બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

VTV / ભારત / India's boycott puts Maldives tourism in jeopardy, Indian tourists down

India Maldives Relations / માલદીવને મોટો ઝટકો: ઘટ્યાં ભારતીય પ્રવાસીઓ, જાણો સંખ્યા ક્યાંથી ક્યાં જઇને અટકી?

Priyakant

Last Updated: 10:50 AM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Maldives Relations Latest News: માલદીવની મુલાકાત લેનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ગયા વર્ષની સરખામણીમાં 33 ટકાનો ઘટાડો થયો

India Maldives Relations : માલદીવને હવે ભારત સાથેનો વિવાદ મોંઘો પડી રહ્યો છે પછી તે પ્રવાસન ક્ષેત્રનો હોય કે તબીબી સહાયનો. તાજેતરમાં જ માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નસીહે પોતાના લોકો વતી ભારતની જનતાની માફી માંગી હતી. ટાપુ દેશની એક ખાનગી વેબસાઈટે તાજેતરમાં માલદીવના પ્રવાસન મંત્રાલયના આંકડાને ટાંકીને જણાવ્યું હતું કે, માલદીવની મુલાકાત લેનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ગયા વર્ષની સરખામણીમાં 33 ટકાનો ઘટાડો થયો છે.

પર્યટન મંત્રાલયના 2023ના આંકડા અનુસાર ગયા વર્ષે 4 માર્ચ સુધીમાં 41,054 ભારતીય પ્રવાસીઓ માલદીવ પહોંચ્યા હતા. આ વર્ષે 2 માર્ચ સુધી ભારતીય પ્રવાસીઓની સંખ્યા 27,224 નોંધાઈ હતી. માલદીવ સ્થિત વેબસાઈટે અહેવાલ આપ્યો છે કે, ગયા વર્ષની સરખામણીમાં આ 13,830 ઓછું છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં ભારત 10 ટકા બજાર હિસ્સા સાથે માલદીવમાં પ્રવાસીઓ માટે બીજા નંબરનું સૌથી મોટું સ્ત્રોત બજાર હતું, જો કે ભારત હવે 6 ટકા બજાર હિસ્સા સાથે યાદીમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે.

File Photo

જાણો ક્યારે શરૂ થયો હતો વિવાદ ? 
બંને દેશો વચ્ચે વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે નવી ચૂંટાયેલી માલદીવ સરકારના ત્રણ નાયબ મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાતની તસવીરોને લઈને તેમની વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી. પીએમ મોદીએ બીચ ટુરીઝમ અને ડોમેસ્ટિક ટુરીઝમને પ્રોત્સાહન આપવા માટે ભારતીય ટાપુઓને ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાની હાકલ કરી હતી. આ મામલો મોટી રાજદ્વારી વિવાદમાં પરિણમ્યો અને નવી દિલ્હીએ માલદીવના રાજદૂતને બોલાવ્યા અને વાયરલ પોસ્ટ સામે સખત વિરોધ નોંધાવ્યો. માલદીવે ત્રણેય નાયબ પ્રધાનોને સસ્પેન્ડ કર્યા છે અને તેઓ પગાર સાથે સસ્પેન્ડ રહેશે. આ વર્ષની શરૂઆતમાં, માલદીવના પ્રવાસન ઉદ્યોગના હિસ્સેદારોએ ચિંતા વ્યક્ત કરી હતી કારણ કે ભારતમાં બહિષ્કાર ઝુંબેશને વેગ મળ્યો હતો અને લોકપ્રિય ભારતીય ફિલ્મ કલાકારોએ પણ તેને ટેકો આપ્યો હતો.

વધુ વાંચો: 8 કલાકની રેડ, 2 કરોડ કેશ જપ્ત, બિહારમાં લાલુ યાદવની નજીકના માફિયા કિંગને EDએ દબોચ્યો

માલદીવ એસોસિએશન ઓફ ટ્રાવેલ એજન્ટ્સ એન્ડ ટૂર ઓપરેટર્સ (MATATO) એ ભારતીય મહેમાનો દ્વારા બુકિંગ રદ કરવાની અસર નક્કી કરવા માટે એક સર્વે હાથ ધર્યો હતો. પરંતુ તારણો જાહેર કરવામાં આવ્યા ન હતા. અહેવાલ મુજબ દર વર્ષે 2,00,000 થી વધુ પ્રવાસીઓના આગમન સાથે ભારત 2021-23 માટે માલદીવ માટે ટોચનું પર્યટન બજાર રહ્યું છે જોકે આ વર્ષે અત્યાર સુધીમાં 54,000 થી વધુ પ્રવાસીઓના આગમન સાથે ચીન ટોચનું બજાર છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ