બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / itr filing rule axis bank and lpg price big change from 1st august

તમારા કામનું / LPGમાં રાહતથી લઇને IT રિટર્ન પર 5 હજાર સુધીનો દંડ..., આજથી આ 7 નિયમોમાં મોટો ફેરફાર

Arohi

Last Updated: 09:05 AM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rules Change From 1st August: LPG સિલિન્ડરની કિમતોથી લઈને ક્રેડિટ કાર્ડ અને ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈ કરવા સુધીના નિયમોમાં ફેરફાર થવાનો છે. એવામાં તમારા માટે આ ફેરફાર વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.

  • આજથી બદલાઈ જશે આ નિયમો 
  • આટલા ફેરફાર જાણી લેવા જરૂરી 
  • આજથી આ 7 નિયમોમાં મોટો ફેરફાર

આજથી નવા મહિનાની શરૂઆત થઈ ચુકી છે. મંગળવાર એક ઓગસ્ટ 2023થી દેશમાં ઘણા મોટે ફેરફાર થવા જઈ રહ્યા છે. જેની સામાન્ય નાગરીકના જીવન પર સીધી અસર થશે. તેમાં રાંધણ ગેસ સિલિન્ડરના ભાવથી લઈને નવા ઘર ખરીદવા સુધીના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે.

તેના ઉપરાંત ક્રેડિટ કાર્ડથી લઈને ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા સુધી જોડાયેલા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આવો જાણીએ કે ઓગસ્ટ 2023થી દેશમાં કયા- કયા ફેરફાર થવા જઈ રહ્યા છે. 

ITR ફાઈલ કરવા પર થશે દંડ 
એસેસમેન્ટ યર 2022-2023 માટે ઈનકમ ટેક્સ રિટર્ન એટલે કે ITR દાખલ કરવા માટે લાસ્ટ ડેટ 31 જુલાઈ 2023 હતી. જોકે આ ડેડલાઈન તે ટેક્સપેયર્સ માટે છે. જેમણે પોતાના ખાતાનું ઓડિટ નથી કરાવ્યું. 1 ઓગસ્ટથી તમારે ITR ભરવા માટે દંડ ભરવો પડી શકે છે. 

સસ્તો થશે LPG
ઓઈલ કંપનીઓએ ફક્ત કમર્શિયલ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડ્યા છે. ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ આ પ્રકારના ફેરફાર નથી કરવામાં આવ્યા. સરકારી ઓઈલ કંપનીઓ આ મહિનાની પહેલી તારીખે રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરી શકે છે.  

ડેવલપર્સે લગાવવું થડશે QR કોડ 
મહારાષ્ટ્ર રિયલ સ્ટેટ રેગ્યુલેટરે ડેવલોપર્સની એક ઓગસ્ટથી બધી જાહેરાત અને પ્રમોશન પર QR કોડ લગાવવા કહ્યું છે. જેથી ઘર ખરીદનારને તેના વિશે તરત જાણકારી મળી શકે છે. આમ ન થવા પર ડેવલોપર્સને 50,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. દંડ લગાવ્યા બાદ પણ જો કોઈ ડેવલોપર્સ QR કોડ નહીં લગાવે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 

Axis Bank ક્રેડિટ કાર્ડ યુઝર્સને ઝટકો 
જો તમે એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ યુઝર છો. તો પછી પહેલી ઓગસ્ટ 2023 તમારા માટે ઝટકો આપનાર તારીખ છે. હકીકતે, બેંક ક્રેડિટ કાર્ડ કેશબેક અને ઈન્સેટિવ પોઈન્ટને ઓછા કરવા જઈ રહી છે. હવે તેમાં 1.5 ટકા જ કેશબેક મળશે. 

જણાવી દઈએ કે ફેરફાર Axis Bank ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે કરવામાં આવી રહ્યા છે. જે 12 ઓગસ્ટથી પ્રભાવી થશે. એક્સેસ બેંક અને ફ્લિપકાર્ટથી ખરીદી કરનાર લોકોને આ તારીખથી શોપિંગ પર ઓછું કેશબેક મળશે. 

બાસમતી ચોખા માટે સ્ટાન્ડર્ડ 
FSSIએ ભારતમાં પહેલી વખત બાસમતી ચોખા માટે મર્યાદા નક્કી કરી છે જે એક ઓગસ્ટથી લાગુ થશે. FSSIને આશા છે કે નક્કી સ્ટાન્ડર્ડ ગ્રાહકોના હિતોની રક્ષા કરશે અને આ સુનિશ્ચિત કરશે કે બજારમાં વેચવામાં આવતા બાસમતી ચોખાની ખાસ સુગંધ હશે. 

તેમાં કોઈ પણ પ્રકારની કૃત્રિમ સુગંધ અને રંગ નહીં હોય. આ નિયમ ભૂરા બાસમતી ચોખા, મિલ્ડ બાસમતી ચોખા, ઉકાળેલા ભુરા બાસમતી ચોખા અને મિલ્ડ ઉકાળેલા બાસમતી ચોખા પર લાગુ થશે. 

ઈ-રાઈસ યોજના 
એક ઓગસ્સથી મોટાભાગના વ્યવસાયોને ઈ-ઈનવોઈસિંગ યોજના હેઠળ લાવવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય બિઝનેસ-ટૂ બિઝનેસ વેચાણને ટ્રેક કરવાનો છે અને નાના વ્યવસાયોને ગુડ્સ અને સર્વિસ ટેક્સ વગર ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા વેચવાની પરવાની આપવામાં આવશે. ઈ-રાઈસ યોજના રિટેલ લેવલ પર વેચાણ ઉપરાંત અન્ય બધા વેચાણને કવર કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ