બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

logo

તારક મહેતાના 'સોઢી'નો ગુમ થયા બાદ પહેલી વખત સામે આવ્યો CCTV ફૂટેજનો વીડિયો

logo

કોંગ્રેસને વધુ એક ઝટકો, અરવિંદર સિંહ લવલીએ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

logo

લોકસભા ચૂંટણી 2024: ઓછા મતદાનથી રાજકીય પક્ષોની ચિંતા વધી, કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે મતદાનનો સમય બદલવાની કરી માગ

VTV / ગુજરાત / ભાવનગર / Jagdish Thakor's big statement about Yuvraj Singh, said has taken a new turn

ભાવનગર / 'યુવરાજસિંહ ડમીકાંડ બહાર લાવ્યા, તોડકાંડ.. ' યુવરાજસિંહ વિશે જગદીશ ઠાકોરનું મોટું નિવેદન, કહ્યું નવો વળાંક આવ્યો

Vishal Khamar

Last Updated: 11:58 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર ડમીકાંડ મુદ્દે હવે રાજકીય નેતાઓ તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ ભાવનગર ખાતે હતા.તેઓએ ડમીકાંડ મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

  • ભાવનગર ડમીકાંડ મુદ્દે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના પ્રહાર
  • યુવરાજસિંહ ડમીકાંડ બહાર લાવ્યા, તોડકાંડ બાદમાં બહાર આવ્યો-જગદીશ ઠાકોર
  • આ પહેલા પણ 27 જેટલા પેપર ફૂટવાની ઘટનાઓ બની છે-જગદીશ ઠાકોર

ભાવનગર ડમીકાંડ મુદ્દે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના સમર્થનમાં આવ્યા છે. આ બાબતે કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, યુવરાજસિંહ ડમીકાંડ બહાર લાવ્યા, તોડકાંડ બાદમાં બહાર આવ્યો. આ પહેલા પણ 27 જેટલા પેપર ફૂટવાની ઘટનાઓ બની છે. સરકાર પરીક્ષા મામલે નિષ્ફળ ગઈ છે. હવે ડમી કાંડ ઉમેદવાર કાંડમાં પણ નવો વળાંક આવ્યો છે. ત્યારે સરકાર આ કૌભાંડ કેમ ચાલે છે તે શોધી નથી શકતી. પેપરકાંડમાં એક પણ વ્યક્તિને દાખલો બેસે તેવી કાર્યવાહિ કરી નથી. 

ડમીકાંડ મુદ્દે કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની પ્રતિક્રિયા

પેપર ફોડનાર એકપણ વ્યક્તિને કાયદાકીય અસરકારક સજા નથી કરીઃ જગદીશ ઠાકોર
ડમીકાંડ મુદ્દે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે,  જે રીતે ડમીકાંડ પેપરનાં મુદ્દાઓ છે.  એ રીતે ઘણા સમયથી આ કૌભાંડ ચાલે છે. અને કહેવાય છે કે મધ્યપ્રદેશનાં વ્યાપમ ગોટાળા કરતા પણ આ વ્યાપક ડમીકાંડ હોય, પેપર ફૂટવાનાં બનાવો તોય ગુજરાતમાં બની રહ્યા છે. આ બની કેમ રહ્યા છે. તે સરકાર શોધતી નથી. 27-27 પેપરો ફૂટ્યા એ પેપર ફોડનાર એકપણ વ્યક્તિને કાયદાકીય એવી અસરકારક સજા નથી કરી કે  ગુનો દાખલ નથી કર્યો. કે જેથી વિદ્યાર્થીઓને ભરોસો બેસે કે સરકાર આ પેપર ફોડવાવાળાની સામે ગંભીર છે. 
60 ટકા લોકોને સરકાર પરથી ભરોસો ઉઠી ગયો છેઃ જગદીશ ઠાકોર
ભાઈ યુવરાજ જાડેજા પોતે આ સમગ્ર બાબતો બહાર લાવ્યા.  અને પછીનો જે એપિસોડ થયો.  કે એમણે રૂપિયા લીધા,  માંગણી કરી અને એ બધુ થયું જ. મારે કહેવું છે સરકારને કે તમારી પાસે જે કંઈ આ તમારી એક રૂમમાં બેસીને જે તપાસ કરો છો.  બે પાંચ દસ મીડિયાનાં લોકોને હાજર રાખી તપાસ કરોને. દાખલો એવો તો બેસાડો કે ગુનેગારને અમે છોડવાનાં નથી.  પણ સાથે સાથે જે બેરોજગાર યુવાનો હતાશ થઈ ગયા. 17 લાખ લોકોએ નોકરીઓ માટેનાં ફોર્મ ભર્યા.  અને એમાં 40 ટકા લોકોએ પરીક્ષા આપી. કારણ કે સરકારમાંથી 60 ટકા લોકોને ભરોસો ઉઠી ગયો. આ ભરોસો ઉઠી ગયેલા બેરોજગાર યુવાનોને વાંચા આપવાનું કામ આવનારા દિવસોમાં મે મહિનામાં કોંગ્રેસ કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ