બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Isudan Gadhvi's statement heated up politics

નિવેદન / ગુજરાતમાં ભાજપના નેતાઓની મિલીભગતથી ફી વધી રહી છે, ઈસુદાન ગઢવીના નિવેદનથી રાજકારણ ગરમાયું

ParthB

Last Updated: 04:09 PM, 31 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે. જેની વચ્ચે ગુજરાતની શિક્ષણ નીતિને લઈને AAP નેતા ઇસુદાન ગઢવી મહત્વનું નિવેદન આપ્યું છે.

  • ચૂંટણીને લઇ રાજકીય પક્ષો એક્શનમાં
  • શિક્ષણ નીતિ પર બોલ્યાં ઇસુદાન ગઢવી
  • 4 વર્ષમાં ખાનગી શાળાઓમાં 20 ટકાથી વધુ ફી વધી 

ગુજરાત શિક્ષણ નીતિને લઇ AAP નેતા ઇસુદાન ગઢવીનું નિવેદન

2022નું વર્ષ અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ જશે ત્યારે અત્યારથી જ ચૂંટણીના લઈને વિવિધ રાજકીય પક્ષો એક્શનમાં આવી રહ્યાં છે. જેની વચ્ચે ગુજરાતી  શિક્ષણ નીતિને લઇ AAP નેતા ઇસુદાન ગઢવીએ મહત્વનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં ખાનગી શાળાઓમાં 20 ટકાથી વધુ સ્કૂલ ફી વધી છે. 

ભાજપના નેતાઓની મિલીભગતથી ફી વધે છે: ગઢવી

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના નેતાઓની મિલીભગતથી ફી વધી રહી છે. મહત્વનું છે કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષો ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. તેમ છતાં પણ ફી નથી ઘટી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે , હાલમાં જ ચૂંટાયેલી પંજાબમાં ભગવંત માનની સરકારએ સત્તા પર આવતાં જ મોટો નિર્ણય લીધો છે. ભગવંત માને જણાવ્યું હતું કે, પંજાબમાં કોઇપણ ખાનગી શાળા આ સત્રમાં ફી વધારો કરી શકશે નહીં. શિક્ષણના ક્ષેત્રે આમ આદમી પાર્ટી ક્રાંતિકારી નિર્ણયો લઇ રહી છે 

ગુજરાત સરકાર FRCમાં વાલીઓને સ્થાન આપે: ગઢવી

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર FRCમાં વાલીઓને સ્થાન આપે તેમજ જો આગામી દિવસોમાં ફી વધારો પાછો નહીં ખેંચાય તો આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલન કરશે. આ સાથે કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂને લઇ ઇસુદાન ગઢવી પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, કોઈપણ સારા લોકો આવે તો અમે તેમને જોડાવા માટે આવકારીએ છીએ 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ