બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / ED nabs Subhash Yadav who is close to Lalu Yadav in Bihar

કાર્યવાહી / 8 કલાકની રેડ, 2 કરોડ કેશ જપ્ત, બિહારમાં લાલુ યાદવની નજીકના માફિયા કિંગને EDએ દબોચ્યો

Priyakant

Last Updated: 10:20 AM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bihar Latest News: નિવાસસ્થાનમાંથી 2 કરોડ રૂપિયાની રોકડ ઉપરાંત જંગી સંપત્તિ સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા

Bihar News : લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે બિહારમાં મોટી કાર્યવાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, લાલુ પ્રસાદ યાદવના નજીકના RJD નેતા સુભાષ યાદવની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. EDએ 14 કલાક સુધી સુભાષ યાદવના 8 સ્થળો પર દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ દાનાપુર સ્થિત નિવાસસ્થાનમાંથી 2 કરોડ રૂપિયાની રોકડ ઉપરાંત જંગી સંપત્તિ સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા છે. સુભાષ યાદવ ગેરકાયદે રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 

સુભાષ યાદવ 2019માં RJD ની ટિકિટ પર લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. તેની સામે પટનામાં ગેરકાયદેસર રેતી ખનન માટે કેસ નોંધાયેલા છે. આવકવેરા વિભાગે તેના સ્થાન પર પણ દરોડા પાડ્યા છે. નોંધનીય છે કે, આ પહેલા શનિવારે EDએ સુભાષ યાદવના ઘરે દરોડા પાડ્યા હતા. લાલુ યાદવના નજીકના રેત માફિયા સુભાષ યાદવ પર EDએ પોતાની પકડ વધુ કડક કરી છે. શનિવારે તેના નિવાસસ્થાન સહિત અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

વધુ વાંચો: ગાડીની ટાંકી ફૂલ કરાવી દેજો...! ગુજરાતના આ પાડોશી રાજ્યમાં 2 દિવસ નહીં મળે પેટ્રોલ-ડીઝલ, જાણો વિવાદ

સુભાષ યાદવ RJDના નેતા છે અને ઝારખંડમાંથી RJD ની ટિકિટ પર ચૂંટણી પણ લડી ચુક્યા છે. EDએ દાનાપુર સહિત 6 જેટલા સ્થળો પર દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ EDની ટીમ શનિવારે RJD ચીફ લાલુ પ્રસાદ યાદવના નજીકના સુભાષ યાદવના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. સુભાષ યાદવ વિરુદ્ધ રેતીના કારોબાર સંબંધિત કેસમાં ED આ કાર્યવાહી કરી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ