પાર્ટીમાં મોટા ફેરફાર /
ઈશુદાન ગઢવી બન્યાં AAPના ગુજરાત ચીફ, ગોપાલ ઈટાલિયા નેશનલ જોઈન્ટ સેક્રેટરી
Team VTV02:53 PM, 04 Jan 23
| Updated: 03:02 PM, 04 Jan 23
આમ આદમી પાર્ટીએ ગુજરાત સંગઠનમાં મોટા ફેરફાર કરીને ઈશુદાન ગઢવીને પ્રદેશાધ્યક્ષ બનાવ્યાં છે.
AAPએ ગુજરાતમાં સંગઠનમાં કર્યો મોટો ફેરફાર
ઈશુદાન ગઢવીને બનાવાયા ગુજરાત અધ્યક્ષ
ગોપાલ ઈટાલિયાને નેશનલ જોઈન્ટ સેક્રેટરી બનાવાયા
ગુજરાતમાં કારમા પરાજય બાદ પાર્ટીએ કર્યાં સંગઠનમાં મોટા ફેરફાર
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજય બાદ આમ આદમી પાર્ટીએ પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર કર્યાં છે. પાર્ટીએ કરેલા સંગઠનમાં ફેરફાર અનુસાર, ગોપાલ ઈટાલિયાને બદલે હવે ઈશુદાન ગઢવીને ગુજરાત પ્રદેશાધ્યક્ષ બનાવ્યાં છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીથી એક પ્રેસ રિલિઝ કરીને આ વાતની જાણકારી આપી હતી.
ગોપાલ ઈટાલિયા નેશનલ જોઈન્ટ સેક્રેટરી નિમાયા
આમ આદમી પાર્ટીએ ગુજરાત પ્રદેશાધ્યક્ષ તરીકે ગોપાલ ઈટાલિયાને હટાવી દીધા છે અને તેમને નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહ પ્રભારી બનાવાયા છે.
અલગ અલગ ઝોનમાં નિમાયા કાર્યકારી અધ્યક્ષ
આમ આદમી પાર્ટીએ ગુજરાતના અલગ અલગ ઝોનના સ્ટેટ પ્રેસિડન્ટ પણ જાહેર કર્યાં છે જે અનુસાર અલ્પેશ કથિરિયાને સુરત ઝોનના, ચૈતર વસાવાને સાઉથ ગુજરાત ઝોન, ડો.રમેશ પટેલને નોર્થ ગુજરાત ઝોન, જગમલ વાળાને સૌરાષ્ટ્ર ઝોન તથા કૈલાશ ગઢવીને કચ્છ ઝોનના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે.