બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Internal quarrel between Kalyan Singh and Vajpayee

અલવિદા કલ્યાણસિંહ / હિન્દુ સમ્રાટથી ઓળખ ધરાવતા કલ્યાણસિંહ જ્યારે વાજપેયીની સામે પડ્યા ત્યારે..

Vishnu

Last Updated: 10:23 AM, 22 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કલ્યાણસિંહ અને વાજપેયી બંનેએ RSS છોડીને જનસંઘ દ્વારા ભાજપનું ગઠન કર્યું અને પાર્ટીને સત્તા પર લઈ જવામાં ભૂમિકા ભજવી. જો કે, આની સાથે બંને વચ્ચે વિચાર સંઘર્ષ પણ જોવા મળ્યો હતો

  • કલ્યાણ સિંહે અટલ બિહારી વાજપેયી પર કર્યા પ્રહાર
  • ભાજપ છોડી સપાની સવારી કરી
  • 'જીવનના છેલ્લા શ્વાસ સુધી ભાજ્યમાં રહીશ'-કલ્યાણસિંહ

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા કલ્યાણ સિંહનું અવસાન 21 ઓગસ્ટના રોજ 89 વર્ષની વયે થયું છે. ભાજપને મજબૂત કરવામાં અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીએ ભજવેલી ભૂમિકામાં, કલ્યાણ સિંહની ભૂમિકા પણ તેનાથી ઓછી નહોતી. જ્યારે વાજપેયી ભાજપનો બ્રાહ્મણ ચહેરો હતા, કલ્યાણ સિંહ ઓબીસી ચહેરા તેમજ હિન્દુ-હૃદય સમ્રાટ તરીકે જાણીતા હતા. જણાવી દઈએ કે કલ્યાણ સિંહ અને અટલ બિહારી વાજપેયી, બંને નેતાઓએ આરએસએસ છોડીને જનસંઘ દ્વારા ભાજપનું ગઠન કર્યું અને પાર્ટીને સત્તા પર લઈ જવામાં ભૂમિકા ભજવી.

વાજપેયીના વિકલ્પ તરીકે કલ્યાણસિહને જોવામાં આવતા પણ.. 
કલ્યાણ સિંહ અને વાજપેયી વચ્ચે રાજકીય ઝઘડા અને અણબનાવના અહેવાલો પણ હતા. અટલ બિહારી વાજપેયી અને કલ્યાણ સિંહે એક જ સમયે રાજકારણમાં પ્રવેશ કર્યો અને સમાન રાજકીય વિચારધારા સાથે આગળ વધ્યા. વાજપેયીએ પોતાને રાષ્ટ્રીય રાજકારણમાં રાખ્યા હતા જ્યારે કલ્યાણ સિંહને યુપીના રાજકારણે બાંધી રાખ્યા હતા.કલ્યાણસિંહે ભાજપને મજબુત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, ભાજપને એક સમયે બનિયા અને બ્રાહ્મણ પક્ષ કહેવાતો હતો જે બાદ મહેનત કરી પક્ષને ક્લ્યાણસિંહે પછાત વર્ગો માટેની ઓળખ આપી હતી. એક સમયે તેમને વાજપેયીના વિકલ્પ તરીકે પણ જોવામાં આવ્યા હતા, પરંતુ કલ્યાણસિંહ ધીરજથી કામ લઇ શક્યા ન હતા.

જ્યારે મનની વાત હાવભાવમાં સામે આવી
1999 ની લોકસભાની ચૂંટણી દરમિયાન કલ્યાણ સિંહ યુપીના મુખ્યમંત્રી હતા અને લખનૌમાં પત્રકાર પરિષદમાં તેમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમને ખાતરી છે કે અટલ બિહારી વાજપેયી ફરી વડાપ્રધાન બનશે? તેના પર કલ્યાણ સિંહે કહ્યું હતું કે હું પણ ઈચ્છું છું કે તે વડાપ્રધાન બને, પરંતુ પીએમ બનવા માટે પહેલા સાંસદ બનાવવા પડે છે. ધીરે ધીરે ભાજપ દિલ્હી હાઈકમાન્ડમાં બેઠેલા વાજપેયીજી અને કલ્યાણસિહ વચ્ચે મનમોટાવ વધતાં જઈ રહ્યા હતા. એક તરફ  કલ્યાણસિંહ વાજપેયીના વડાપ્રધાન પદ માટેનો અંદરખાને વિરોધ કરી રહ્યા હતા. મહત્વનું છે કે વડાપ્રધાનની ખુરશિનો રસ્તો યુપી થઈ જાય છે. 

કલ્યાણસિંહે અટલ બિહારી વાજપેયી પર નિશાન સાધ્યું
એક સાથે પક્ષને ઊભો કરનાર કલ્યાણ સિંહ અને અટલ બિહારી વાજપેયી વચ્ચેની મડાગાંઠ એટલી મજબૂત પડી ગઈ હતી કે કલ્યાણ સિંહે તો અટલ બિહારી વાજપેયીને કાવતરાખોર અને બ્રાહ્મણવાદી માનસિકતા ધરાવનાર વ્યક્તિ ગણાવ્યા હતા. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવ્યું હતું કે, "અટલ બિહારી મુખ્યમંત્રી તરીકે પછાત વર્ગમાંથી આવતી વ્યક્તિને સહન કરી શકતા ન હતા. અટલજીએ પોતાની ખુરશી બચાવવા માટે રામ મંદિરનો મુદ્દો છોડી દીધો છે. તેઓ ભાજપને ખતમ કરવા ઉતારું બન્યા છે'.

સપા સાથે હાથ મિલાવ્યો, બાદમાં ભાજપમાં પાછા ફર્યા
સતત પાર્ટી હાઇ કમાન્ડના આદેશનો વિરોધ કરતાં ભાજપમાંથી પણ કલ્યાણસિહ સામે અંદરખાને વિરોધ થઈ રહ્યો હતો. રાજનીતિમાં આ બધુ સામાન્ય કહેવાય પણ કલ્યાણસિંહ અન્ય ફિરાકમાં હતા તેમને મનમાં નક્કી કરી લીધું હતું કે ભાજપ પાર્ટીને હવે તિલાંજલિ આપવી છે. ભાજપ છોડ્યા બાદ કલ્યાણ સિંહે સપા સાથે હાથ મિલાવ્યા. મુલાયમના ટેકાથી કલ્યાણ સિંહ જીત્યા, પણ સપાની ચૂંટણીમાં કરારી હાર થઈ હતી જેથી તેમઅને વિરોધનો ઘણો સામનો કરવો પડ્યો. આ પછી, કલ્યાણ સિંહે ફરીથી તેમની પાર્ટીને મજબૂત કરી અને 2012 ની ચૂંટણી લડી, પરંતુ તેમને ત્યાં હાર સહન કરવી પડી.આ પછી, તેઓ 2014માં ભાજપમાં પાછા ફર્યા અને શપથ લીધા કે જીવનના છેલ્લા શ્વાસ સુધી, હું હવે ભાજપનો જ રહીશ. મોદી સરકારની રચના બાદ તેમને રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તેમનો પુત્ર એટાથી સાંસદ છે અને તેનો પૌત્ર યોગી સરકારમાં મંત્રી છે. અને હવે કલ્યાણસિહે ભાજપના સભ્ય તરીકે તેમણે અંતિમ શ્વાસ લીધા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ