બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / India's dominance in ICC Men's T20I Team: These 3 players, including Kohli, shine

BIG BREAKING / ICC Mens T20I Teamમાં ભારતનો દબદબો: કોહલી સહિત આ 3 ખેલાડીઓ છવાયા

Megha

Last Updated: 03:57 PM, 23 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC T20 ઈન્ટરનેશનલ ટીમ ઓફ ધ યરની આ ટીમમાં ત્રણ ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે જેમાં સૌથી વધુ રન બનાવનાર સૂર્યકુમાર યાદવનું નામ પણ શામેલ છે.

  • ICC T20 ઈન્ટરનેશનલ ટીમ ઓફ ધ યરમાં ટીમ ઇન્ડિયાનો દબદબો 
  • ટીમ ઓફ ધ યરમાં ત્રણ ભારતીય ખેલાડીઓને મળ્યું સ્થાન
  • મહિલા ટીમમાં એ ટીમ ઈન્ડિયાનો દબદબો જોવા મળ્યો 

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા વર્ષ 2022ના એવોર્ડસ માટે જાહેરાત કરવાની શરૂઆત થઈ ગઈ છે. જણાવી દઈએ કે સોમવારે સૌથી પહેલા ICC T20 ઈન્ટરનેશનલ ટીમ ઓફ ધ યરની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ટીમ ઈન્ડિયાનો દબદબો જોવા મળ્યો હતો. ICC T20 ઈન્ટરનેશનલ ટીમ ઓફ ધ યરની આ ટીમમાં ત્રણ ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે જેમાં સૌથી વધુ રન બનાવનાર સૂર્યકુમાર યાદવનું નામ પણ શામેલ છે. 

ICC T20 ઈન્ટરનેશનલ ટીમ ઓફ ધ યરમાં ટીમ ઇન્ડિયાનો દબદબો 
ICC દ્વારા વર્ષ 2022 માટેના જાહેર કરવામાં આવેલ ICC T20 ઈન્ટરનેશનલ ટીમ ઓફ ધ યરમાં T20 ટીમમાં સ્થાન મેળવનારા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવ સહિત વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાનું નામ પણ શામેલ છે. જો કે ICC દ્વારા આ ટીમની કમાન જોસ બટલરને સોંપવામાં આવી છે. જણાવી દઈએ કે જોસ બટલરના નેતૃત્વમાં ઇંગ્લેન્ડે T20 વર્લ્ડ કપ જીત્યો હતો. 

ભારતના 3 તો પાકિસ્તાનના 2 ખેલાડીઓને મળ્યું સ્થાન 
ICC દ્વારા વર્ષ 2022 માટેના જાહેર કરવામાં આવેલ ICC T20 ઈન્ટરનેશનલ ટીમ ઓફ ધ યરમાં ભારતના 3, પાકિસ્તાનના 2, ઈંગ્લેન્ડના 2, ન્યુઝીલેન્ડ-ઝિમ્બાબ્વે-શ્રીલંકા-આયર્લેન્ડના એક-એક ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું છે, એટલે કે આ ICC એવોર્ડ્સમાં માત્ર ટીમ ઈન્ડિયા જ એકલી એવી ટીમ છે જેના બે બેટ્સમેન અને એક ઓલરાઉન્ડરને ICC દ્વારા  સ્થાન આપવામાં આવ્યું છે.

ICC મેન્સ T20 ઇન્ટરનેશનલ ટીમ ઑફ ધ યર 2022
1. જોસ બટલર (કેપ્ટન, વિકેટકીપર) (ઇંગ્લેન્ડ)
2. મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન)
3. વિરાટ કોહલી (ભારત)
4. સૂર્યકુમાર યાદવ (ભારત)
5. ગ્લેન ફિલિપ્સ (ન્યુઝીલેન્ડ)
6. સિકંદર રઝા (ઝિમ્બાબ્વે)
7. હાર્દિક પંડ્યા (ભારત)
8. સેમ કુરન (ઈંગ્લેન્ડ)
9. વાનિન્દુ હસરાંગા (શ્રીલંકા)
10. હરિસ રૌફ (પાકિસ્તાન)
11. જોશ લિટલ (આયર્લેન્ડ)

ફક્ત પુરૂષ ટીમમાં જ નહીં પણ મહિલા ટીમમાં એ ટીમ ઈન્ડિયાનો દબદબો જોવા મળી રહ્યો હતો. જણાવી દઈએ કે આઈસીસીની વર્ષની બેસ્ટ મહિલા ટીમમાં કુલ 4 ભારતીય ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા, રેણુકા સિંહ અને રિચા ઘોષને આઈસીસીએ તેમની ટીમમાં સામેલ કરી છે. 

ICC વુમન્સ T20 ઇન્ટરનેશનલ ટીમ ઑફ ધ યર 2022
1. સ્મૃતિ મંધાના (ભારત)
2. બેથ મૂની (ઓસ્ટ્રેલિયા)
3. સોફી ડેવાઇન (કેપ્ટન, ન્યુઝીલેન્ડ)
4. એશ ગાર્ડનર (ઓસ્ટ્રેલિયા)
5. તાહિલા મેકગ્રા (ઓસ્ટ્રેલિયા)
6. નિદા દાર (પાકિસ્તાન)
7. દીપ્તિ શર્મા (ભારત)
8. રિચા ઘોષ (વિકેટકીપર, ભારત)
9. સોફી એક્લેસ્ટોન (ઈંગ્લેન્ડ)
10. ઈનોકા રણવીરા (શ્રીલંકા ) 
11. રેણુકા સિંઘ (ભારત)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ