બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Agriculture Minister Raghavji Patel is likely to be taken to Mumbai for further treatment

રાજકોટ / હવે કેવી છે રાઘવજી પટેલની તબિયત? જરૂર પડી તો મુંબઈ લઈ જવાય તેવી શક્યતા, હર્ષ સંઘવીએ કહ્યું- તેમના પર છે લાખો લોકોના આશીર્વાદ

Vishal Khamar

Last Updated: 02:21 PM, 11 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરના પસાયા બેરાજામાં ' ગામ ચલો અભિયાન' કાર્યક્રમમાં શનિવારે કૃષિમંત્રી અચાનક તેઓને બ્રેન સ્ટ્રોક આવતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા હતા. કૃષિ મંત્રીને વધુ સારવાર અર્થે મુંબઈ લઈ જવાય તેવી શક્યતા છે.

  • કૃષિમંત્રી રાઘવજી પટેલને વધુ સારવાર અર્થે મુંબઈ લઈ જવાય તેવી શક્યતા
  • પરિવારજનો દ્વારા નિર્ણય લેવાયા બાદ મુંબઇ શિફ્ટ કરવામાં આવશે
  • મુંબઈની 3 હોસ્પિટલનો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે

કૃષિમંત્રી રાઘવજી પટેલને વધુ સારવાર અર્થે મુંબઈ લઈ જવાય તેવી શક્યતા છે. પરિવારજનો દ્વારા નિર્ણય લેવાયા બાદ મુંબઈ શિફ્ટ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. 3 વાગ્યાની આસપાસ રાઘવજી પટેલને મુંબઈ શિફ્ટ કરાઈ શકે તેવી શક્યતાઓ છે. ત્યારે હાલ મુંબઈની 3 હોસ્પિટલનો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે. 

હાલ રાઘવજી ભાઈની તબિયત સારી છે - ઋષિકેશ પટેલ
રાઘવજી પટેલની તબિયતને લઈ ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવી રહ્યું છે. હાલ રાઘવજી પટેલની તબીયત સારી છે. તેમજ ગઈકાલે રાત્રે બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. રાજકોટની હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની ચાલતી સારવારથી પરિવારને સંતોષ છે. 

 

રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા
રાજ્યનાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ ગત રોજ જામનગરના પસાયા બેરાજામાં ' ગામ ચલો અભિયાન'  કાર્યક્રમમાં હતા. તે દરમ્યાન રાત્રે અચાનક તેઓને બ્રેન સ્ટ્રોક આવતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારે હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. 

વધુ વાંચોઃ ખેડૂતના ઘરે જ રાતવાસો અને વહેલી સવારે ખાટલા બેઠક: CM ભૂપેન્દ્ર પટેલ "ગાંવ ચલો" અભિયાનમાં જોડાયા

રાઘવજીભાઈ એક લડાયક નેતા છેઃ હર્ષ સંઘવી
રાઘવજી પટેલને લઈને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતુ કે રાઘવજી પટેલ હાલ સ્વસ્થ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ સવારે ડોક્ટર જોડે વાત કરી હતી. રાઘવજીભાઈ એક લડાયક નેતા છે. લાખો લોકોના આશીર્વાદ તેમના ઉપર છે. ગુજરાતના ખૂણે ખૂણેથી તેમના સ્વસ્થ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ