બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / japan earthquake tsunami: What is the connection between an eartquake and tsunami

આફત / એક લહેર અને જે રસ્તામાં આવ્યું તેનો ખાતમો! વિનાશ વેરી દેતી સુનામી આવે છે કઈ રીતે? ભૂકંપ સાથે સંબંધ શું?

Vaidehi

Last Updated: 05:23 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાપાનમાં શક્તિશાળી ભૂકંપ બાદ હવે સુનામીની ચેતવણી આપી દેવામાં આવી છે. સ્થાનિકોને તટીય વિસ્તાર છોડીને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યાં છે. પણ શું તમે જાણો છો કે આખરે સુનામી કેવી રીતે આવે છે?

  • જાપાનમાં ભૂકંપ આવ્યાં બાદ હવે સુનામીનો ખતરો
  • ભૂકંપને લીધે આવી શકે છે જાપાનનાં અનેક વિસ્તારોમાં સુનામી
  • સ્થાનિકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાની કામગીરી શરૂ

જાપાનનાં ઈશિકાવા પ્રાંતનાં નોટોમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપ બાદ તરત જ ઈશિકાવામાં સુનામીની ચેતવણી પણ આપી દેવામાં આવી. ભૂકંપનાં ઝટકા જાપાનની રાજધાની ટોક્યો અને કાંટો ક્ષેત્ર સુધી અનુભવાયા હતાં. જાપાની સાર્વજનિક પ્રસારક NHKએ સુનામીની ચેતવણી બાદ 5 મીટર સુધીની લહેરો થવાની સંભાવના દર્શાવતાં લોકોને તટીય વિસ્તારો છોડવા અને બિલ્ડિંગ અથવા ઊંચી જગ્યાઓ પર સ્થળાંતરિત થવા માટે અનુરોધ કર્યો હતો. 

સુનામી આવે કેવી રીતે છે? 
પ્રાકૃતિક આફતોમાં સુનામી સૌથી ખતરનાક માનવામાં આવે છે. સુનામીની સ્પીડ જેટથી પણ વધારે તેજ હોય છે. ત્યારે હવે એ સવાલ ઊઠે છે કે સુનામી આવે કેવી રીતે છે?  સુનામી શબ્દ જાપાની શબ્દ તુસ એટલે કે તટ અને નામી એટલે કે લહેરને મળાવીને બન્યો છે. સુનામી આવવાનું સૌથી મોટું કારણ સમુદ્રની અંદર ભૂકંપ આવવું, જ્વાળામુખી ફાટવું, બ્લાસ્ટ થવો કે લેંડસ્લાઈડ થવી વગેરે માનવામાં આવે છે. તેના લીધે સમુદ્ર કિનારે ભારે મુશ્કેલીઓ પેદા થવા લાગે છે.

ભૂકંપ અને સુનામી વચ્ચેનો સંબંધ
સમુદ્રી તટ પર જ્યારે ભૂકંપ અથવા તો કોઈ કારણોસર ધરતી પર ભારે ધ્રુજારી થાય છે ત્યારે પાનીની કોલમ ખસકવા લાગે છે. આ બાદ વાઈબ્રેશનથી 500 કિમી/કલાકની સ્પીડથી લહેર પેદા થાય છે. જ્યારે આ લહેર કિનારાની તરફ વધે છે ત્યારે તેની સ્પીડ ઓછી થવા લાગે છે પણ ઊંચાઈ ઘણી વધારે હોય છે. જેના કારણે લોકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. દુનિયાની 80% સુનામી પ્રશાંત મહાસાગરનાં રિંગ ઓફ ફાયર ઝોનમાં આવે છે. ભૂકંપ અને જ્વાલામુખીનાં લીધે આ ક્ષેત્ર વધુ સક્રિય ક્ષેત્ર છે. તેથી આસપાસનાં વિસ્તારમાં સૌથી વધારે સુનામી આવે છે. પાણીની અંદર સુનામીની સ્પીડ ઉપરની સપાટીની સરખામણી ઘણી વધારે હોય છે.

વાંચવા જેવું: જાપાનમાં 7.5ના ભૂકંપ બાદ ત્રાટકેલી સુનામીનો પહેલો વીડિયો આવ્યો સામે, જુઓ તાંડવ

પ્રશાંત મહાસાગરમાં 3/4 સુનામી આવે છે
ચોંકાવનારી વાત તો એ છે કે પાણીમાં સુનામીની સ્પીડ 800 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. ક્યારેક તો સુનામી એક દિવસની અંદર આખું મહાસાગર પાર કરી લે છે. જ્યારે જમીન કે પાણીમાં આ સ્પીડ 23થી 45 કિમી/કલાક સુધીની રહે છે. દરેક તટીય ક્ષેત્ર અને નદી આસપાસ સુનામીનો ખતરો રહે છે પણ સીધો મેગાથ્રસ્ટનો સામનો કરનારા કિનારાઓ પર આ સંભાવના સૌથી વધારે હોય છે. વૈજ્ઞાનિકો અનુસાર દુનિયાની લગભગ 3/4 સુનામી પ્રશાંત મહાસાગરમાં આવે છે જ્યાં મેગાથ્રસ્ટ ઘણી સામાન્ય વાત છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ