બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Infiltration of terrorists failed in Jammu and Kashmir, one infiltrator was killed in firing by security forces.

કાર્યવાહી / જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની ઘૂસણખોરી નિષ્ફળ, સુરક્ષાદળોના ફાયરિંગમાં એક ઘૂસણખોર ઢેર, લાશને લઈ જતાં દેખાયા આતંકી

Priyakant

Last Updated: 11:22 AM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jammu and Kashmir Latest News: અખનૂરમાં આતંકીઓની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, ગોળીબારમાં એક ઘૂસણખોર પણ માર્યો ગયો હતો, જેની લાશને આતંકીઓ ખેંચી જતા જોવા મળ્યા

  • ભારતીય સેનાએ આતંકીઓની ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો 
  • સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકીઓ પર ગોળીબાર કર્યો
  • એક આતંકી ઠાર, 4 આતંકીઓની શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી 
  • ઘૂસણખોરની લાશને આતંકીઓ ખેંચી જતા જોવા મળ્યા

Jammu and Kashmir News : જમ્મુ-કાશ્મીરના પુંછમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ અખનૂરમાં આતંકીઓની ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. વાત જાણે એમ છે કે, આપણી સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકીઓ પર ગોળીબાર કર્યો છે. જે બાદમાં 4 આતંકીઓની શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી છે. સેનાના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ મૃતદેહને પાછળ ખેંચતા જોવા મળ્યા છે.

સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુના અખનૂરમાં સર્વેલન્સ ડિવાઈસ દ્વારા 4 આતંકવાદીઓની શંકાસ્પદ ગતિવિધિઓ જોવામાં આવી હતી, જેના પછી સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી. આ ઘટના શુક્રવારે મોડી રાત્રે બની હોવાનું કહેવાય છે. સેનાએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ એક લાશને આંતરરાષ્ટ્રીય સરહદ પાર ખેંચતા જોવા મળ્યા હતા.

ભારતીય સેનાની 16મી કોર્પ્સ, જેને વ્હાઇટ નાઈટ કોર્પ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમણે આ ઘટના વિશે માહિતી આપી. ભારતીય સેનાની 16મી કોર્પ્સે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું કે, અખનૂરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કરવામાં આવ્યો છે. શુક્રવારે મોડી રાત્રે અમારા સર્વેલન્સ ડિવાઇસ દ્વારા 4 શંકાસ્પદ આતંકવાદીઓને જોવામાં આવ્યા હતા. આ પછી અમારી બાજુથી ગોળીબાર થયો હતો. આતંકવાદીઓ એક મૃતદેહને આંતરરાષ્ટ્રિય સરહદ પાર ખેંચતા જોવા મળ્યા હતા.

સેનાના જવાનોએ ચાર ઘૂસણખોરોને આંતરરાષ્ટ્રીય સરહદથી વાયર તરફ આવતા જોયા ત્યારબાદ તેઓએ તેમના પર ગોળીબાર કર્યો. આ ગોળીબારમાં એક ઘૂસણખોર પણ માર્યો ગયો હતો, જેની લાશને આતંકીઓ ખેંચી જતા જોવા મળ્યા હતા. આ ઘૂસણખોરોને પાકિસ્તાન તરફથી સંપૂર્ણ સમર્થન મળી રહ્યું હતું. તે સમયે આ ઘૂસણખોરો આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પાકિસ્તાની સેનાએ ભારતીય સૈનિકોનું ધ્યાન હટાવવા માટે તેની એક પોસ્ટને આગ લગાવી દીધી હતી. જોકે પાકિસ્તાનની આ ષડયંત્ર સફળ ન થઈ અને સૈનિકોએ તરત જ ઘૂસણખોરો પર ગોળીબાર શરૂ કરી દીધો, જેમાં એક ઘૂસણખોર માર્યો ગયો.

ઘૂસણખોરો ભારે હથિયારોથી સજ્જ હતા
અધિકારીઓએ પણ ઘૂસણખોરીની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સરહદની રક્ષા કરતા સૈનિકોએ શનિવારે (23 ડિસેમ્બર) વહેલી સવારે ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, અખનૂર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડરથી ભારે હથિયારોથી સજ્જ ચાર આતંકવાદીઓ આ તરફ આવતા જોવા મળ્યા હતા. ત્યારપછી જવાનોએ ઘૂસણખોરી કરી રહેલા આતંકીઓ પર ગોળીબાર કર્યો, જેમાં ઘૂસણખોરી કરનારા એક આતંકીને ગોળી વાગી અને જમીન પર પડી જતાં તેનું મોત નીપજ્યું.

અધિકારીઓનું કહેવું છે કે માર્યા ગયેલા આતંકવાદીના મૃતદેહને તેના સહયોગીઓ આંતરરાષ્ટ્રીય સરહદની બીજી તરફ ખેંચીને લઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે આ આતંકીઓ રાતના અંધારામાં સર્વેલન્સ ડિવાઇસ દ્વારા ઘૂસણખોરી કરતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે ભારત ગુજરાતથી જમ્મુ સુધી પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ વહેંચે છે. જો કે, જમ્મુથી આગળ વધતાની સાથે જ કાશ્મીરથી નિયંત્રણ રેખા (LOC) શરૂ થાય છે.

નોંધનિય છે કે, અખનૂરમાં ઘૂસણખોરીનો પ્રયાસ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે પૂંછ આતંકી હુમલા બાદ ભારતીય સેના એલર્ટ પર છે અને સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સરહદ પર પુંછ અને રાજૌરીમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે અને આ બંને જગ્યાએ ઈન્ટરનેટ સેવા બંધ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ