બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / irregular periods unbearable cramps know dos and dont during menstrual cycle

Lifestyle / અનિયમિત પીરિયડ્સની સમસ્યા થશે દૂર, દર્દમાં મળશે રાહત... બસ અપનાવો આ 5 ટિપ્સ

Manisha Jogi

Last Updated: 10:09 AM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલાઓનું સારું આરોગ્ય તેના માસિકધર્મ પર આધાર રાખે છે. નિયમિતરૂપે માસિક ના આવતું હોય અને સખત દુખાવો થતો હોય તો તમારે આ 5 ટિપ્સ જરૂરથી ફોલો કરવી જોઈએ.

  • મહિલાઓનું માસિકધર્મ પર આધાર રાખે છે
  • નિયમિતરૂપે માસિક આવે તે માટે ફોલો કરો આ ટિપ્સ
  • માસિક દરમિયાન થતા દુખાવાથી મળશે રાહત

મહિલાઓનું સારું આરોગ્ય તેના માસિક ધર્મ પર આધાર રાખે છે. આ કારણોસર મહિલાઓને માસિકચક્ર દરમિયાન ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. નિયમિતરૂપે માસિક ના આવતું હોય અને સખત દુખાવો થતો હોય તો તમારે આ 5 ટિપ્સ જરૂરથી ફોલો કરવી જોઈએ. 

નિયમિત માસિક માટેની ટિપ્સ
મહિલાઓએ 28 દિવસનું માસિકચક્ર જળવી રહે તે માટે ડાયટમાં કેટલાક સીડ્સ જરૂરથી શામેલ કરવા જોઈએ. ડાયટમાં અળસીના બીજ, કોળાના બીજ, તલ અન સૂરજમુખીના બીજ જરૂરથી શામેલ કરવા જોઈએ. જેથી શરીરમાં પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજનનું સ્તર જળવાઈ રહે છે. પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન પ્રજનન ક્ષમતા તથા માસિકચક્રને નિયમિત કરવાનું કામ કરે છે. માસિકચક્ર દરમિયાન ડેરી પ્રોડક્ટનું સેવન ના કરવું જોઈએ. આ દરમિયાન ગળી વસ્તુઓ, જંક ફૂડ, શરાબ, કેફીન અને ફાસ્ટ ફૂડનું સેવન ના કરવું. 

પૂરતી ઊંઘ
અનિંદ્રાને કારણે મેલાટોનિક સ્તર પર અસર થાય છે. મેલાટોનિન એક હોર્મોન છે, જે માસિકચક્રની શરૂઆત અને માસિકચક્રની લંબાઈને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ કારણોસર માસિકચક્રને નિયમિત કરવા માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. 

યોગા અને જિમ-
કોઈપણ પ્રકારનું વર્કઆઉટ કરવાથી શરીરમાંથી એંડોર્ફિન અને સેરોટોનિન હોર્મોન રિલીઝ થાય છે. આ હોર્મોન માસિકચક્રનો દુખાવો, મૂડ સ્વિંગ્સને યોગ્ય કરવામાં મદદ કરે છે. આ દરમિયાન ભારે કસરત ના કરવી જોઈએ. 

કેસર અને કિશમિશ
પીરિયજના 7 દિવસ પહેલા ડાયટમાં કેસર અને કિશમિશનું પાણી જરૂરથી પીવું જોઈએ. આ પ્રકારે કરવાથી માસિકધર્મ દરમિયાન થતા દુખાવાથી રાહત મળશે અને વધુ રક્તસ્ત્રાવ નહીં થાય. 

અનુલોમ વિલોમ-
નિયમિતરૂપે 15 મિનિટ સુધી અનુલોમ વિલોમ કરવું જોઈએ. જેથી માસિકચક્ર દરમિયાન થતા દુખાવાથી રાહત મળે છે. હોર્મોન કંટ્રોલમાં રહે છે તથા ચિંતા અને તણાવમાં ઘટાડો થાય છે. 

વધુ વાંચો: ક્રીમ કે પાઉડર ચોપડવાની જગ્યાએ કરો આ 3 યોગાસન... ચહેરા પર આવશે નેચરલ ગ્લો

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ