બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / international cricketers from uttar pradesh dhruv jurel rinku singh and sarfaraz khan

સ્પોર્ટ્સ / આ રાજ્યના ખેલાડીઓ ટીમ ઇન્ડિયામાં મચાવી રહ્યાં છે ધૂમ, ખતમ કરી નાખ્યો મુંબઇ-દિલ્હીનો દબદબો

Manisha Jogi

Last Updated: 01:13 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ધ્રુવ જુરેલને શરૂઆતની બે મેચમાં મોકો મળ્યો ન હતો, ત્યારપછી તેમને રમવા માટે મોકો આપવામાં આવ્યો. વાઈટ બોલ ફોર્મેટમાં ધૂમ મચાવનાર રિંકૂ સિંહ આ રાજ્યના રહેવાસી છે.

ઉત્તરપ્રદેશના ખેલાડીઓ દેશભરમાં છવાઈ રહ્યા છે અને ભારતીય ટીમમાં જગ્યા બનાવીને નામ કમાઈ રહ્યા છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ધ્રુવ જુરેલને શરૂઆતની બે મેચમાં મોકો મળ્યો ન હતો, ત્યારપછી તેમને રમવા માટે મોકો આપવામાં આવ્યો. ધ્રુવ જુરેલે રાંચી ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો હતો. ધ્રુવ જુરેલ આગ્રાના રહેવાસી છે. વાઈટ બોલ ફોર્મેટમાં ધૂમ મચાવનાર રિંકૂ સિંહ યૂપીના અલીગઢમાં રહે છે. IPL 2023માં કોલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી રમ્યા હતા. રિંકૂ સિંહનું બાળપણ ખૂબ જ પડકારજનક રહ્યું હતું.

યશસ્વી જયસ્વાલે ટેસ્ટ સીરિઝમાં 600થી વધુ રન કર્યા છે. યશસ્વી જયસ્વાલનો જન્મ વર્ષ 2001માં ઉત્તરપ્રદેશના ભદોહિ જિલ્લામાં થયો હતો. યશસ્વી જયસ્વાલે 10 વર્ષની ઉંમરે મુંબઈ જવાનો નિર્ણય કર્યો હતો. સરફરાજ ખાન મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે. ઉત્તરપ્રદેશના અમરોહામાં મોહમ્મદ શમીના ટેલેન્ટને કોઈ ઓળખી ના શકતા તેઓ બંગાળમાં રહેવા જતા રહ્યા અને ત્યાંથી ઘરેલુ ક્રિકેટ રમવા લાગ્યા. 

યૂપીની લાઈન-2 મજબૂત
સૌરભ કુમાર, શિવમ માવી, યશ દયાલ, પ્રિયમ ગર્ગ, સમીર રિજવી અને મોહસિન ખાન ઉત્તરપ્રદેશના એવા નામ છે, ભારતીય ટીમમાં સિલેક્ટ તઈ શકે છે. ઉત્તરપ્રદેશની ઘરેલુ ક્રિકેટ ટીમના કોચ સુનિલ જોશી જણાવે છે કે, ‘તેઓ તમામ સાધારણ જગ્યાએથી આવે છે અને તેઓ સતત આગળ વધવા માંગે છે.’ ભારતની કુલ વસ્તીમાં સૌથી વધુ ભાગીદારી ઉત્તરપ્રદેશની 16.5 ટકા છે. ઉત્તરપ્રદેશ પાસે લખનઉ સુપરજાયન્ટ્સ નામે IPL ટીમ છે.

વધુ વાંચો: હજુ તો 2025માં પણ IPL રમશે મહેન્દ્ર સિંહ ધોની? નજીકના મિત્રએ કર્યો ખુલાસો

ઉત્તરપ્રદેશના ખેલાડીઓ
ઉત્તરપ્રદેશના મોહમ્મદ કેફ અલાહાબાદના રહેવાસી છે અને તેમણે ભારત માટે 125 વનડે મેચ તથા 13 ટેસ્ટ મેચ રમી છે. મોહમ્મદ કેફએ તેમના કરિઅરમાં 10 હજારથી વધુ રન કર્યા છે, તેઓ જણાવે છે કે, ‘ઉત્તરપ્રદેશના ખેલાડીઓને કંઈક કરવાની ભૂખ રહે છે, જે માટે તેમને માત્ર એક તકની જરૂર છે.’ આરપી સિંહ, સુરેશ રૈના, પિયૂષ ચાવલા અને ભુવનેશ્વર કુમાર પણ ઉત્તરપ્રદેશના ખેલાડી છે જેમણે ભારતીય ટીમમાં કામ કર્યું છે. કુલદીપ યાદવના કોચ કપિલ પાંડે જણાવે છે કે, ‘ઉત્તરપ્રદેશમાં હવે સારા કોચ છે અને સારી એકેડમી છે. ઉત્તરપ્રદેશમાં કાનપુર, અલાહાબાદ, લખનઉ, મેરઠ, મુરાદાબાદ તથા અન્ય જગ્યાએથી ખેલાડીઓ તૈયાર થાય છે. પહેલા કરતા તેમને વધુ સારી ઓળખ મળી રહી છે.’

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ