બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 orange purple cap list ravi bishnoi kyle mayers are closer

ક્રિકેટ / IPL 2023 માં ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસમાં કયો ખેલાડી આગળ? કોણ આપી રહ્યું છે ટક્કર? જુઓ આખું લિસ્ટ

Arohi

Last Updated: 12:38 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 Orange Cap Purple Cap: IPL 2023 16ની 10મી મેચ બાદ પર્પલ અને ઓરેન્જ કેપની રેસ રોમાંચક થઈ ગઈ છે પરંતુ હજુ તેની પોઝીશન નથી બદલી. રૂતુરાજ ગાયકવાડ અને માર્ક વુડ ટોપ પર છે.

  • IPL 2023માં ઓરેન્જ-પર્પલ કેપની રેસમાં કયો ખેલાડી? 
  • જાણો કોણ કોને આપી રહ્યું છે ટક્કર? 
  • લિસ્ટમાં આટલા ખેલાડીઓના નામ 

ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીરિઝના 10 મુકાબલા થઈ ચુક્યા છે. જેમ જેમ મેચ થતા જઈ રહ્યા છે. ઓરેજ અને પર્પલ કેપની રેસ રોમાંચક થઈ રહી છે. શુક્રવારે લખનૌઉ અને હૈદરાબાદની વચ્ચે મેચ રમવામાં આવી હતી. 

આ મુરાબલા બાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપની પોઝીશનમાં તો કોઈ ફેરફાર નથી થયો પરંતુ ટોપ પોઝિશન અને સેકન્ડ પોઝિશનમાં અંતર જરૂર ઓછું થઈ ગયું. હાલ તો રૂતુરાજ ગાયકવાડ અને માર્ક વુડ જ આ લિસ્ટમાં ટોપ પર છે. પરંતુ અમુક ખેલાડીઓએ આ કોમ્પીટીશનને વધારે રોચક બનાવી દીધુ છે. આવો જોઈએ કે કોણ કોણ આ લિસ્ટમાં શામેલ છે. 

સૌથી આગળ કોણ? 
ઓરેન્જ કેપની લિસ્ટમાં હાલ સૌથી આગળ છે ચેન્નાઈ સુપર કિંગ્સના રૂતુરાજ ગાયકવાડ જેમણે અત્યાર સુધી બન્ને મેચોમાં હાફ સેન્ચુરી લગાવી છે. તેમના નામે અત્યાર સુધી કુલ 149 રન નોંધવામાં આવ્યા છે. આજે તે મુંબઈ ઈન્ડિયન્સના વિરૂદ્ધ ફરી મેદાનમાં ઉતરશે અને આ લીડને વધારી શકે છે.

ત્યાં જ આ લિસ્ટમાં બીજા સ્થાન પર છે. LSGના કાઈલ માયર્સ જે રૂતુરાજને ટક્કર આપી રહ્યા છે. માયર્સે બે હાફ સેન્ચુરી સહિત ત્રણ મેચોમાં કુલ 139 બનાવી લીધા છે. શિખર ધવન પણ આ લિસ્ટમાં ત્રીજા સ્થાન પર છે બન્નેએ બે મેચોમાં 126 રન બનાવ્યા છે તો વિરાટ કોહલીએ ચોથા સ્થાન પર જગ્યા બનાવી લીધી છે. તેના ઉપરાંત સંજૂ સેમસન બે મેચમાં 97 રન બનાવીને પાંચમા સ્થાન પર છે. 

ઓરેન્જ કેપનું લિસ્ટ 

  • રૂતુરાજ ગાયકવાડ- 149 રન (2 મેચ)
  • કાઈલ માયર્સ- 139 રન (3 મેચ)
  • શિખર ધવન- 126 રન (2 મેચ)
  • વિરાટ કોહલી- 103 રન (2 મેચ)
  • સંજૂ સેમસન- 97 રન (2 મેચ)

રવિ બિશ્નોઈ બન્યા વુડ માટે ખતરો 
પર્પલ કેપની રેસમાં ટોપ પર છે બે મેચોમાં 8 વિકેટ લેનાર LSGના માર્ક વુડ જે ત્રીજી મેચ સનરાઈઝર હૈદરાબાદ વિરૂદ્ધ ન રમી શક્યા. તેમના બાદ બીજા સ્થા પર છે રવિ બિશ્નોઈ જેમણે કેમને કાંટાની ટક્કર આપતા પોતાની પોઝિશન પર ખતરો વધારી દીધો છે. 

તેના ઉપરાંત ત્રીજા, ચોથા અને પાંચમાં સ્થાન પર છે. ક્રમશઃ વરૂણ ચક્રવર્તી, રાશિદ ખાન અને નાથન એલિસ. આ ત્રણના નામે પાંચ-પાંચ વિકેટ છે પરંતુ વરૂણની ઈકોનોમી શાનદાર છે અને આ કારણે તે આ ત્રણેયમાં સૌથી ઉપર છે. 

પર્પલ કેપ માટે ટોપ-5ની લિસ્ટ 

  • માર્ક વુડ- 8 વિકેટ  (2 મેચ, ઈકોનમી- 7.88)
  • રવિ બિશ્નોઈ- 6 વિકેટ (3 મેચ, ઈકોનોમી- 6.25)
  • વરૂણ ચક્રવર્તી- 5 વિકેટ (2 મેચ, ઈકોનોમી - 5.35)
  • રાશિદ ખાન- 5 વિકેટ (2 મેચ, ઈકોનોમી- 7.13)
  • નાથન એલિસ- 5 વિકેટ (2 મેચ, ઈકોનોમી- 8.14)

હાલ ટૂર્નામેન્ટની કુલ 10 મેચ થઈ છે. શનિવારે આ સીઝનની ત્રીજી ડબલ હેડર છે. જ્યાં પહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો દિલ્હી કેપિટલ્સ સાથે થશે. ત્યાં જ બીજી મેચમાં સામ સામે હશે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ. 

આ બન્ને મેચો બાદ ઓરેન્જ અને પર્પલ કેપની લિસ્ટમાં સંભવતઃ ફેરફાર જોવા મળી શકે છે. પોઈન્ટ્સ ટેબલમાં હાલ શુક્રવારની મેચ બાદ લખનૌઉ સુપર જાયન્ટ્સની ટીમ ટોપ પર આવી ગઈ છે. ત્યાં જ પોતાની બન્ને શરૂઆતી મેચ હારીને સનરાઈર્સ હૈદરાબાદ 10માં એટલે કે છેલ્લા સ્થાન પર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ