બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / વિશ્વ / Israel at war: 'Hamas attack is terrorist incident, we stand with Israel', PM Modi says on attack

મોટા સમાચાર / અમે તમારી સાથે ઊભા છીએ: ભયાનક આતંકવાદી હુમલા સામે લડી રહેલ ઈઝરાયલને PM મોદીનો સંદેશ

Pravin Joshi

Last Updated: 06:37 PM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલ પર આતંકવાદી સંગઠન હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેઓ ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી ખૂબ જ આઘાતમાં છે. અમે આ મુશ્કેલ સમયમાં ઇઝરાયેલ સાથે એકતામાં ઊભા છીએ.

  • PM મોદીએ ઇઝરાયેલ પર થયેલા આતંકવાદી હુમલા પર દુખ વ્યક્ત કર્યું
  • હુમલો આતંકવાદી ઘટના છે, અમે ઇઝરાયેલ સાથે ઊભા છીએ : PM મોદી
  • ઈઝરાયેલે પેલેસ્ટિનિયન આતંકવાદીઓ સાથે અનેક યુદ્ધો લડ્યા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલ પર આતંકવાદી સંગઠન હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેઓ ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી ખૂબ જ આઘાતમાં છે. અમે આ મુશ્કેલ સમયમાં ઇઝરાયેલ સાથે એકતામાં ઊભા છીએ. અમારા વિચારો અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. 'વસુધૈવ કુટુંબકમ', 'સર્વે ભવન્તુ સુખિનઃ' અને સ્થાયી શાંતિ સ્થાપિત કરવાની દિશામાં કામ કરી રહેલા ભારતના વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલ પરના આતંકવાદી હુમલાને લઈને મોટુ નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું, આ મુશ્કેલ સમયમાં અમે ઇઝરાયલની સાથે છીએ.

ભારત ઇઝરાયેલ સાથે: પીએમ મોદી

હમાસે 2007માં ગાઝામાં સત્તા સંભાળી ત્યારથી ઈઝરાયેલે પેલેસ્ટિનિયન આતંકવાદીઓ સાથે અનેક યુદ્ધો લડ્યા છે. આ તાજેતરનો હુમલો ત્યારે થયો જ્યારે ઇઝરાયલે તેની સરહદો ગાઝા કામદારો માટે બંધ કરી દીધી. આ વર્ષે અત્યાર સુધી સંઘર્ષમાં 247 પેલેસ્ટાઈન, 32 ઈઝરાયેલ અને 2 વિદેશી નાગરિકો માર્યા ગયા છે. જેમાં લડવૈયાઓ અને નાગરિકો બંનેનો સમાવેશ થાય છે. અત્યારે જો આપણે ગ્રાઉન્ડ ઝીરોની વાત કરીએ તો ઈઝરાયેલે તેના પર અત્યાર સુધીના સૌથી મોટા હુમલા બાદ દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો છે. ઇઝરાયેલી એરફોર્સ ગાઝામાં ઘેરો તોડી રહી છે.

VIDEO: ઈઝરાયલ પર એક બાદ એક હજારો રોકેટથી ભીષણ હુમલા, ગાડીઓ પર બંદૂક સાથે  ઘૂસી ગયા આતંકવાદી: ભયાનક દ્રશ્યો જોઈ દુનિયા સ્તબ્ધ | VIDEO: Sirens warn of  rockets ...

હમાસના આતંકવાદીઓનો દાવો

બીજી તરફ ગાઝાના આતંકવાદી જૂથે દાવો કર્યો છે કે તેણે ઈઝરાયેલના સૈનિકોને પકડી લીધા છે. હમાસના સૈન્ય કમાન્ડર મોહમ્મદ ડેઈફે એક નિવેદનમાં ઈઝરાયેલની અંદર રહેતા પેલેસ્ટાઈનીઓને અને ઈઝરાયેલના આરબ પડોશીઓને આ યુદ્ધમાં તેની સાથે જોડાવા માટે આહ્વાન કર્યું છે. હમાસનું કહેવું છે કે અમારા આકસ્મિક હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 40 ઇઝરાયલી માર્યા ગયા છે, જેમાંથી ઘણા રોકેટ હુમલાનો ભોગ બન્યા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ