બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Inhumane treatment of a youth in Morbi asking for right money, outrage in Dalit society, Jignesh Mevani also in the field with the demand of justice.

ફરિયાદ / મોરબીમાં હક્કના પૈસા માંગતા યુવક સાથે અમાનવીય વર્તન, દલિત સમાજમાં આક્રોશ, જીજ્ઞેશ મેવાણી પણ ન્યાયની માંગ સાથે મેદાનમાં

Vishal Khamar

Last Updated: 09:04 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબી ખાતે આવેલ રાણીબા ઈન્ડ્રસ્ટ્રીઝમાં પગાર લેવા ગયેલા યુવાનને માર મારવા મામલે પોલીસે 12 લોકો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે આજે અનુસુચિત જાતીના આગેવાનો, મહિલાઓ સહિતના લોકો કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

  • મોરબીમાં રાણીબા ઈન્ડ્રસ્ટ્રીઝમાં યુવકને માર મારવાનો મામલો
  • અનુસુચિત, જાતીનાં આગેવાનો, મહિલાએએ કલેક્ટરને રજૂઆત કરી
  • મોરબી એ ડિવીઝન પોલીસ સ્ટેશને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ

 સિરામિક સિટી તરીકે જગવિખ્યાત બનેલ મોરબી શહેર જાણે કે ક્રાઇમ સિટી બની ગયું હોય તેવો ઘાટ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે.  ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોને પોલીસનો સહેજ પણ ડર નથી. તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી. હાલમાં મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા નિલેશભાઈ કિશોરભાઈ દલસાણીયા (21) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી. રબારી તથા અન્ય સાત અજાણ્યા શખ્સ રહે. બધા જ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે. 

સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈ યુવક નોકરી માટે ગયો હતો
જેમાં તેને જણાવ્યુ છે કે, તેને રાણીબાના ઇન્સ્ટગ્રામમાં સ્ટાફ જોઈએ છે.  તેવી જાહેરાત જોઈ હતી. જેથી તે ત્યાં ગયો હતો અને ત્યાર બાદ રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટના ચોથા માળે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરીએ રહ્યો હતો. અને ગત તા. 2 ઓક્ટોબર થી તા. 18 ઓક્ટોમ્બર સુધી તેને ત્યાં કામ કર્યું હતું. જેનો પગાર તેને આપવામાં આવ્યો ન હતો. અને જો કે, ઓફિસના કર્મચારીનો દર મહિનાની પાંચમી તારીખે પગાર કરવામાં આવે છે. જેથી કરીને તા. 6 નવેમ્બરના રોજ વિભૂતિ પટેલને ફરિયાદીએ ફોન કર્યો હતો. ત્યારે તેને ઓફિસમાં જોઈને કહું તેવો જવાબ આપ્યો હતો. ત્યારબાદ વિભૂતિ પટેલના ભાઈ સાથે પગાર બાબતે વાત થઇ હતી. અને તેને કેપિટલ માર્કેટની ઓફિસે પગાર લેવા બોલાવતા નિલેશભાઈ તેના ભાઈ અને મિત્ર સાથે ઓફિસે ગયા હતા.

કલેક્ટરને રજૂઆત કરી

પોલીસે 12 વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી
ત્યારે આરોપી ડી.ડી. રબારીએ ફરિયાદી સાથે આવેલ મિત્રને ગાલ ઉપર ફડકો મારી ત્યાંથી નીકળી જવાનું કહ્યું હતું અને ઓમ પ્રકાશ, રાજ પટેલ અને ઓફિસના મેનેજર પરીક્ષિતે નિલેશભાઈને વાળ પકડીને મોઢા ઉપર ફડાકા મારી ઓફિસની છત ઉપર લઇ જઈને ત્યાં તેને વિભૂતિ પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત દ્વારા કમરે બાંધવાના પટ્ટા વડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. અને વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ ફરિયાદીને મોઢામાં લેવડાવી અપમાનિત કરેલ છે. તેમજ રાજ પટેલે બળજબરી પૂર્વક માફી માંગતો અને બીજો ખંડણી ઉઘરાવતો વિડીઓ ઉતારી લઈને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરેલ છે. જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહીત 12 વ્યક્તિઓની સામે આઇપીસી કલમ 323, 504, 506 તેમજ રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ  શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ