બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 virat kohli instagram story after ugly spat with gautam gambhir and naveen ul haq

IPL 2023 / ગંભીર સાથે તૂતૂ-મેંમેં બાદ પહેલીવાર સામે આવ્યું વિરાટનું રિએક્શન,કહ્યું જે તમે સાંભળો છો એ સત્ય નથી...

Arohi

Last Updated: 01:42 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 Virat Kohli: RCB અને લખનૌઉની મેચમાં વિરાટ કોહલીની ઘણા ખેલાડીઓની સાથે બોલાચાલી થઈ ગઈ હતી. નવીન ઉલ હક સાથે ઝગડા બાદ વિરાટની અમિત મિશ્રા અને ગૌતમ ગંભીર સાથે પણ બોલાચાલી થઈ. જેના કારણે તેમની આખી મેચ ફીસ કાપી લેવામાં આવી. હવે વિરાટે સોશિયલ મીડિયા પર સાંકેતિક સ્પષ્ટતા કરી છે.

  • ગૌતમ ગંભીર સાથે વિરાટની બોલાચાલી 
  • વિરાટે પોસ્ટ કરી આપ્યું રિએક્શન 
  • સોશિયલ મીડિયા પર કરી સાંકેતિક સ્પષ્ટતા

IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌઉ સુપર જાયેન્ટ્સની વચ્ચે વિરાટ કોહલી ખૂબ આક્રામક અંદાજમાં જોવા મળ્યા. મેચ વખતે ઘણા ખેલાડીઓ સાથે તેની બોલાચાલી થઈ. શરૂઆત નવીન ઉલ હકની સાથે થઈ ત્યાર બાદ તે અમિત મિશ્રા અને ગૌતમ ગંભીર સાથે પણ ઝગડી પડ્યા. અંતમાં લોકેશન રાહુલના સાથે લાંબી વાતચીત બાદ મામલો શાંત થયો. 

મેચ બાદ કોહલીની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી 
આ મેચ બાદ વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામમાં એક સ્ટોરી લગાવી છે. જેને તેમની સ્પષ્ટતાના રૂપમાં જોવામાં આવી રહી છે. આ સ્ટોરીમાં તેમણે લખ્યું છે "આપણે જે પણ સાંભળીએ છીએ. તે તથ્ય નથી એક સલાહ હોય છે. આપણે જે પણ જોઈએ ચીએ તે હકીકત નહીં એક નજરીયો હોય છે." 

વિરાટે તેની સાથે જ નીચે માર્કસ ઓરેલિયસનું નામ પણ લખ્યું છે. જેનાથી ખબર પડી રહી છે કે આ વાક્ય પૂર્વ રોમન સમ્રાટ માર્કસ ઓકેલિયસનું છે. આ ઉપરાંત વિરાટે પોતાની ડિપી પણ બદલી નાખી છે. નવા ડિપીમાં તે પત્ની અનુષ્કાના સાથે જોવા મળી રહ્યા છે. 

મેચમાં શું થયું? 
આ સંપૂર્ણ મામલો લખનૌઉની ઈનિંગ માટે 17મી ઓવરમાં શરૂ કરવામાં આવ્યો હતો જ્યારે વિરાટ સ્ટંપના પાછળથી દોડતા આવ્યા અને નવીનને જોઈને કંઈક ઈશારો કર્યો. તેના પર અફગાનિસ્તાનના નવીન પણ તેમની નજીક આવ્યા અને બન્નેમાં બોલાચાલી શરૂ થઈ ગઈ. 

 

આ બોલાચાલીમાં વિરાટે પોતાના જૂતાની તરફ ઈશારો કર્યો અને તેમાંથી માટી કાઢી. જાણે ઓકાતની વાત કરી રહ્યા હોય. બાકી ખેલાડીઓએ વચ્ચે બચાવનો પ્રયત્ન કર્યો તો કોહલી અને અમિત મિશ્રાની વચ્ચે પણ બોલચાલ થઈ ગઈ. 

લોકેશ રાહુલના વચ્ચે પડ્યા બાદ શાંત થયો મામલો 
બેંગ્લોરની જીત બાદ જ્યારે બન્ને ટીમોના ખેલાડી હાથ મીલાવી રહ્યા હતા તો કોહલીએ નવીનને કંઈક કહ્યું, કોહલીના બોલતા જ નવીન પણ તણાવમાં આવીને કંઈક બોલે છે. ત્યાં જ બન્નેની વચ્ચે બહેસ થઈ જાય છે. ત્યાર બાદ કોહલી જ્યારે બાઉન્ડ્રીના કિનારે ચાલી રહ્યા હોય છે તો લખનૌઉના કાઈલ મેયર્સ સાથે કે વાતચીત કરવા લાગ્યા. 

ત્યારે ગંભીર આવે છે અને મેયર્સને વિકાટથી દૂર લઈ જાય છે અને તે વાતચીત કરવાનો ઈનકાર કરે છે. ત્યાર બાદ ગંભીર કંઈક કહે છે જેના પર કોહલી તેમને પાસે બોલાવે છે અને બન્ને વાતચીત કરતા ખૂબ જ અગ્રેસીવ થઈ જાય છે. અંતમાં કોહલી અને લોકેશ રાહુલની વચ્ચે લાંબી વાતચીત થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ