બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Indian Railways to introduce new permanent trains for lower income groups

Good news / મજૂરો-પ્રવાસીઓને મોટી રાહત, ગુજરાત સહિત 13 રાજ્યોમાં દોડશે આવી કાયમી ટ્રેનો, રેલવે તૈયાર કર્યો પ્લાન

Hiralal

Last Updated: 04:31 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલવેએ પ્રવાસીઓ-મજૂરો માટે ઓછા ભાડાવાળી કાયમી ટ્રેનો દોડાવવાનો પ્લાન તૈયાર કર્યો છે.

  • પ્રવાસીઓ-મજૂરો માટે ઓછા ભાડાવાળી કાયમી ટ્રેનો દોડાવવાનો રેલવેનો પ્લાન
  • જાન્યુઆરી 2024માં દોડવાની યોજના 
  • ગુજરાત સહિત 13 રાજ્યોમાં દોડી શકે આવી ટ્રેનો

રેલવે બોર્ડ દેશભરમાં સ્થળાંતર મજૂરો અને પ્રવાસીઓ માટે સામાન્ય-કેટેગરીની, બિન-વાતાનુકૂલિત ટ્રેનો શરૂ કરવાની વિચારણા કરી રહ્યું છે. રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે તહેવારો અને ઉનાળા દરમિયાન ઓછી આવક ધરાવતા જૂથો માટે વિશેષ ટ્રેનો ચલાવવામાં આવે છે પરંતુ તેમાં પ્રવાસીઓની મોટી ભીડ થતી હોય છે અને હવે આ સમસ્યાનું સોલ્યુશન લાવવા માટે ઓછી આવક ધરાવતા લોકો માટે ઓછા ભાડા વાળી કાયમી ટ્રેનો ચલાવવાની પ્રપોઝલ છે. 

ઓછા ભાડાવાળી ટ્રેનો ક્યારે શરુ થઈ શકે
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નવી ટ્રેનો સંભવતઃ જાન્યુઆરી 2024માં દોડવાની યોજના છે તે એસી વગરની એલએચબી કોચની હશે. આ ટ્રેનોમાં કદાચ માત્ર સ્લીપર અને સામાન્ય વર્ગની સેવા હશે. રેલવે બોર્ડના જણાવ્યા અનુસાર નવી ટ્રેનો ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, પંજાબ, આસામ, ગુજરાત, દિલ્હી, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ રાજ્યોમાં શરુ કરવાની વિચારણા છે. 

વિશેષ ટ્રેનોમાં વધુમાં વધુ 22 થી 26 કોચ 
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ રાજ્યોના મોટાભાગના કુશળ-અકુશળ કામદારો, કારીગરો, મજૂરો અને અન્ય લોકો મહાનગરીય વિસ્તારો અને મોટા શહેરોમાં રોજગાર મેળવવા જતા હોય છે ત્યારે તેમને ટ્રેનોમાં ખૂબ અગવડ પડે છે જો આવી ટ્રેનો કાયમી ધોરણે ચલાવાય તો તેમને મોટી મદદ મળી શકે છે. સ્થળાંતરિત વિશેષ ટ્રેનોમાં વધુમાં વધુ 22 થી 26 કોચ હશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, આવી ટ્રેનોને હંગામી ધોરણે ચલાવવાને બદલે કાયમી આખું વર્ષ ચલાવવામાં આવશે. તે જ રીતે આ ટ્રેનોને નિયમિત સમયપત્રકમાં સામેલ કરવામાં આવશે, જે મુસાફરોને સમય કરતા પહેલા સીટ બુક કરાવવાનો લાભ આપશે. 

મજૂરો-પ્રવાસીઓને મળશે મોટી મદદ 
અત્યાર સુધી તો રેલવે તહેવારો કે ઉનાળા કે કોઈ વિશેષ સ્થિતિમાં વિશેષ ટ્રેનો દોડાવતી હોય છે પરંતુ હવે ઓછી આવકવાળા લોકો માટે કાયમી ધોરણે આવી ટ્રેનો દોડાવવાની રેલવેની યોજના છે આનાથી રોજગારી માટે એક ઠેકાણેથી બીજે ઠેકાણે જતા લોકોને મોટી મદદ મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ