બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

logo

તારક મહેતાના 'સોઢી'નો ગુમ થયા બાદ પહેલી વખત સામે આવ્યો CCTV ફૂટેજનો વીડિયો

logo

કોંગ્રેસને વધુ એક ઝટકો, અરવિંદર સિંહ લવલીએ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

VTV / સ્પોર્ટસ / Cricket / Indian cricketer Irfan Pathan's tweet about Pakistan has created a frenzy on the internet

ટોણો માર્યો / ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે પાકિસ્તાનને લઈને કર્યું એવું ટ્વિટ કે ઈન્ટરનેટ પર કોહરામ મચી ગયો

Pravin Joshi

Last Updated: 11:29 PM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરફાન પઠાણના આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો અને પાકિસ્તાનના કેટલાક સમર્થકોએ તેને જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ઈરફાન પઠાણ પાકિસ્તાન વિશે ટ્વિટ કરી ચુક્યા છે.

  • ઈરફાન પઠાણના આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો 
  • પૂર્વ ભારતીય ખેલાડી ઈરફાન પઠાણે ફરી એકવાર પાકિસ્તાન પર નિશાન સાધ્યું 
  • ઈરફાન પઠાણના આ ટ્વિટ બાદ પાકિસ્તાનના કેટલાક સમર્થકોએ ટ્રોલ કર્યો


ઈરફાન પઠાણના આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો અને પાકિસ્તાનના કેટલાક સમર્થકોએ તેને જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ઈરફાન પઠાણ પાકિસ્તાન વિશે ટ્વિટ કરી ચુક્યા છે. અને હવે એશિયા કપ 2023ની ફાઇનલમાં ભારતની જીત બાદ ઇરફાન પઠાણે ફરી એકવાર પાકિસ્તાનના ઘા પર મીઠું છાંટ્યું છે. એશિયા કપ 2023ની ફાઈનલમાં શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત બાદ, પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ફરી એકવાર પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. તમને જણાવી દઈએ કે એશિયા કપ 2023ના સુપર-4 તબક્કામાં ભારત અને શ્રીલંકા સામે શરમજનક હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાનની ટીમ ઝડપથી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. એશિયા કપ 2023ની ફાઇનલમાં શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત બાદ ઈરફાન પઠાણે પાકિસ્તાનનું નામ લીધા વગર ટોણો માર્યો છે.

 

ઈરફાન પઠાણે ફરીથી PAK પર કટાક્ષ કર્યો

પાકિસ્તાન પર કટાક્ષ કરતા ઈરફાન પઠાણે ટ્વિટર પર લખ્યું, 'પડોશીઓ હજુ પણ પોતાનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમનો અવાજ કોલંબો સુધી પહોંચી રહ્યો નથી.' ઈરફાન પઠાણના આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો અને પાકિસ્તાનના કેટલાક સમર્થકોએ તેને જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ઈરફાન પઠાણ પાકિસ્તાન વિશે ટ્વિટ કરી ચુક્યા છે. અને હવે એશિયા કપ 2023ની ફાઇનલમાં ભારતની જીત બાદ ઇરફાન પઠાણે ફરી એકવાર પાકિસ્તાનના ઘા પર મીઠું છાંટ્યું છે.

ઘણા પડોશીઓના ટીવી બચી ગયા

અગાઉ એશિયા કપ 2023માં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે ગ્રૂપ Aની મેચ વરસાદને કારણે અનિર્ણિત રહી હતી, ત્યારે ઈરફાન પઠાણે પાકિસ્તાનને આડે હાથ લીધું હતું અને ટ્વિટર પર લખ્યું હતું કે, 'ઘણા પડોશીઓના ટીવી આજે બચી ગયા હતા.' તમને જણાવી દઈએ કે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં મોહમ્મદ સિરાજે પોતાની કિલર બોલિંગથી એવો હંગામો મચાવ્યો કે એશિયા કપ 2023ની ટ્રોફી સરળતાથી ટીમ ઈન્ડિયાના ખોળામાં આવી ગઈ. ભારતે ફાઇનલમાં શ્રીલંકાને 10 વિકેટે હરાવીને એશિયા કપની ટ્રોફી પર કબજો કરી લીધો છે. ભારતીય ટીમે 8 વખત એશિયા કપ ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ