બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / INDvsPAK: 'If you are a coward Shoaib Akhtar's big statement before the match

ક્રિકેટ / INDvsPAK: 'જો તમે કાયર છો તો...', ભારત-પાકિસ્તાન મેચના શુભારંભ પહેલા શોએબ અખ્તરનું મોટું નિવેદન

Megha

Last Updated: 09:32 AM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શોએબ અખ્તરે કહ્યું, પાકિસ્તાનની ટીમને જ્યારે તમે નબળી બતાવો ત્યારે ખેલાડીઓ પરનું દબાણ દૂર થઈ જાય છે એટલે આજે ભારતીય ટીમ જેટલું દબાણ હશે એટલું પાકિસ્તાન પર નહીં હોય.

  • આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ 
  • પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપમાં ભારતને સરળતાથી હરાવી દેશે - શોએબ અખ્તર
  • પાકિસ્તાનની ટીમને નબળી બતાવો ત્યારે ખેલાડીઓ પરનું દબાણ દૂર થઈ જાય 

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બ્લોકબસ્ટર મેચ રમાશે. રોહિત શર્મા આ શાનદાર મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે, જ્યારે પાકિસ્તાની ટીમની કમાન બાબર આઝમના હાથમાં રહેશે. મેચ આજે બપોરે 2 વાગ્યે શરૂ થશે.

આ મેચ નબળા દિલના કે કાયર લોકો માટે નથી -  શોએબ અખ્તર
આ બધા વચ્ચે દિગ્ગજ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરે કહ્યું છે કે પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપમાં ભારતને સરળતાથી હરાવી દેશે. તેની પાછળનું કારણ પણ જણાવવામાં આવ્યું છે. તેમનું માનવું છે કે મેચમાં ભારતીય ટીમ જેટલું દબાણ પાકિસ્તાન પર નહીં હોય. શોએબ અખ્તરે વધુમાં કહ્યું કે આ મેચ નબળા દિલના કે કાયર લોકો માટે નથી. આ મેચ બહાદુર લોકો માટે છે. જેઓ મોટું નામ કમાવા માંગે છે. જેઓ સુપરસ્ટાર બનવા માંગે છે.

પાકિસ્તાનની ટીમને નબળી બતાવો ત્યારે ખેલાડીઓ પરનું દબાણ દૂર થઈ જાય 
એક વાતચીતમાં શોએબ અખ્તરે કહ્યું કે, 'ભારતીય ટીમને દરેક વખતે ફેવરિટ તરીકે રજૂ કરવી વાસ્તવમાં પાકિસ્તાન માટે મદદરૂપ સાબિત થાય છે. શોએબે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે એકવાર તેણે એક ટીવી ચેનલ પર જોયું કે ક્રિકેટ શોમાં બધું જ બ્લૂ રંગનું હતું અને વારંવાર કહેવામાં આવી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનને ખરાબ રીતે હરાવશે. જ્યારે લોકો પાકિસ્તાનની ટીમને નબળી બતાવે છે ત્યારે ખેલાડીઓ પરનું દબાણ દૂર થઈ જાય છે. 

પાકિસ્તાન માટે ભારતને હરાવવું સરળ રહેશે
શોએબ અખ્તરે આગળ કહ્યું કે, 'પાકિસ્તાનની ટીમ પાસે ગુમાવવા માટે કંઈ નથી. પાકિસ્તાન માટે ભારતને હરાવવું સરળ રહેશે કારણ કે આ તમારું હોમ ગ્રાઉન્ડ છે. તમારી પાસે ટીવી અધિકારો છે. તમારી સ્પોન્સરશિપ ચાલુ છે. એટલે તમે ફસાયેલ છો અમે નહીં. 

ભારત માટે આ સૌથી મોટો અને શ્રેષ્ઠ વર્લ્ડ કપ
શોએબ અખ્તરે વધુમાં કહ્યું કે, 'આ યુદ્ધ નથી. વધુમાં વધુ ટીઆરપી મેળવવા માટે પાકિસ્તાન ભારતને મદદ કરવા તૈયાર છે. મારું માનવું છે કે ભારત માટે આ સૌથી મોટો અને શ્રેષ્ઠ વર્લ્ડ કપ હોવો જોઈએ. બાબર આઝમ અને ટીમે આક્રમકતા અને બુદ્ધિમત્તાથી રમવું જોઈએ. હું ટીમને કહેવા માંગુ છું કે તમે જીતશો. '

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ