બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / બિઝનેસ / Invested one lakh and got 44 lakhs, this stock gave a huge return, investors' coffers overflowed

શેરબજાર / ધીરજના ફળ મીઠા.! એક લાખ રોક્યા અને મળ્યા 44 લાખ, આ શેરે આપ્યું તગડું રિર્ટન, રોકાણકારોની તિજોરી છલકાઈ

Priyakant

Last Updated: 04:25 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Share Market News: શેરબજારમાં આ શેરે 10 વર્ષમાં 4,300 ટકાથી વધુ વળતર આપ્યું, 10 વર્ષમાં દરમિયાન શેરની કિંમત 0.76 રૂપિયાથી વધીને 33.70 રૂપિયા થઈ ગઈ

  • શેરબજારના આ શેરે રોકાણકારોને આપ્યું મોટું વળતર 
  • એક લાખ રોક્યા અને મળ્યા 44 લાખ
  • રોકાણકારોની તિજોરી છલકાઈ

શેરબજાર એ ચોક્કસ ગણતરીની રમત છે. જો તમે તમારી દાવ યોગ્ય સ્ટોક પર લગાવો છો, તો તમે ધનવાન બની જશો. પરંતુ જો શરત ઉલટી થાય છે તો તમારે ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. બજારના નિષ્ણાતો કહે છે કે, જો તમારે શેરબજારમાં નફો કરવો હોય તો તમારે લાંબા સમય સુધી શેરને પકડી રાખવું જોઈએ. એક એવો સ્ટોક છે જેણે લાંબા ગાળામાં તેના રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. આ સ્ટોકનું નામ ટ્રાઇડેન્ટ લિમિટેડ છે. જેણે 10 વર્ષમાં 4,300 ટકાથી વધુ વળતર આપ્યું છે. આ દરમિયાન શેરની કિંમત 0.76 રૂપિયાથી વધીને 33.70 રૂપિયા થઈ ગઈ છે.

દસ વર્ષ પહેલાં એટલે કે 5 જુલાઈ, 2013ના રોજ આ શેર NSE પર રૂ.0.76 પર ટ્રેડ થઈ રહ્યો હતો. 7 જુલાઈ, 2023ના રોજ ટ્રાઇડેન્ટ લિમિટેડનો શેર રૂ.33.70 પર બંધ થયો હતો. આ રીતે 10 વર્ષમાં આ શેરની કિંમત લગભગ 4,334 વધી છે. એટલે કે જો તમે આ સ્ટૉકમાં 10 વર્ષ પહેલાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત અને હોલ્ડ જાળવી રાખ્યું હોત તો આજે રૂ.1 લાખનું મૂલ્ય વધીને રૂ. 44.34 લાખ થયું હોત.

File Photo​​​​​

પાંચ વર્ષમાં મજબૂત વળતર
ટેક્સટાઇલ સેક્ટરની કંપની ટ્રાઇડેન્ટ લિમિટેડના શેરની કામગીરી વિશે વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં શેરમાં નજીવો વધારો થયો છે. પરંતુ છેલ્લા એક વર્ષમાં તેમાં 13 ટકાનો ઘટાડો થયો છે. જોકે છેલ્લા પાંચ વર્ષમાં ટ્રાઇડેન્ટના શેરે તેના રોકાણકારોને 489.16 ટકા વળતર આપ્યું છે.

File Photo

કંપનીનો વ્યવસાય અને કામગીરી
જો કંપનીના માર્કેટ કેપિટલાઇઝેશનની વાત કરીએ તો તે 17,000 કરોડ રૂપિયા છે. કંપની કાપડ, રસાયણો, કાગળ અને યાર્નનું ઉત્પાદન કરે છે. કંપનીના ઉત્પાદનોમાં પ્રિન્ટિંગ પેપર, ગૂંથણકામ, હોઝિયરી યાર્ન અને ઘઉંના સ્ટ્રોમાંથી બનાવેલ સલ્ફ્યુરિક એસિડનો સમાવેશ થાય છે. કંપનીની મોટાભાગની કમાણી નિકાસમાંથી આવે છે. કંપનીના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, તેમાં પ્રમોટર્સનો હિસ્સો 73.19 ટકા છે. જાહેર શેરધારકોનો હિસ્સો 25.56 ટકા છે. સ્ટોક હાલમાં 4.56 ના PB સાથે ટ્રેડ થઈ રહ્યો છે. ગયા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો 116 કરોડ રૂપિયા રહ્યો હતો. આ એક વર્ષ પહેલા કરતા 50 ટકા ઓછું છે. ક્વાર્ટર દરમિયાન કામગીરીમાંથી કંપનીની આવક રૂ. 1562 કરોડ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ