બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / Jammu and Kashmir DDC election results: Omar Abdullah says BJP should understand now, mandate is with us
Nirav
Last Updated: 10:55 PM, 22 December 2020
ADVERTISEMENT
કાશ્મીરની સ્થાનિક ચૂંટણીઓમાં જીતથી પ્રોત્સાહિત NC ના વાઇસ પ્રેસિડેન્ટ ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે આ ચૂંટણી પરિણામો એવા લોકોનો પ્રતિસાદ છે જેમણે કહ્યું કે અમને કાશ્મીરમાંથી ભૂંસી દેવામાં આવ્યા છે. આ પરિણામો તે લોકો માટે એક પાઠ છે જેમણે આક્ષેપ કર્યો હતો કે અમે કુટુંબ અને માત્ર કુટુંબની પાર્ટી છીએ.
ADVERTISEMENT
કલમ 370 ની પુન: સ્થાપના માટેના પરિણામ : ઓમાર
ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે હવે અમારી પાસે જનાદેશ છે કે અમે ઓગસ્ટ 2019 માં જમ્મુ-કાશ્મીર ની પરિસ્થિતિમાં થયેલા બદલાવ સામે લડી શકીએ અને કલમ 370 ની પુન:સ્થાપના માટે સંઘર્ષ કરી શકીએ. કલમ 370 ના અંત પછી પ્રથમ ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતાં ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે તે અમારા માટે મુશ્કેલ કામ હતું. ગયા વર્ષના આ સમય સુધી, અમે જેલમાં બંધ હતા.અમે ચૂંટણીમાં જોડાવાનું નક્કી કર્યું ત્યાં સુધીમાં ચૂંટણીની ઘોષણા થઈ ચૂકી હતી.
ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે કેટલાક લોકો જે પોતાને જમ્મુ-કાશ્મીરના નિષ્ણાંત માને છે તેઓ કહેતા હતા કે નેશનલ કોન્ફરન્સ અને પીડીપી ભૂંસાઈ ગઈ છે. આ લોકો હવે નહીં રહે, આ લોકો પરિવારના નેતાઓ છે, જનતા તેમની સાથે નથી. પરંતુ આજના પરિણામો સાથે, આ બધી ધારણાઓનો નાશ કરવામાં આવ્યો છે. કલમ 370 ના સંદર્ભે ઓમરે કહ્યું કે અમે આ ચૂંટણીને પ્રજામત નથી બનાવ્યો, પરંતુ તેઓએ આ હોવાનું કહ્યું હતું અને હવે જ્યારે ચૂંટણીનાં પરિણામો આવ્યા છે, ત્યારે તેમણે આનો જવાબ આપવો જોઈએ.
આ ચૂંટણીનો સંદેશ શું છે?
ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે આ પરિણામોનો સંદેશ સ્પષ્ટ છે અને સંદેશ એ છે કે લોકો કલમ 370 માં કરવામાં આવેલા ફેરફારો અને 2019 માં રદ્દ કરેલા વિશેષ દરજ્જાને સ્વીકારતા નથી અને લોકો ભાજપના તે પ્રચારને પણ સ્વીકારતા નથી કે જેમાં તેઓ કહે છે કે J&K ના લોકો કલમ 370 રદ્દ કરવાની તરફેણમાં છે.
હવે ગુપકાર ગઠબંધન શું કરશે ?
આ ચૂંટણી પરિણામો પછી, ગુપકાર એલાયન્સનું આગળનું પગલું શું હશે આ સવાલના જવાબમાં ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે હવે અમારી પાસે કલમ 370 ને હટાવવાની વિરુદ્ધ સંઘર્ષનો જનાદેશ છે. અમે કલમ 370 ની પુન:સ્થાપના માટે સંઘર્ષ ચાલુ રાખીશું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.