બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / jammu and kashmir anantnag encounter martyred colonel manpreet singh

જમ્મુ-કાશ્મીર / ચલો, હું ફોન મૂકું, ઓપરેશન પતાવીને વાત કરીશ: એન્કાઉન્ટરમાં શહીદ મનપ્રીત સિંહના અંતિમ શબ્દો રડાવી દેશે

Arohi

Last Updated: 10:34 AM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jammu Kashmir Anantnag Encounter: કર્નલ મનપ્રીતે છેલ્લી વખત પોતાના પરિવાર સાથે 13 સપ્ટેમ્બરે સવારે 6.45 મિનિટ પર વાત કરી હતી. પરિવાર સાથેની છેલ્લી વાતમાં તેમણે કહ્યું ચલો, હું ફોન મૂકું, ઓપરેશન પતાવીને વાત કરીશ.

  • આતંકીઓ સાથે અથડામણમાં શહીદ થયા મનપ્રીત સિંહ
  • શહીદ મનપ્રીત સિંહના અંતિમ શબ્દો રડાવી દેશે
  • પરિવાર સાથે છેલ્લી વખત 13 સપ્ટેમ્બરે કરી હતી વાત 

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે અથડામણમાં ભારતીય સેનાના બે અધિકારી અને એક DSP શહીદ થયા છે. શહીદ જવાનોમાં રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહનું પણ નામ છે. સેના મેડલથી સન્માનિત કર્નલ મનપ્રીત ઓપરેશનને લીડ કરી રહ્યા હતા. 

મનપ્રીત સિંહની સ્ટોરી 
કર્નલ મનપ્રીત સિંહ પંજાબના ચંડીગઢની પાસે આવેલા ગામ ભારોનજીયનના રહેવાસી હતા. તે 19 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાંડિંગ ઓફિસર હતા. એક રિપોર્ટ અનુસાર કર્નલ ફિલ્ડ પોસ્ટિંગ આવનાર ચાર મહિનામાં પુરી થવાની હતી. જેના બાદ તેમને બીજી પોસ્ટિંગ મળવાની હતી. 

પત્ની અને બે બાળકો હતા. 
કર્નલ મનપ્રીતની પત્ની જગમીત ગ્રેવાલ હરિયાણા શિક્ષા વિભાગમાં લેક્ચરર છે. તેમના બે બાળક ચે. 6 વર્ષનો એક દિકરો અને 2 વર્ષની એક દિકરી. કર્નલ મનપ્રીત લગભગ 17 વર્ષ પહેલા સેનામાં ભરતી થયા હતા. તેમના પિતા જેમનું મૃત્યુ થઈ ચુક્યું છે તે પણ સેનામાં સેવા આપી ચુક્યા છે. 

કર્નલ મનપ્રીતના પરિવારના એક સદસ્યએ જણાવ્યું કે જ્યારે તે લેફ્ટેનેન્ટ કર્નલના પદ પર હતા તો તેમને સેના દ્વારા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

સવારે થઈ હતી પરિવાર સાથે છેલ્લી વાત 
એક રિપોર્ટ અનુસાર મનપ્રીતે છેલ્લી વખત પોતાના પરિવાવાર સાથે 13 સપ્ટેમ્બરે સવારે 6.45 મિનિટ પર વાત કરી હતી. કર્નલ મનપ્રીતના પરિવારે જણાવ્યું હતું કે તે એક ઓપરેશનમાં વ્યસ્ત છે. અને સાંજે 7 વાગ્યા પછી વાત કરશે. 

ઈનપુટ મળ્યા બાદ શરૂ થયું ઓપરેશન 
રિપોર્ટ અનુસાર અનંતનાગના ગડૂલ વિસ્તારમાં 12 સપ્ટેમ્બરે સાંજે સેનાનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ રાત્રે ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું. 13 સપ્ટેમ્બરે સવારે આતંકીઓ વિશે ઈનપુટ મળવા પર ઓપરેશન ફરીથી શરૂ કરવામાં આવ્યું. કર્નલ મનપ્રીત સિંહ ઓપરેશનને લીડ કરી રહ્યા હતા. ત્યારે જ આતંકીઓએ તેમના પર ફાયર કરી નાખ્યું. તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. 

જાણકારી અનુસાર સુરક્ષાબળોને 13 સપ્ટેમ્બરે સવારે વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓના હોવાની સુચના મળી હતી. જેના બાદ સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમોએ ફરી ઓપરેશન શરૂ કર્યું હતું. સૂત્રાના હવાલે જાણવા મળ્યું કે ભાગતા 2-3 આતંકી ઉચાઈ વાળી જગ્યા પર પહોંચી ગયા હતા. તેનો ફાયદો ઉઠાવીને તેમણે સૈનિકો પર ગોળીબાર કર્યો જેમાં 3 મોટા અધિકારીઓના મોત થઈ ગયા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ