ રજૂ કરીશ. પ્રેસ કોંફરન્સ બોલાવીને રજૂ કરીશ''.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ