બ્રેકિંગ ન્યુઝ
Priyakant
Last Updated: 03:24 PM, 29 February 2024
Irfan Pathan Statement : ક્રિકેટજગતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર માટે 28 ફેબ્રુઆરીનો દિવસ ખૂબ જ ખરાબ હતો. આ દિવસે બંને ખેલાડીઓએ તેમના કેન્દ્રીય કરાર ગુમાવ્યા હતા. બુધવારે BCCIએ નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી હતી અને તેમાં 30 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ ઇશાન અને અય્યર છેલ્લા કેટલાક મહિનાઓથી ટીમના મહત્વના સભ્યો હોવા છતાં પણ આ યાદીમાંથી ગાયબ હતા.
ADVERTISEMENT
એવું કહેવામાં આવી રહ્યું છે કે, પસંદગીકારો આ બંનેથી નારાજ થઈ ગયા કારણ કે તેઓ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને મહત્વ નથી આપતા. આ દરમિયાન ઈરફાન પઠાણે એક ટ્વીટ કર્યું છે જે, BCCIના આ નિર્ણય અને તેની નીતિ પર સવાલ ઉઠાવી રહ્યું છે. ઈશારામાં તેણે BCCIને આ સવાલ પૂછ્યો છે કે જો હાર્દિક પંડ્યા લાલ બોલની ક્રિકેટ રમી શકતો નથી તો શું તેણે પોતાના ફ્રી સમયમાં ઘરેલુ ક્રિકેટમાં સફેદ બોલની ટૂર્નામેન્ટ ન રમવી જોઈએ?
They are talented cricketers, both Shreyas and Ishan. Hoping they bounce back and come back stronger. If players like Hardik don’t want to play red ball cricket, should he and others like him participate in white-ball domestic cricket when they aren’t on national duty? If this…
— Irfan Pathan (@IrfanPathan) February 29, 2024
ADVERTISEMENT
A કેટેગરીમાં છે હાર્દિક પંડ્યા
તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની A કેટેગરીમાં રાખવામાં આવ્યો છે અને તેના માટે તેને વાર્ષિક 5 કરોડ રૂપિયા મળશે. પરંતુ મોટી વાત એ છે કે તે ન તો કોઈ ફર્સ્ટ ક્લાસ મેચ રમે છે અને ન તો ટેસ્ટ ક્રિકેટ રમે છે. આ સિવાય તે સૈયદ મુશ્તાક અને વિજય હજારે ટ્રોફી જેવી ટૂર્નામેન્ટ પણ નથી રમતો પરંતુ તેમ છતાં તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળે છે.
અહીં એક વાત મહત્વની છે કે, હાર્દિક પંડ્યાનો મામલો થોડો અલગ છે. જ્યારે પણ હાર્દિક ટીમ ઈન્ડિયાની બહાર હોય છે, તેનું કારણ ઈજા હોય છે. આવું ભાગ્યે જ જોવા મળે છે જ્યારે હાર્દિક પંડ્યા ફિટ હોય અને ટીમ ઈન્ડિયા માટે ન રમે. પંડ્યા ઈજા બાદ રિકવરીના તબક્કામાં છે અને તેથી BCCI તેના કેસમાં વધુ જોખમ લેતું નથી. એક કારણ એ છે કે ટીમ ઈન્ડિયા પાસે પંડ્યા જેવો ખેલાડી નથી. મતલબ કે મીડિયમ પેસ સિવાય પંડ્યા પણ સારી બેટિંગ કરે છે અને આ જ કારણ છે કે ટીમ ઈન્ડિયા ઈચ્છે છે કે, તે ICC ટૂર્નામેન્ટ માટે ફિટ રહે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT