બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / it is difficult to loss the weight for women over the age of 30, know the reasons

લાઇફસ્ટાઇલ / ઉંમર વધતાની સાથે જ મહિલાઓને વજન ઘટાડવામાં થાય છે ભારે મુશ્કેલી, શું તમે જાણો છો કેમ? આ રહ્યાં મુખ્ય કારણો

Vaidehi

Last Updated: 04:12 PM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉંમર વધવાની સાથે વજન ઘટાડવું મુશ્કેલ થતું જાય છે. પુરુષોની સરખામણીએ મહિલાઓમાં આ સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. જાણો આવું થવા પાછળનાં કારણો.

  • ઉંમર વધવાની સાથે વજન ઘટાડવું મુશ્કેલ
  • મહિલાઓ માટે વજન ઘટાડવું પડકારરૂપ
  • લાઈફસ્ટાઈલથી લઈને શારીરિક ફેરફારો કારણરૂપ

શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે ઉંમર વધવાની સાથે જ મહિલાઓ માટે વજન ઘટાડવું અઘરું થઈ જતું હોય છે? આપણાં શરીરમાં અનેક એવી વસ્તુઓ છે જે શરીરનાં વિકાસમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. વજન ઓછું કરવું ઘણીવાર અઘરું થતું હોય છે. જેમ-જેમ તમારી ઉંમર વધે છે તેમ-તેમ તમારી બોડી, ડાયટ, આદત, સ્લીપ પેટર્ન વગેરે બદલવા લાગે છે અને આ બધી ચીજો તમારા વેઈટ લોસમાં અવરોધક બને છે.

હાર્મોનલ બદલાવ
મહિલાઓનાં જીવનમાં અનેક પ્રકારનાં ફેઝ આવે છે જેમાં પીરિયડ્સ, પ્રેગ્નેંસી અને મેનોપોઝ હોય છે. મેનોપોઝ એક નેચરલ બાયોલોજિકલ ફેઝ છે જેમાં મહિલાઓનાં શરીરમાં હાર્મોન સંબંધિત અનેક પ્રકારનાં ફેરફાર થાય છે. મેનોપોઝ દરમિયાન મહિલાઓનાં શરીરમાં એસ્ટ્રોજનનું લેવલ ઘટવા લાગે છે જેના લીધે ફેટ વધવા લાગે છે.

મેટાબોલિઝમ ધીમું થવું
ઉંમર વધવાની સાથે લોકોનું મેટાબોલિઝમ નબળું પડવા લાગે છે. 30 વર્ષની ઉંમર બાદ મેટાબોલિઝમ ધીમું પડે છે. જો તમે ખાન-પાન પર ધ્યાન નથી આપતાં અને રેગ્યુલર કસરત નથી કરતાં તો વજન વધી શકે છે અને આ વજનને ઘટાડવામાં પણ મુશ્કેલી આવી શકે છે.

સ્લીપ પેટર્ન
જેમ-જેમ તમારી ઉંમર વધે છે તેમ-તેમ રાતમાં ઊંઘવું અઘરું થવા લાગે છે. ઉંમર વધવાને લીધે લોકો 5-6 કલાકની નિંદર પણ મેળવી શકતાં નથી હોતા. સારી રીતે ઊંઘ પૂરી ન થવાને કારણે પણ વજન વધવા લાગે છે.

ખરાબ લાઈફસ્ટાઈલ
ઉંમર વધવાની સાથે તમારી લાઈફસ્ટાઈલ પણ ઓછી એક્ટિવ રહે છે. ઉંમરનાં કારણે તમારું એનર્જી લેવલ પણ સ્લો થઈ જાય છે. તેની પાછળ દિવસભર કામ કરવું કે ખરાબ લાઈફસ્ટાઈલ હોવાનું કારણ હોઈ શકે છે. જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો તમારે હેલ્ધી અને એક્ટિવ લાઈફસ્ટાઈલ અપનાવવી જોઈએ.

મસલ લોસ
ઉંમર વધવાને લીધે મસલ લોસ થવા લાગે છે જેના કારણે શરીરમાં ફેટ વધવા લાગે છે. તેવામાં જરૂરી છે કે તમે નિયમિત કસરત કરો. અઠવાડિયામાં 3 વખત જિમ જરૂરથી જવું જોઈએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ