બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / ISRO chief made a big statement about Chandrayaan 4

Mission Chandrayaan 4 / મિશન એક, રોકેટ બે... હવે ન્યૂ મિશન પર ISRO, ચંદ્રયાન 4ને લઇ ચીફે આપ્યું મોટું નિવેદન

Priyakant

Last Updated: 11:04 AM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mission Chandrayaan 4 Latest News: હવે ચંદ્રયાન-4ની તૈયારી કરી રહ્યું છે ઇસરો, આ પહેલીવાર હશે જ્યારે એક જ મિશનને પૂર્ણ કરવા માટે એક નહીં પરંતુ બે રોકેટ લોન્ચ કરવામાં આવશે.

Mission Chandrayaan 4 : ઈસરોએ ગયા વર્ષે ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઈતિહાસ રચ્યો હતો. ભારત માટે આ કોઈ રેકોર્ડથી ઓછું ન હતું. આ પછી ઇસરો હવે ચંદ્રયાન-4ની તૈયારી કરી રહ્યું છે. આ પહેલીવાર હશે જ્યારે એક જ મિશનને પૂર્ણ કરવા માટે એક નહીં પરંતુ બે રોકેટ લોન્ચ કરવામાં આવશે. આ વખતે ચંદ્રની સપાટી પર ઉતર્યા બાદ મોકલવામાં આવેલ ચંદ્રયાન પણ ત્યાંથી કેટલાક સેમ્પલ લઈને પરત આવશે. જો કે, ચંદ્રયાન-4ને લોન્ચ કરવામાં હજુ સમય છે. તેને વર્ષ 2028 પહેલા લોન્ચ કરવામાં આવનાર છે.

એક મિશન અને રોકેટ બે
ઈસરોએ માહિતી આપી હતી કે, પ્રથમ વખત એક જ મિશનને પૂર્ણ કરવા માટે બે રોકેટ લોન્ચ કરવામાં આવશે. આ વખતે ચંદ્રયાન-4 પોતાની સાથે ચંદ્રના ખડકો અને માટી (રેગોલિથ) સાથે પરત ફરશે. બે અલગ-અલગ રોકેટ હેવી લિફ્ટર LVM-3 અને ISROનું વર્કહોર્સ PSLV એક જ ચંદ્ર મિશન માટે અલગ-અલગ પેલોડ વહન કરશે અને અલગ-અલગ દિવસોમાં લોન્ચ કરવામાં આવશે. જો મિશન સફળ થશે તો ચંદ્રની સપાટી પરથી નમૂનાઓ પરત કરવાની ક્ષમતા ધરાવતું ભારત ચોથું રાષ્ટ્ર બનશે.

વધુ વાંચો: માલદીવને મોટો ઝટકો: ઘટ્યાં ભારતીય પ્રવાસીઓ, જાણો સંખ્યા ક્યાંથી ક્યાં જઇને અટકી?

ચંદ્રયાન-4 વિશે શું કહ્યું ઇસરો ચીફે ?
ઈસરોના અધ્યક્ષ એસ.સોમનાથે તાજેતરમાં નેશનલ સ્પેસ સાયન્સ સેમિનારમાં જણાવ્યું હતું કે, ચંદ્રયાન-4 મિશનનો ધ્યેય ચંદ્રની સપાટી પરથી માટીના નમૂનાઓ એકત્રિત કરીને તેમને પૃથ્વી પર પાછા લાવવાનો છે જેથી વૈજ્ઞાનિકો તેનો અભ્યાસ કરી શકે. અગાઉના ચંદ્રયાન મિશનમાં 2-3 અવકાશયાન હતા, જ્યારે ચંદ્રયાન-4માં પાંચ હશે. આ ભાગો છે - પ્રોપલ્શન મોડ્યુલ (મોશન કંટ્રોલ), ડીસેન્ડર મોડ્યુલ (મૂન લેન્ડર), પ્રેષક મોડ્યુલ (ચંદ્ર પર પાછા ફરવા માટે), ટ્રાન્સફર મોડ્યુલ (એક ભ્રમણકક્ષામાંથી બીજી ભ્રમણકક્ષામાં જવા માટે) અને રી-એન્ટ્રી મોડ્યુલ (પૃથ્વી પર પાછા ફરવા માટે).

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ