બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Injustice to RTE students in APS school in Gandhinagar? Called in a shift different from the regular one

VIDEO / ગાંધીનગરની APS સ્કૂલમાં RTEના વિદ્યાર્થીઓ સાથે અન્યાય? રેગ્યુલરથી અલગ શિફ્ટમાં બોલાવાતા

Vishal Khamar

Last Updated: 05:11 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરની એપીએસ સ્કૂલમાં RTE નાં વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવતો હોવાની રાવ ઉઠવા પામી છે. જેમાં RTE નાં વિદ્યાર્થીઓને રેગ્યુલર વિદ્યાર્થીઓથી અલગ બેસાડાય છે. તેમજ માત્ર RTE ના બાળકો માટે બપોરે અલગ ક્લાસ ચલાવાય છે.

  • ગાંધીનગરની APS સ્કૂલમાં RTEના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ
  • RTE  થી પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને રેગ્યુલર વિદ્યાર્થીઓથી અલગ બેસાડાય છે
  • શું સમગ્ર બાબતથી જીલ્લા શિક્ષણાધિકારી અજાણ?

 ગાંધીનગરની APS સ્કૂલમાં RTE નાં વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થતો હોવાની રાવ ઉઠી છે. વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતા હોવાનો VTV  પાસે પુરાવો છે. તેમજ રેગ્યુલરથી RTE ના વિદ્યાર્થીઓને અલગ બેસાડાય છે. તેમજ વિદ્યાર્થીઓને અલગ બેસાડાતા હોવાનો પણ VTV  પાસે પુરાવો છે. શાળાનાં રેગ્યુલર વિદ્યાર્થીઓને સ્કૂલમાં સવારે બોલાવવામાં આવે છે.  RTE  ના માત્ર ગણતરીનાં બાળકોનો બપોરે અલગ ક્લાસ ચલાવાય છે. તેમજ RTE  નાં બાળકોને બપોરે અલગ બોલાવાતા હોવાનો પુરાવો છે.

સ્કૂલ સંચાલકો પણ શાળાની જોરહુકમી સામે લાચાર કંઈ પણ કહેવાનું ટાળ્યું
ત્યારે આ બાબતે APS  સ્કૂલનાં સંચાલકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરતા તેઓએ આ બાબતે કંઈ કહેવાનું ટાળ્યું હતું. તેમજ સ્કૂલનાં ગેટને જેલની જેમ તાળા બંધી કરી દેવાનાં આવી હતી. ત્યારે આ બાબતે વાલીઓ સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરતા વાલીઓને પણ જાણે સ્કૂલ સંચાલકો દ્વારા કંઈ પણ કહેવાની મનાઈ ફરમાવી હોય તેમ વાલીઓએ પણ કંઈ કહેવાનું ટાળ્યું હતું. 

શું જીલ્લા શિક્ષણાધિકારી સમગ્ર બાબતથી અજાણ છે?
આ બાબતે લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી હતી કે છેલ્લા ઘણા સમયથી છેલ્લા ઘણા સમયથી APS  સ્કૂલ દ્વારા આ રીતે RTE  થી પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને અલગ પાળી ચલાવવામાં આવી રહી છે. ત્યારે આ વાતથી જીલ્લા શિક્ષણાધિકારી અજાણ છે? હોય તેમ આજદીન સુધી શાળા સામે કોઈ જ કાર્યવાહિ કરવામાં આવી નથી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ