બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ms dhoni can play one or two ipl season childhood friend confirms

IPL 2024 / હજુ તો 2025માં પણ IPL રમશે મહેન્દ્ર સિંહ ધોની? નજીકના મિત્રએ કર્યો ખુલાસો

Arohi

Last Updated: 11:38 AM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MS Dhoni IPL 2024: દિગ્ગજ ક્રિકેટર એમએસ ધોની IPL 2024માં વાપસી કરવા માટે તૈયાર છે. એક વખત ફરીથી માહીના રિટાયરમેન્ટની અટકળો શરૂ થઈ ગઈ છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન એમએસ ધોનીના કરિયરને લઈને હંમેશા અટકળો સામે આવતી રહે છે. વર્ષ 2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ પણ એમએસ ધોની સતત આઈપીએલનો ભાગ રહ્યા છે. તેમણે ગયા વર્ષે 2023માં પણ કેપ્ટન્સી કરી અને પોતાની ટીમને 5 વખત ચેમ્પિયલ બનાવી. 

ગઈ સીઝન બાદ તે ઘુટણના દુખાવાથી પરેશાન રહ્યા. પરંતુ બાદમાં સર્જરી પણ કરાવી. પરંતુ હવે માહી એકદમ ફીટ છે અને મેદાન પર વાપસી કરવા માટે પણ તૈયાર છે. તેમણે હાલમાં જ આઈપીએલની તૈયારી શરૂ પણ કરી દીધી હતી અને પોતાના મિત્રોની સ્પોર્ટ્સ કંપનીનો લોગો પણ તેણો પોતાના બેટ પર લગાવ્યો હતો.  

નજીકના મિત્રએ ખોલ્યો રાઝ 
હવે તેમના નજીકના મિત્ર પરમજીત સિંહે એમએસ ધોનીના ફ્યૂચર પ્લાન પર નિવેદન આપ્યું છે. આમ તો ધોની ક્યારે શું નિર્ણય લેશે તે કોઈ પણ નથી જાણતું. એમએસ ધોનીએ અચાનક લગ્ન કરી લીધા હતા, અચાનક ટેસ્ટ ક્રિકેટ છોડી દીધી હતી અને અચાનક જ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધુ હતું. 

હવે છેલ્લા બે ત્રણ દિવસોથી સતત અટકળો આવી રહી છે કે શું આ ધોનીની છેલ્લી સીઝન હશે? પરંતુ દર વર્ષે ધોની કંઈક અલગ કરે છે. એવું જ હવે ફરીથી થઈ રહ્યું છે. પરંતુ આ અટકળોને અમુક હદ સુધી ધોનીના મિત્ર પરમજીતે વિરામ આપ્યો છે. 

માહીના નજીકના મિત્રએ શું કહ્યું? 
એમએસ ધોનીના નજીકના મિત્ર પરમજીત સિંહે જણાવ્યું કે, "ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની એક હવે એક કે બે આઈપીએલ સીઝન રમશે. 2014ની સીઝન તેમની છેલ્લી સિઝન નહીં રહે. તે હજુ ફિટ છે અને સરળતાથી સીએસકે માટે રમી શકે છે."

વધુ વાંચો: હાર્દિક પંડ્યાના કોન્ટ્રાક્ટને લઈને મોટો વિવાદ: સામસામે આવ્યા ઈરફાન પઠાણ અને આકાશ ચોપડા

પરમજીત સિંહ એસએસ ધોનીના બાળપણના મિત્ર છે અને તેના કરિયરમાં આગળ વધવામાં પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. હાલમાં જ તેમની કંપની પ્રાઈમ સ્પોર્ટ્સના લોગોને જ માહીએ પોતાના બેટ પર લગાવ્યો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ