બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Is Baba Bageshwar challenging democracy in the name of Hindushtra

મહામંથન / હિંદુરાષ્ટ્રના નામે શું બાબા બાગેશ્વર લોકશાહીને પડકારી રહ્યાં છે? હિંદુઓ એક નથી તેવું રટણ શું કહે છે?

Dinesh

Last Updated: 10:28 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં બાબા બાગેશ્વર બોલ્યા કે, હિંદુઓ સંગઠિત થઈ જાય તો પાકિસ્તાનને પણ હિંદુરાષ્ટ્ર બનાવીશું, તો સવાલ એ છે કે શું દેશનો સંઘીય ઢાંચો, ધર્મનિરપેક્ષતા જેવા મુદ્દાઓ પર દેશનો બહુમતિ વર્ગ સમાધાન કરવા તૈયાર છે.

  • હિંદુરાષ્ટ્રના નામે શું બાબા બાગેશ્વર લોકશાહીને પડકારી રહ્યાં છે?
  • 'હિંદુઓ સંગઠિત થઈ જાય તો પાકિસ્તાનને પણ હિંદુરાષ્ટ્ર બનાવીશું'
  •  સત્તા અને વિપક્ષ, બાબાના દરબારમાં નતમસ્તક


ફેબ્રુઆરી મહિનામાં જ્યારે બાગેશ્વર ધામના પીઠાધીશ ધિરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ, હિંદુરાષ્ટ્ર બનાવવા માટે, ચાર વેદોની પ્રતિજ્ઞા લીધી, ત્યારે એવું કહેવાતું હતું કે બાગેશ્વર ધામમાં હિંદુત્વના સૌથી મોટા શક્તિ પ્રદર્શનની આ શરૂઆત છે. અત્યારના સમયમાં હિંદુરાષ્ટ્રની વાત જ્યાંથી નિકળી છે, એ બાગેશ્વર ધામમાં પ્રતિજ્ઞા સમયે સંતો-મહંતો પહોંચ્યા, સમાજની સન્માનજનક હસ્તિઓ પહોંચી, તો સત્તા અને વિપક્ષ, બાબાના દરબારમાં નતમસ્તક હતા. હિંદુરાષ્ટ્રની એ પ્રતિજ્ઞા સમયે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ બાબાના આશિર્વાદ લઈ આવ્યા તો, પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા કમલનાથ પણ બાબાના ચરણોમાં મસ્તક ઝુકાવી આવ્યા. છેલ્લા 10 વર્ષોમાં શક્તિશાળી ધાર્મિક ગુરુઓ, સતત હિંદુરાષ્ટ્રની માગ કરી રહ્યાં છે. જગન્નાથ પુરીના પ્રભાવશાળી શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ, ખોંખારીને કહ્યું કે ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવું જોઈએ. અત્યારે વિશ્વમાં માત્ર ભારત અને નેપાળ એવા બે દેશ છે જ્યાં હિંદુઓ બહુમતિમાં છે. હિંદુરાષ્ટ્રની માગ પહેલાથી વધી છે, હિંદુરાષ્ટ્ર માટે અભિયાનો તેજ થયા છે, તીવ્ર થયા છે અને માગનો ભૌગોલિક દાયરો પણ વધ્યો છે. ભૌગોલિક દાયરાની વાત એટલે કરીએ છીએ કે ગુજરાતમાં બાબા બાગેશ્વર બોલ્યા કે, હિંદુઓ સંગઠિત થઈ જાય તો પાકિસ્તાનને પણ હિંદુરાષ્ટ્ર બનાવીશું. તો સૌથી મોટો સવાલ એ છે કે શું દેશનો સંઘીય ઢાંચો, ધર્મનિરપેક્ષતા, સામાજિક અને આર્થિક અસમાનતા જેવા મુદ્દાઓ પર દેશનો બહુમતિ વર્ગ સમાધાન કરવા તૈયાર છે. દેશનું બંધારણ જાતિ-ધર્મ અને લીંગના આધારે નાગરિક સાથે ભેદભાવની પરવાનગી આપતું નથી. તો, સવાલ એ પણ છે કે ધર્મ થી નિકળેલી હિંદુરાષ્ટ્રની માગ રાજકીય બની ચૂકી છે, તેવા સમયે શું બહુમતિ હિંદુ ધર્મના ઉપાસકો હિંદુરાષ્ટ્રને ઈચ્છી રહ્યાં છે. 

 ધીરેન્દ્ર શાસ્ત્રીનો VIP દરબાર
સુરતમાં TGB હોટલમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો VIP દરબાર યોજાયો હતો જે ચર્ચાના ચકડોળે ચડ્યો છે. જેમાં બાબા બાગેશ્વર હોટલમાં ઉદ્યોગપતિઓ માટે દરબાર લગાવ્યો હોવાની ચર્ચા જાગી છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગોપીન ફાર્મ હાઉસથી નીકળી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ટીજીબી હોટેલ જવા રવાના થયા હતા. જ્યાં ટીજીબી હોટલ ખાતે ઉદ્યોગપતિઓ સાથે દરબારનું  આયોજન કરાયું હતું. આ દરબાર દરમિયાન હોટલમાં મીડિયાને પ્રવેશ પર પ્રતિબંધ લાદી દેવામા આવ્યો હતો. જોકે હોટેલમાં ચાલી રહેલા દરબારના વીડિયો સામે આવતા ચર્ચા જાગી છે. એટલું જ નહીં. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનુ બપોરનુ ભોજન પણ વિવાદમાં સપડાયું હતું અને બાબા સાથે ભોજન કરવા પરિવાર દીઠ આયોજકો દ્વારા 50 હજાર વસૂલાયાની રાવ ઉઠતા આ દરબાર વિવાદમાં સપડાયો હતો. 

29મી અને 30મી મેના રોજ અમદાવાદમાં દિવ્ય દરબાર
શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં આગામી 29મી અને 30મી મેના રોજ બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર માટે તૈયારી પૂર્ણ થઇ ચુકી છે. બીજી તરફ આ વિસ્તારમાં પહેલેથી જ ટ્રાફિક રહે છે. જેથી કરીને ટ્રાફિક વિભાગના અધિકારીઓએ દિવ્ય દરબારના આયોજકો સાથે બેઠક કરી છે અને આ વિસ્તારનો કયો રોડ બંધ કરી શકાય અને કયા વિસ્તારમાં વાહનો અવરજવર કરી શકે તેની ચર્ચા કરી હતી. વૈકલ્પિક રસ્તો વાહનચાલકો માટે ખુલ્લો રાખવાના રૂટ પર પણ ટ્રાફિક વિભાગના અધિકારીઓ દ્વારા નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.   

સળગતા સવાલ
હિંદુરાષ્ટ્રના નામે લોકશાહીને પડકાર કેમ?
એક ધર્મના રાષ્ટ્રનો પ્રયોગ વિશ્વમાં શું પરિણામ લઈ આવ્યો?
હિંદુરાષ્ટ્ર પર બબાલ કેમ?
હિંદુરાષ્ટ્રના માર્ગે બાગેશ્વર બાબા?
બાબા પાકિસ્તાનને પણ બનાવશે હિન્દુ રાષ્ટ્ર?
શું હિંદુઓ સનાતન ધર્મના નામે એક નથી?
ધર્મથી નિકળેલી હિંદુરાષ્ટ્રની માગ રાજકીય બની ચૂકી છે?
હિંદુરાષ્ટ્ર સામે લોકતંત્રના મૂલ્યો શું છે? 
હિંદુરાષ્ટ્ર પર બાબા બાગેશ્વરનું રટણ શું કહે છે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ