બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Indifference among house owners of Gujarat Housing Society regarding documentation

ઉદાસિનતા / વર્ષોથી ઘરમાં રહે છે પરંતુ દસ્તાવેજ નથી કરાવવો:અમદાવાદ જેવા શહેરમાં પણ આ સમસ્યા, જાણો કેમ

Vishal Khamar

Last Updated: 07:42 PM, 11 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકોને ઘરનું ઘર મળે તે માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ સતત અવનવી સ્કીમ મૂકી રહ્યું છે. ઘરનું ઘર મળ્યા બાદ લોકો હવે દસ્તાવેજ કરવામાં વર્ષોથી રાહ જોઈ રહ્યા છે કે સરકાર કોઈ પગલા લે જેથી માથે બોજનાં આવે. આજે પણ કેટલાય લોકો એવા છે, કે ઘરની છત મળી છે વર્ષો રહે પરંતુ ઘર નામે કરાવ્યું નથી. અવનવા કારણો સાથે ફાયદો ઉઠાવીને ઘર નામે કરવાતા નથી.

  • ઘરની છત છે પરંતુ ઘર નામે કરવાતા નથી
  • ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ૨ લાખ જેટલા શહેરમાં કર્યા નિર્માણ
  • શહેરના 61  હજાર લોકોના મકાન રહે પરતું દસ્તાવેજો કરાવતા નથી

આજે પણ હજારો લોકો પાસે ઘરનું ઘર છે. પરંતુ  જયારે દસ્તાવેજ કરવાની  વાત આવે ત્યારે રાહ જુએ કે સરકાર કોઈ પગલા લે. આ પ્રકારની વાત છે, અમદાવાદ નારાયણપૂરા વિસ્તારમાં આવેલા અંબિકા એપાર્ટમેન્ટમાં વસતા નરેદ્રભાઈ રાઠોડની છે. નાણા છે, પરતું દસ્તાવેજ માટે આગળ આવતા નથી. કેમકે હવે મકાનમાં  ઘર કરતા હવે દસ્તાવેજની કિંમત વધી ગઈ છે. જેના કારણે દસ્તાવેજ માટે આગળ આવતા નથી. દોઢ લાખ રૂપિયા મકાન લીધું, ત્યારે દસ્તાવેજની નજીવી કિંમત હતી. પરતું દસ્તાવેજ માટેની ઢીલી નીતિ આજે ઘરની કીમત ચાર દસ્તાવેજ માટે  છે. હવે નાણા ભીડનું કારણ સાથે દસ્તાવેજની વાત મૂકી રહ્યા છે.

ઈમ્પેક્ટ ફી કારણે દસ્તાવેજો છોડાવવા હજારો રૂપિયા ખર્ચ કરવો પડે તેવી સ્થિત
અંબિકા એપાર્ટમેન્ટમાં વસતા દક્ષાબેન પરમાર. જેઓ ૨૫ વર્ષથી વસવાટ કરે છે. હાલ આખું એપાર્ટમેન્ટ રી-ડેવલપમેન્ટમાં જાય તેવી સ્થતિ છે. જેના કારણે દસ્તાવેજમાં રસનાં દાખવતા હોય એમ લાગે છે. કેમકે વધતી ઈમ્પેક્ટ ફી કારણે દસ્તાવેજો છોડાવવા હજારો રૂપિયા ખર્ચ કરવો પડે તેવી સ્થિત છે.

૧૦૦ મકાનની સ્કીમમાં માંડ ૧૦ લોકો પાસે જ દસ્તાવેજ ધારક
હાલ મોંઘવારી કારણે દસ્તાવેજો અટક્યા એવું નથી. પરંતું ઢીલી નીતિ અને સરકાર દ્વારા મળતા વારંવાર સહાયમાં ઢીલી નીતિ સામે દસ્તાવેજ કરાવવા આગળ આવતા નથી. નારણપુરામાં આવેલી શ્રદ્ધાદીપ એપાર્ટમેન્ટ ૧૯૯૪ ની સાલમાં ૧૦૦ મકાનની સ્કીમમાં માંડ ૧૦ લોકો પાસે જ દસ્તાવેજ ધારક છે. બાકીના લોકો પાસે દસ્તાવેજ વિના સરકારની ઢીલી નીતિ અને રી ડેવલોપમેન્ટ રાહે  દસ્તાવેજ માટે આગળ આવતા નથી.

60 હજાર જેટલા લોકોએ મકાનનો દસ્તાવેજ કરાવ્યા નથીઃ ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી
હાલ અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં અતર્ગત ૩૦૦ જેટલી સ્કીમ નિર્માણ પામી છે. જેમાંથી ૨ લાખ જેટલા મકાનો નિર્માણ કર્યું છે. જેમાં હજારો લોકો વસવાટ કરે છે. પરંતું આજે પણ ૬૦ હજાર જેટલા લોકોએ મકાનનો દસ્તાવેજ કરાવ્યા ન હોવાનું ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી પણ સ્વીકારે છે. લોકો દસ્તાવેજ માટે આગળ આવે તેવા પ્રયત્નો કરે છે. પરતું લોકો ઉદાસીનતાનું વલણ જોવા મળી રહ્યું છે. 

ઓછા ખર્ચે દસ્તાવેજ થઇ જાય તે નીતિ માટે લોકો દસ્તાવેજ માટે આગળ આવતા નથી
દસ્તાવેજો મુખ્ય બાબતોમાં નાણાભીડ, વારસાઈ ના પ્રશ્નો તેમજ બાંધકામ તેમજ વધતા વહીવટ ચાર્જ તેમજ વધારાના બાંધકામના પ્રશ્નો આગળ મુકીને  ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અનેક રજૂઆત છે. જેથી સરકાર વધુ અસરકાર પગલા ભરે નહી અને  ઓછા ખર્ચે દસ્તાવેજ થઇ જાય તે નીતિ માટે લોકો દસ્તાવેજ માટે આગળ આવતા નથી. જો કે સરકાર મૂળ કીમત પર પેનલ્ટી માફી યોજના જેવી નીતિ પણ અમલમાં મૂકી છતાં લોકો  રી-ડેવલોપમેન્ટ રાહે જોઇને  દસ્તાવેજ માટે આગળ આવતા નથી. 

વધુ વાંચોઃ હવે કેવી છે રાઘવજી પટેલની તબિયત? જરૂર પડી તો મુંબઈ લઈ જવાય તેવી શક્યતા, હર્ષ સંઘવીએ કહ્યું- તેમના પર છે લાખો લોકોના આશીર્વાદ

આજે અમદવાદના અનેક પરિવાર પાસે ઘરનું ઘર છે. પરતું દસ્તાવેજ ઢીલી નીતિ કારણે દસ્તાવેજ ન કરવાની લોકો ઘરના ઘર સાથે સરકારી તિજોરી પર બોઝ આપે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ