બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / indian players can make a place in team india in t20 world cup with good performance

ક્રિકેટની દુનિયા / હવે T20 વર્લ્ડ કપમાં જામશે રસાકસીનો ખેલ, ટીમ ઇન્ડિયાના આ 4 ખેલાડીઓ જેઓ પલટી શકે છે આખી બાજી

Manisha Jogi

Last Updated: 01:17 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમ આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપની તૈયારીઓ કરી રહી છે. આ 4 ખેલાડીઓ પાસે T20 વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાની સુવર્ણ તક છે.

  • વર્લ્ડ કપ પછી ક્રિકેટ રસિયાઓ IPL પર નજર રાખી રહ્યા છે
  • આગામી મહિને IPL  માટે મીની હરાજી યોજાશે
  • આ 4 ખેલાડીઓને T20 વર્લ્ડ કપમાં મળી શકે સ્થાન

વર્લ્ડ કપ પછી ક્રિકેટ રસિયાઓ IPL પર નજર રાખી રહ્યા છે. આગામી મહિને IPL  માટે મીની હરાજી યોજાશે, જે માટે તમામ ટીમો તૈયારી કરી રહી છે. ભારતીય ટીમ આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપની તૈયારીઓ કરી રહી છે. આ 4 ખેલાડીઓ પાસે T20 વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાની સુવર્ણ તક છે.

વોશિંગ્ટન સુંદર- આ લિસ્ટમાં ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પહેલા નંબરે છે. વોશિંગ્ટન સુંદર IPL  2023માં હૈદરાબાદ તરફથી રમી રહ્યા હતા, પણ ખાસ પ્રદર્શન કરી શક્યા નહોંતા. વોશિંગ્ટન સુંદરે 7 મેચમાં માત્ર 3 વિકેટ લીધી અને 5 ઇનિંગ્સમાં 24 રન બનાવ્યા. વોશિંગ્ટન સુંદર માટે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ તેમના ઘણી મહત્વની છે. ઉપરાંત IPL 2024માં માટે શાનદાર તક છે. વોશિંગ્ટન સુંદરને ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝની પહેલી મેચમાં રમવાની તક મળી ન હતી. વોશિંગ્ટન સુંદરે આ વર્ષે અત્યાર સુધીમાં તેણે ભારત માટે 4 ODI ઇનિંગ્સમાં માત્ર 2 વિકેટ લીધી છે. 

રવિ બિશ્નોઈ- રવિ બિશ્નોઈને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં રમવાની તક મળી હતી. IPL 2023માં રવિ બિશ્નોઈએ લખનઉની ટીમ તરફથી 15 મેચ રમી હતી અને અને 16 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝની પ્રથમ મેચમાં 1 વિકેટ લીઘી હતી. રવિ બિશ્નોઈ અન્ય મેચમાં અને IPLમાં સારું પ્રદર્શન કરશે તો T20 વર્લ્ડ કપ માટે ટોપ ખેલાડીઓના લિસ્ટમાં આવી શકે છે.

આવેશ ખાન- IPL 2023માં આવેશ ખાને લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી બોલિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝ માટે આવેશ ખાનને ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આવેશ ખાને IPL 2023માં 9 મેચ રમી હતી અને માત્ર 8 વિકેટ લીધી હતી. આવેશ ખાને એશિયન ગેમ્સમાં નેપાળ સામેની T20 મેચમાં 3 વિકેટ લીધી હતી. IPL 2024માં આવેશ ખાન રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે. લખનઉની ટીમે આવેશ ખાનની જગ્યાએ રાજસ્થાન રોયલ્સના દેવદત્ત પડિકલને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. 

મુકેશ કુમાર- ભારતીય ફાસ્ટ બોલર મુકેશ કુમારે પોતાની બોલિંગ અને સંઘર્ષથી બધાના દિલ જીતી લીધા છે. મુકેશ કુમારને ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝની પહેલી જ T20 મેચમાં રમવાની તક મળી હતી. મુકેશ કુમારે 2023માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું અને ભારતીય ટીમના ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું. મુકેશ કુમારે IPL 2023માં 10 મેચ રમી હતી અને  7 વિકેટ લીઘી હતી. આ વર્ષે ભારત માટે T20માં 6 મેચમાં 3 વિકેટ લીધી. 3 ODI  મેચ રમી અને 4 વિકેટ લીધી. 1 ટેસ્ટ મેચમાં 2 વિકેટ લીધી. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં મુકેશને એક પણ વિકેટ મળી ન હતી, પરંતુ તેણે અન્ય બોલરોની સરખામણીમાં સારી બોલિંગ કરી હતી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

IND Vs AUS IPL 2024 T20 World Cup T20 World Cup team India T20 વર્લ્ડ કપ indian players T20 World Cup
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ