બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Industrial investment MOU signed in presence of CM Bhupendra Patel at Gandhinagar

આનંદો! / ગુજરાતમાં ઊભી થશે 25 હજારથી વધુ રોજગારીની તકો, અત્યાર સુધીમાં કુલ 8373 કરોડના 19 MoU થયા સંપન્ન

Malay

Last Updated: 12:40 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઔદ્યોગિક રોકાણ માટેની MoUની શ્રેણીની છઠ્ઠી કડીમાં વધુ 7 MoU થયા, 25 હજારથી વધુ નવી રોજગારીની તક ઉભી થશે.

  • ગુજરાતમાં 25 હજારથી વધુ નવી રોજગારીની તકો ઉભી થશે
  • CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં થયા MOU 
  • ગુજરાતમાં રૂ.4067 કરોડનું સંભવિત રોકાણ આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024માં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજન હાથ ધર્યા છે. આ હેતુસર વાયબ્રન્ટ સમિટના પૂર્વાર્ધ રૂપે અત્યારથી જ દર અઠવાડિયે વિવિધ ઉદ્યોગરોકાણકારો સાથે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટેના MoUનો ઉપક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી પ્રયોજવામાં આવે છે.

24 હજારથી વધુ રોજગારીની તકોનું થશે નિર્માણ
આ ઉપક્રમના છઠ્ઠા તબક્કામાં ઉદ્યોગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સોમવાર તા.11  સપ્ટેમ્બરે છઠ્ઠી કડીમાં એક જ દિવસમાં રૂ.4 હજાર કરોડથી વધુના રોકાણો માટે સાત MoU થયા છે. તેનાથી 25 હજારથી વધુ રોજગારીની તકોનું નિર્માણ થશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વાયબ્રન્‍ટ સમિટ-2024નાં પૂર્વાર્ધરૂપે પ્રતિ સપ્તાહે યોજવામાં આવતા MoU સાઈનીંગ ઉપક્રમની પાંચ કડીમાં રાજ્યમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ રૂ.8,373 કરોડના રોકાણોના 19 MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ 24,300થી વધુ સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે.

બાવળા તાલુકામાં કરાશે 103.25 કરોડનું રોકાણ
તદઅનુસાર ટેક્ષટાઇલ, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, કેમિકલ્સ ઉદ્યોગ માટે કુલ રૂ. 4 હજાર કરોડથી વધુના સંભવિત મૂડી રોકાણ અને 25 હજારથી વધુ રોજગાર અવસર ઉપલબ્ધ કરાવતા MoU થયા હતા. આ MoU અનુસાર અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ગાંગડ ગામે ડેનિમ ડાઈંગ અને પ્રોસેસીંગ યુનિટ શરૂ કરવા માટે શ્રી શ્યામ ફેશન ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ. 103.25 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ યુનિટ માર્ચ-2024માં કાર્યરત થતા 150 જેટલી રોજગારી પ્રાપ્ત થશે. 

સુરતમાં શરૂ કરાશે ટેક્ષટાઇલ યુનિટ
સુરત જિલ્લામાં ટેક્ષટાઇલ યુનિટ કાર્યરત કરવા માટે જનરલ પોલિટેક્ષ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ.250 કરોડનું રોકાણ કરવામાં આવશે તથા અંદાજે 500 જેટલી રોજગારી પ્રાપ્ત થશે. આ એકમ માર્ચ-2024 સુધીમાં કાર્યરત થશે. તેમજ સુરતમાં અન્ય એક ટેક્ષટાઈલ યુનિટ કાર્યરત કરવા APL કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ.153.98 કરોડનું રોકાણ કરવામાં આવશે, જેમાંથી 225 લોકોને રોજગારી પ્રાપ્ત થશે. આ યુનિટ આગામી માસના અંત સુધીમાં કાર્યરત થઈ જવાનો અંદાજ છે.

ભરૂચ જિલ્લામાં 15 હજાર લોકોને મળશે રોજગારી
આ ઉપરાંત ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પખાજણમાં 546 હેક્ટર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવા માટે રૂ.450 કરોડના રોકાણો માટેના MoU પાય પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડે કર્યા હતા. આ પાર્કમાં 15 હજાર લોકોને રોજગારી મળશે અને માર્ચ-2024 સુધીમાં પાર્ક કાર્યરત થવાનો છે. સુરતના પલસાણા તાલુકાના ઈંટાળવા ખાતે 3.31 લાખ ચોરસ મીટર વિસ્તારમાં એક ઔદ્યોગિક પાર્ક માટે આંતર માળખાકીય સુવિધાઓ વિકસાવવા અંગે રૂ. 119.93 કરોડના રોકાણો સાથે MoU થયા છે. 582 પ્લોટની ઉપલબ્ધિ સામે અંદાજે 7 હજાર રોજગારીની તકો અહીં ઉપલબ્ધ થશે અને માર્ચ-2024 સુધીમાં તે કાર્યરત થશે. 

કેમિકલ ક્ષેત્રે 3 હજાર કરોડના થયા MoU
આ પાંચ MoU ઉપરાંત કેમિકલ ક્ષેત્રે રૂ.3000 કરોડના રોકાણો માટે બે MoU થયા હતા. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં એગ્રોકેમિકલ્સ, હાઇપરફોર્મન્સ પોલિમર્સ અને પીગમેન્ટ્સના ઉત્પાદન માટે ઘરડા કેમિકલ્સ લિમિટેડ દ્વારા રૂ. 2600 કરોડના રોકાણ માટે MoU  કર્યાં હતા. આ રોકાણથી બે હજાર રોજગારીની તકોનું સર્જન થશે. એમઓયુ મુજબ ઘરડા કેમિકલ્સ દ્વારા એગ્રોકેમિકલ્સનું ઉત્પાદન 2024-25માં શરૂ થઈ જશે,  જ્યારે એગ્રોકેમિકલ્સ, હાઈપર્ફોર્મન્સ પોલીમર્સ, રંગદ્રવ્યો તથા એગ્રોકેમિકલ્સ ફોર્મ્યુલશનનું ઉત્પાદન 2025-26માં શરૂ થશે. કેમિકલ ક્ષેત્રે અન્ય એક કંપની યશો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ભરૂચના વાગરા તાલુકાના પખાજણ ગામે રબર કેમિકલ્સ, લુબ્રિકન્ટ એડિટિવ્સ તથા સ્પેશિયાલિટી કેમિકલ્સના ઉત્પાદન માટે રૂ.400 કરોડનું રોકાણ કરવામાં આવશે. એપ્રિલ-2024માં આ એકમ કાર્યરત થતા 250 રોજગારીની તકોનું સર્જન થશે. 

અધિક મુખ્ય સચિવ એસ.જે હૈદરે કર્યા હસ્તાક્ષર
MoU કરનારા ઉદ્યોગકારોએ રાજ્ય સરકારની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્યમાં સરળતાએ ઉદ્યોગો શરૂ કરી શકાય તેવું પ્રો-એક્ટીવ એડમિનિસ્ટ્રેશન, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે સરળ પ્રક્રિયા, વહીવટી સરળતા વગેરેની સક્રિય ભૂમિકા રહેલી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઉદ્યોગ રોકાણકારોને ત્વરાએ ઉદ્યોગો શરૂ કરવામાં સરળતા રહે તેવું વાતાવરણ બન્યું છે અને ઉદ્યોગકારોને મુશ્કેલી ન પડે તથા સરકાર અને ઉદ્યોગો સાથે મળીને રાજ્યના વિકાસની ગતિ વધુ વેગવંતી બનાવે તેવી આપણી નેમ છે. રાજ્ય સરકાર વતી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે હૈદર તેમજ ઉદ્યોગકારો વતી ઉદ્યોગ સંચાલકોએ હસ્તાક્ષર કર્યા હતા.

મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન રહ્યા હાજર
આ MoU સાઇનીંગ અવસરે મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે, સંયુક્ત કમિશનર કુલદીપ આર્ય તથા ઇન્ડેક્સ-બી ના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ