બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / is clotting of blood main culprit for covid 19 deaths

શોધ / કોરોના શરીરમાં આવી કરે છે અસર, શું આ 1 કારણ દર્દીના મોત માટે જવાબદાર છે?

Bhushita

Last Updated: 08:48 AM, 7 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના વિશે વિશ્વભરમાં ચાલી રહેલા સંશોધનના આધારે લગભગ દરરોજ આ મહામારી વિશે કોઈ નવી માહિતી બહાર આવે છે. અત્યાર સુધીના સંશોધન મુજબ તે નક્કી થઈ ગયું છે કે કોરોના વાયરસ ફક્ત ફેફસાના ચેપનો રોગ નથી. તેની અસર તેના કરતા ઘણી વધારે છે. શોધમાં જાણવા મળ્યું છે કે આ રોગને લીધે ફેફસાં સહિત શરીરના અન્ય ભાગોની લોહીની નસોમાં લોહીની ગંઠાવાની સમસ્યા પણ સર્જાય છે અને સાથે જ પ્લેટલેટ્સ પણ ઘટે છે. જેના કારણે દર્દીનું મોત થાય છે.

  • કોરોનામાં સામે આવ્યું વધુ એક સત્ય
  • ફેફસામાં લોહી ગંઠાવવાના કારણે થાય છે દર્દીનું મોત
  • 100માંથી 23 દર્દીઓ લોહી ગંઠાવવાના કારણે મૃત્યુ પામે છે


શું કહે છે શોધનું પરિણામ

એક શોધમાં જાણવા મળ્યું છે કે મોટી હોસ્પિટલના 100 ગંભીર કોરોના દર્દીઓમાંથી 23 દર્દીઓમાં ફેફસાની ધમનીઓમાં લોહીના ગંઠાવાની સમસ્યા હતી. ઉપરાંત, ગંભીર કોરોના દર્દીઓમાં પ્લેટલેટની ગણતરીમાં ઘટાડો એ પણ એક લક્ષણ છે. આ કારણોસર, કોરોનાના ગંભીર સંક્રમણ વાળા દર્દીને આઇસીયુ બેડ અને વેન્ટિલેટરની જરૂર પડે છે. હકીકતમાં કોવિડ 19ના ફેફસામાં લોહીનું ગંઠાવવું એક મોટું લક્ષણ બની રહ્યું છે.  એક અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે 106 ગંભીર કોરોના દર્દીઓમાં 30 ટકાના ફેફસામાં લોહીના ગઠ્ઠા જામી ગયા હતા. 

કેવી રીતે શરીર પર કરે છે અસર

એકવાર ચેપ દર્દીમાં ગંભીરતાથી આગળ વધે છે ત્યારે શરીરમાં લોહીની ગંઠાઇ જવાનું શરૂ થાય છે. જેમ જેમ ચેપ ગંભીર બને છે તેમ લોહી ગંઠાઇ જવાથી ફેફસાં, હૃદય અને મગજ પર અસર પડે છે, જેના કારણે સ્ટ્રોકની સમસ્યા સર્જાય છે. જો કે અત્યાર સુધીના રોગીમાં લોહી ફેફસામાં ગંઠાયું છે અને કેટલાક કેસમાં હ્રદય અને મગજમાં પણ લોહીના ગઠ્ઠા જામેલા જોવા મળ્યા છે. 

શોધ માટેનો ડેટા ચીનમાંથી લેવાયો

લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયાની શોધમાં મોટાભાગનો ડેટા ચીનમાંથી લેવાયો છે. રિસર્ચમાં જણાવાયું છે કે ચીનના લોકો કરતાં ગોરા લોકોમાં લોહી ગંઠાવવાની પ્રક્રિયા વધારે છે. જે પણ કોરોના દર્દીની સ્થિતિ ગંભીર બની છે તેમની પર ડોક્ટર લોહી ગંઠાવવાની સમસ્યા પર ધ્યાન આપી રહ્યા છે. આઈસીયૂમાં એડમિટ દર્દીઓને લોહી જામવાનો ખતરો વધારે હોય છે. 

કોરોના વાયરસ પર જેટલું વધુ સંશોધન થઈ રહ્યું છે તેટલી વધુ નવી વાતો બહાર આવી રહી છે. આ રોગ સમગ્ર વિશ્વમાં ડોકટરોની સામે એક પડકાર તરીકે ઉભરી આવ્યો છે. જો કે, આ નવા સંશોધનને કારણે ડોકટરો આ રોગચાળા સામે વધુ મકકમ રીતે ઊભા રહેવા માટે સક્ષમ બની રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ